આ 7 બોલીવુડ કલાકારોનું અંગ્રેજી છે કાચું, આજે પણ નથી કરી શકતા સારી રીતે વાત

હંમેશા જોવામાં આવ્યું છે કે જે લોકોનું અંગ્રેજી નબળું હોય છે તેમની અંદર કોન્ફિડન્સ લેવલ પણ ઓછું હોય છે. જયારે કોઈ ફટાફટ અંગ્રેજી બોલવા વાળા વ્યક્તિ સામે આવી જાય છે ત્યારે તેમની બોલતી બંધ થઇ જાય છે.

અને ઘણા લોકો એવા પણ હોય છે જેને ઠીક ઠીક અંગ્રેજી આવડે છે પરંતુ જયારે બોલવાનો વારો આવે છે ત્યારે સમજો કે સાપ સુંઘી જાય છે. તમારી અંદર કોન્ફીડન્સની ખામીને કારણે અંગ્રેજી આવડતુ હોવા છતાં બોલી નથી શકતા. પરંતુ આવું માત્ર સામાન્ય લોકો સાથે જ નહિ પરંતુ મોટી મોટી સેલેબ્રીટીઝ સાથે પણ થાય છે.

તમે જોયું હશે કે ક્રિકેટ ટુર્નામેન્ટના ઘણા ખેલાડી હિન્દીમાં વાત કરે છે અને ઘણા અંગ્રેજી ભાષામાં બોલતા જોવા મળે છે. એવું જ કાંઈક બોલીવુડના પ્રસિદ્ધ કલાકારોનું છે. ભલે તે કલાકારોનું અંગ્રેજી નબળું હોય પરંતુ આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરી રહ્યા છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના તે કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેનું અંગ્રેજી નબળું છે અને જે અંગ્રેજી બોલવાથી દુર રહે છે.

કંગના રનૌત

ભલે કંગના રનૌત બોલીવુડની ક્વીન હોય પરંતુ અંગ્રેજીની બાબતમાં થોડી પાછળ છે. હાલમાં તો તેનું અંગ્રેજી ઠીક ઠાક થઇ ગયું છે પરંતુ જયારે તે ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનો હાથ અંગ્રેજી ઉપર ઠીક ન હતો. તે વાતને લઈને એક વખત કરણ જોહરે પોતાના શો મા તેની મજાક પણ ઉડાવી હતી.

નવાજુદ્દીન સિદ્દીકી

નવાજુદ્દીન સિદ્દીકી બોલીવુડના સુપરસ્ટાર છે, આજે તેનું નામ મોટા અભિનેતાઓમાં જોડાયેલું રહે છે. બોલીવુડમાં આવતા પહેલા નવાજની આર્થિક સ્થિતિ નબળી હતી. આર્થીક તંગીને કારણે તેનો અભ્યાસ સારી રીતે ન થઇ શક્યો જેના કારણે જ તેનું પણ અંગ્રેજી નબળું છે.

કપિલ શર્મા

કપિલ શર્મા આજે કોમેડીના ક્ષેત્રમાં ઘણું મોટું નામ છે. આજે તેનું ઉઠવા બેસવાનું મોટા મોટા કલાકારો સાથે રહે છે. હાલમાં જ કપિલની પત્ની ગીન્નીએ એક દીકરીને જન્મ આપ્યો છે. કપિલનું પણ અંગ્રેજી નબળું છે અને તેની તે પોતે પણ તેના અંગ્રેજીની મજાક ઉડાવે છે.

ગોવિંદા

ગોવિંદા બોલીવુડના કોમેડી કિંગ નંબર વન છે. તેનું નામ ૯૦ના ઉત્તમ કલાકારોમાં જોડાયેલું રહે છે. ગોવિંદાને પોતાની ફિલ્મી કારકિર્દીમાં ૧૨ ફિલ્મ ફેયર એવોર્ડ મળી ચુક્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ થશે કે ગોવિંદા આજે પણ અંગ્રેજીમાં વાત કરવામાં વધુ શરમ અનુભવે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર બાળકથી લઈને વૃદ્ધના પણ ફેવરીટ છે. તેની એક વર્ષમાં ઘણી ફિલ્મો આવે છે જે કરોડોની કમાણી કરી જાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગસે કે અક્ષય જેવા સુપરસ્ટારને પણ અંગ્રેજી ભાષાથી ડર લાગતો. તે હંમેશા હિન્દીમાં વાત કરતા જોવા મળે છે.

હેમા માલિની

આ યાદીમાં બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનું નામ પણ આવે છે. જયારે હેમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે હિન્દીની જેમ તેનું અંગ્રેજી પણ ડામાડોળ હતું. આમ તો આજે હાલમાં પણ કાંઈક એવું જ છે પરંતુ હવે તે પહેલા કરતા થોડું સારું બોલતી થઇ ગઈ છે.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર પોતાના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર હતા. તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો હી-મેનના નામથી ઓળખે છે. ધર્મેન્દ્ર એક પંજાબી કુટુંબ માંથી આવે છે અને તેઓ હિન્દી અને પંજાબીમાં જ બોલવાનું પસંદ કરે છે. આમ તો ધર્મેન્દ્ર અંગ્રેજી બોલી લે છે પરંતુ વધુ સારું નહિ.