આ 6 જોડીઓને ફિલ્મમાં એક સાથે જોવા માટે તરસી ગઈ છે આંખો, શું ક્યારેય પૂરું થશે સપનું?

ફિલ્મોમાં જોડીઓ હોય છે તો ઘણી મજા આવે છે. પછી તે બે મિત્રોની જોડી હોય કે પ્રેમી પ્રેમિકાની જોડી હોય, જયારે કોઈપણ ફિલ્મમાં બે ઉત્તમ અને ફેમસ કલાકારો સાથે કામ કરે છે ત્યારે તેની મજા અને વેલ્યુ પોતાની રીતે જ વધી જાય છે. આમ તો ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરવા છતાં પણ ઘણી જોડીઓ એવી છે જેને સાથે જોવા માટે દર્શકોની આંખો તરસી ગઈ છે. તેવામાં તે બસ એવી આશા રાખીને બેઠા છે કે કદાચ ભવિષ્યમાં કાંઈક એવું બની જાય કે આપણે તે બે ફેવરીટ કલાકારોને એક સાથે ફિલ્મમાં જોઈ શકીએ.

સલમાન ખાન અને જુહી ચાવલા

જ્યાં જુહી ૯૦ના દશકમાં પોપ્યુલર અભિનેત્રી હતી ત્યાં સલમાન આજ સુધી ફિલ્મોમાં મુખ્ય કલાકાર બનીને ફરી રહ્યા છે. આ બંને જ કલાકારોનો પોતાનો એક અલગ રૂઆબ અને સ્ટાઈલ છે. આમ તો આટલા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાથે હોવા છતાં પણ બંનેએ ક્યારેય પણ એક સાથે ફિલ્મમાં કામ નથી કર્યું. જો એવું થાત તો બંનેની જોડી ઘણી સારી હોત.

આમીર ખાન અને શ્રીદેવી

આમીર ખાન અને શ્રીદેવી બંને જ એવા કલાકાર છે જેમણે પોતાની કારકિર્દીમાં ઘણા શિખરો સર કર્યા છે., આ બંને જ કલાકરોની એક્ટિંગ ઘણી સારી છે. આમ તો તે ઘણા દશકોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા તેમ છતાં, પણ દર્શકોને બંનેની જોડી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. અફસોસ કે શ્રીદેવીના ન હોવાને કારણે જ સપનું પૂરું નહિ થઇ શકે.

અક્ષય કુમાર અને રાની મુખર્જી

જ્યાં એક તરફ અક્ષયને બોલીવુડના ખેલાડી કહેવામાં આવે છે ત્યાં બીજી તરફ રાની મુખર્જીની ઈમેજ બિન્દાસ ગર્લ જેવી છે. તે બંને જ કોમેડી કરવામાં ઉસ્તાદ છે. હંમેશા લાઈફમાં મસ્ત રહે છે. આમ તો હજુ પણ દર્શકોને આ જોડી સાથે ધમાલ કરતી જોવા મળી નથી. આશા રાખીએ કે ભવિષ્યમાં એવું જરૂર બને.

આમીર ખાન અને એશ્વર્યા રાય

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયે સલમાન અને શાહરૂખ સાથે તો ફિલ્મો કરી છે પરંતુ આમીર ખાન સાથે હજુ સુધી કોઈ ફિલ્મમાં જોડી બનાવીને નથી આવી. તેવામાં લોકો આ બંનેની જુગલબંધીની પણ આતુરતાપૂર્વક રાહ જુવે છે.

શાહરૂખ ખાન અને આમીર ખાન

માત્ર અભિનેતા અને અભિનેત્રી જ નહિ પરંતુ બે હીરોની જોડી પણ બોક્સ ઓફીસ ઉપર હીટ થાય છે. જેમ કે અમિતાભ ધર્મેન્દ્ર જય વીરુ બન્યા અને શાહરૂખ સલમાન કરન અર્જુન બન્યા હતા. આમ તો બોલીવુડના ટોપ 3 ખાન માંથી શાહરૂખ અને આમીરે કોઈ ફિલ્મમાં હજુ સુધી સાથે કામ નથી કર્યું. જો એવું થાય તો ખરેખર બોક્સ ઓફીસ ઉપર કમાણીના ઘણા રેકોર્ડ તૂટી જશે.

માધુરી દીક્ષિત અને શ્રીદેવી

માધુરી અને શ્રીદેવી બંને જ ઉત્તમ ડાંસર અને કલાકાર છે, તે બંનેનો સ્ટારડમ સરખો છે. દેખાવમાં પણ બંને ગજબની સુંદર છે. આમ તો તે બે ઉત્તમ હિરોઈનોને આપણે આજ સુધી એક સાથે નથી જોઈ શક્યા, હવે શ્રીદેવીના જતા રહેવાને કારણે એવું બનવું અશક્ય છે.

આમ તો તમે આમાંની કઈ જોડીને સૌથી વધુ પસંદ કરશો?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.