આ 7 હિરોઇનોએ પોતાના બોયફ્રેન્ડને બનાવ્યો પતિ, અમુકે તો લગન થઈ ગયેલાને પણ ન છોડ્યા

જયારે પણ કોઈને સાચો પ્રેમ થાય છે ત્યારે આપણે લગ્નના સપના જોવા લાગીએ છીએ. ખાસ કરીને છોકરીઓ તો એવું જરૂર કરે છે. આમ તો તમારા પ્રેમી સાથે તમારા લગ્ન થઇ જ જાય એવું નસીબ દરેકનું નથી હોતું. પરંતુ કહેવાય છે ને કે પ્રેમની આગળ કોનું જોર ચાલે છે, બસ એવું જ છે કાંઈક આ બોલીવુડ હિરોઈન સાથે પણ થયું. તેને જેની સાથે પ્રેમ હતો, જે તેના બોયફ્રેન્ડ હતા તેની સાથે જ લગ્ન કર્યા. આજે અમે તેમના વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.

કરીના કપૂર

કરીનાના જીવનમાં ૨ મુખ્ય પ્રેમી આવ્યા, પહેલા હતો શાહિદ કપૂર અને બીજા સૈફ અલી ખાન. શાહિદ અને કરીનાના સંબંધો ઘણા વર્ષો સુધી સારા ચાલ્યા. આમ તો જયારે બેબો ‘ટશન’ ફિલ્મનું શુટિંગ કરી રહી હતી ત્યારે તેનું દિલ સૈફ અલી ખાન ઉપર આવીને અટક્યું હતું. તેવામાં તેમણે શાહિદ કપૂરને છોડી સૈફ સાથે પ્રેમ કરવાનું શરુ કરી દીધું હતું. છેવટે તેના પ્રેમની જીત થઇ અને બંને ૧૬ ઓક્ટોમ્બર ૨૦૧૨ના રોજ લગ્ન બંધનમાં બંધાઈ પણ ગયા.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા એક એવી અભિનેત્રી છે જેનું નામ ઘણા બોલીવુડ સ્ટાર સાથે જોડાયું, આમ તો તેને જે બોયફ્રેન્ડ સૌથી વધુ પસંદ આવ્યો તે અમેરિકાના સિંગર અને કલાકાર નીક જોન્સ છે. તેની ઘણી લવ સ્ટોરી મીડિયાના સમાચારોનો ભાગ રહી હતી. ત્યારપછી ૧ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ છેવટે પ્રિયંકાએ પોતાના પ્રેમી નીક સાથે લગ્ન કરી લીધા.

શિલ્પા શેટ્ટી

શિલ્પાની પ્રેમ કહાની ઘણી રસપ્રદ છે. તેને એક એવા વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો જે પહેલાથી પરણિત હતા. શિલ્પાના પ્રેમમાં એટલી શક્તિ હતી કે રાજ કુન્દ્રાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને ૨૦૦૯માં શિલ્પાએ બીજા લગ્ન કરી લીધા. એક સમયમાં શિલ્પા અક્ષય કુમારને ડેટ કરતી હતી. આમ તો તેને સાચો પ્રેમ રાજ કુન્દ્રામાં જ જોવા મળ્યો.

અનુષ્કા શર્મા

અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત એક જાહેરાતના શુટિંગ દરમિયાન થઇ હતી. ત્યારપછી બંને નજીક આવવા લાગ્યા અને બંનેમાં પ્રેમ થઇ ગયો. ઘણા વર્ષો એકબીજાને ડેટ કર્યા પછી છેવટે તેમણે ૧૧ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ લગ્ન કરી લીધા.

એશ્વર્યા રાય

સલમાનથી લઈને વિવેક ઓબેરોય સુધી એશ્વર્યા રાયની લવ લાઈફ ઘણી ઉથલ પાથલ વાળી રહી છે. આમ તો તેના સ્થિરતા ત્યારે આવી જયારે અભિષેક બચ્ચન એશ્વર્યાના જીવનમાં એન્ટર થયા, ત્યારપછી એશ્વર્યાને સાચો પ્રેમ મળ્યો અને બંનેએ ૨૦ એપ્રિલ ૨૦૦૭માં લગ્ન કરી લીધા.

રાની મુખર્જી

૯૦ના દશકની બબલી ગર્લ રાની મુખર્જીનું દિલ પહેલા ગોવિંદા ઉપર આવ્યું હતું. આમ તો તેના પરણિત હોવાને કારણે જ વાત આગળ ન વધી શકી. ત્યારપછી તેમણે ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે પ્રેમ થયો. આદિત્ય પહેલાથી જ પરણિત હતા. આમ તો આ વખતે રાનીનો પ્રેમ શક્તિશાળી હતો અને આદિત્યએ રાની સાથે ૨૦૧૪માં બીજા લગ્ન કરી લીધા.

દીપિકા પાદુકોણ

દીપિકાનું પહેલા અફેયર રણબીર કપૂર સાથે ચાલતું હતું. આમ તો સાચો પ્રેમ રણવીર સિંહમાં દેખાયો. ‘ગોલીઓ કી રાસલીલા રામલીલા’ નામની ફિલ્મથી શરુ થયેલી આ લવ સ્ટોરી નવેમ્બર ૨૦૧૮ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી.