આ 8 રાશીઓ વાળા માટે સરસ રહેશે આ અઠવાડિયું, માં લક્ષ્મી ખોલશે ધનના દરવાજા.

તમારી રાશી તમારા જીવન ઉપર ઘણી અસર કરે છે. રાશિફળ દ્વારા ભવિષ્ય જીવનમાં થનારી ઘટનાઓનું અનુમાન લગાવી શકાય છે. ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન ઉભો થશે કે આવનારુ અઠવાડિયું અમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયામાં અમારા સ્ટાર શું કહે છે? આજે અમે તમને આવતા અઠવાડિયાના રાશિફળ જણાવી રહ્યા છીએ. આ અઠવાડિયાના રાશિફળમાં તમને તમારા જીવનમાં થનારી એક અઠવાડિયાની ઘટનાઓનું સક્ષિપ્તમાં વર્ણન મળશે, તો જાણવા માટે વાચો અઠવાડિયાનું રાશિફળ ૯ ડીસેમ્બરથી ૧૫ ડીસેમ્બર સુધી.

મેષ રાશી :

આ અઠવાડિયામાં તમને અલગ અલગ ક્ષેત્રોમાંથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. તમારી થોડી મહાત્વાકાંક્ષાઓ પૂરી થઇ શકે છે. તમારું વર્તન થોડા કંજૂસ વ્યક્તિ જેવું થઇ શકે છે, પરંતુ અમુક સ્થિતિઓમાં તમે ઉદાર પણ બનશો. જે લોકો પ્રોપર્ટીનું કામ કરે છે, તેને કોઈ જમીન માંથી લાભ થઇ શકે છે. ધન સંબધિત સમસ્યા માંથી છુટકારો મળી શકે છે. નવી તકો મળશે. ધંધા માટેના દિવસો ફાયદાકારક સાબિત થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમી યુગલો માટે સમય શુભ છે. આ અઠવાડિયુ સંબંધોમાં મીઠાશ વધારવા વાળું રહેશે.

કારકિર્દીની બાબતમાં : ધંધામાં નવા સોદા થઇ શકે છે. નોકરી ધંધા વાળા લોકો માટે અઠવાડિયું સારુ છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યની બાબતોમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે. થોડો ઘણો શરીરમાં દુઃખાવો રહી શકે છે.

વૃષભ રાશી :

આ અઠવાડિયામાં તમે થોડા ધાર્મિક કાર્યોમાં જોડાઈ શકો છો, જેના કારણે તમારી સામાજિક લોકપ્રિયતા વધશે. કોઈ તમારા શબ્દોનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ નવા સોદામાં પૈસા લગાવવા જઈ રહ્યા છો તો, કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લઇ લેવી. પોતાને ભાવનાત્મક બાબતમાં મજબુત અનુભવી શકશો. જેનાથી તમારા સંબંધોમાં પણ મજબુતી આવશે. થોડા નવા અધિગ્રહણ તમારા આરામ અને માનસિક સંતુષ્ટિ વધારશે.

પ્રેમની બાબતમાં : જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમી પાસેથી સરપ્રાઈઝ મળી શકે છે.

કારકિર્દીની બાબતમાં : પરીક્ષા અને સાક્ષાત્કાર વગેરેમાં સફળતા પ્રાપ્ત થશે.

આરોગ્યની બાબતમાં : તમારું આરોગ્ય નબળું રહી શકે છે. લોહી વિકાર થવાના પણ યોગ ઉભા થઇ રહ્યા છે.

મિથુન રાશી:

આ અઠવાડિયામાં તમારું કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. કુંવારાને લગ્નના પ્રસ્તાવ પ્રાપ્ત થઇ શકે છે. કુટુંબમાં ખુશી રહેશે. તમારા કાર્યો મુજબ આયોજન થશે. તમારે તમારી ફરજો સારી રીતે સમજીને, તેનો ઉપયોગ કરવો પડશે. તમે તમારા કુટુંબના સભ્યો સાથે તીર્થ યાત્રા ઉપર જઈ શકો છો, નવી ઉર્જાથી તમારા કાર્યોમાં નવા શિખરો સિદ્ધ કરી શકશો.

પ્રેમની બાબતમાં : જીવનસાથીનો સહયોગ અમે સહવાસ મળશે. સંબંધોમાં મીઠાશ આવશે.

કારકિર્દીની બાબતમાં : કોમર્સના ફિલ્ડમાં જોડાયેલા વિદ્યાર્થીને કોઈ નવી જોબ મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માથાનો દુઃખાવાની ફરિયાદ ઉભી થવાની શક્યતા છે.

કર્ક રાશી :

આ રાશિના વિદ્યાર્થી પોતાની મહેનતથી ઘણું સારું પરિણામ પ્રાપ્ત કરશે. પૂજા પાઠમાં મન લાગશે. સત્સંગનો લાભ પ્રાપ્ત થશે. તમને તમારા માતા પિતાનો સહયોગ મળશે. જો થોડા દિવસોથી તમારો કોઈ મિત્ર તમારાથી નારાજ છે, તો તેને મનાવવા માટે ઉત્તમ સમય છે. કાયદાની અડચણ દુર થશે. નોકરીમાં સાથીનો સહયોગ પ્રાપ્ત થશે. કુટુંબ સાથે કોઈ ધાર્મિક સ્થાનના પ્રવાસનું આયોજન બની શકે છે.

પ્રેમની બાબતમાં : તમારા સંબંધોમાં પોતાનાપણું અને પ્રેમ વધશે. એક બીજા સાથે હળવા મળવાનો સમય મળશે.

કારકિર્દીની બાબતમાં : યુવાનો માટે સફળતાના નવા રસ્તા ખુલી શકે છે.

આરોગ્યની બાબતમાં : અમુક લોકોને હાડકા સાથે જોડાયેલી તકલીફો આવી શકે છે. સાંધાના દુઃખાવા થઇ શકે છે.

સિંહ રાશી :

આ અઠવાડિયું સિંહ રાશી વાળાના નવા આયોજન કાર્યરત થઇ શકે છે. રાજનેતાઓને સત્તામાં આવવાની શક્યતા છે અને વિદેશની યાત્રાઓના પણ સંકેત, ભાઈઓનો સહકાર પ્રાપ્ત થશે. કિંમતી વસ્તુ સાંચવીને રાખો. તમે તમારા મિત્રો સાથે કોઈ તીર્થ સ્થાનના પ્રવાસ ઉપર જઈ શકો છો. સમાજમાં તમારું માન સન્માન વધશે, દરેક તમારી સાથે ચાલવાનો પ્રયાસ કરશે.

પ્રેમની બાબતમાં : જો તમે સાચા માંથી પ્રયાસ કરશો તો પ્રેમમાં સફળતા જરૂર મળશે.

કારકિર્દીની બાબતમાં : નોકરીમાં જવાબદારી વધી શકે છે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યની બાબતમાં તમે થોડી જૂની બીમારીઓથી પ્રભાવિત રહી શકો છો.

કન્યા રાશી

આ અઠવાડીએ તમારા કોઈ જુના મિત્ર સાથે મુલાકત થવાની શક્યતા છે. પોતાના આરામ માટે થોડો સમય કાઢો. કોઈ પોતાનાનો વ્યવહાર પ્રતિકુળ રહી શકે છે. વેપાર ધંધા ઠીક ચાલશે. નાણાની આવક રહેશે. તમાં કામને તમારા કુટુંબના સમયમાં અડચણ ન બનવા દો. આ રાશીના જે લોકો સામાજિક સંગઠન સાથે જોડાયેલા છે, તેને સમાજમાં સૌની સાથે સારી રીતે રહેવું જોઈએ.

પ્રેમની બાબતમાં : પાર્ટનર સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરશો તો સફળ થઇ જશો.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડિયે તમારી કારકિર્દીને ચમકાવવાની વિશેષ તકો પ્રાપ્ત થશે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડીએ તમારા આરોગ્યને લઈને બેદરકાર ન બનો નહી તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશી :

આ અઠવાડિયે તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે સારી તકોનો સારો એવો લાભ ઉઠાવશો. શેર માર્કેટ અને મ્યુચુઅલ ફંડ વગેરે લાભદાયક રહેશે. તમારા સન્માન અને પ્રીતિષ્ઠામાં વૃદ્ધી થશે. જો તમે થોડા દિવસોથી કોઈ વાતને લઇને દુઃખી છો, તો તેને પાર્ટનર સાથે શેર કરો. તમારા મનને શાંતિ મળશે. તમે કાંઈક નવું કરવા માટે હંમેશા તૈયાર જ રહેશો. કામ ઉત્સાહ સાથે કરશો.

પ્રેમની બાબતમાં : અચાનક મળેલા પ્રોપોઝલથી તમે ઘણા અચરજની સ્થિતિમાં રહેશો.

કારકિર્દીની બાબતમાં : બિજનેસ વધારવાની થોડી સારી તકો મળશે. મોટા માણસો સાથે સંપર્ક થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : પેટ સંબંધી સમસ્યાઓથી દુઃખી છો, તો તમને તે સમસ્યાઓ માંથી રાહત મળશે.

વૃશ્ચિક રાશી :

આ અઠવાડીએ નોકરીમાં અધિકારીઓ સાથે માથાકૂટ થઇ શકે છે. પ્રવાસ લાભદાયક રહેશે. વિચારોનું આદાનપ્રદાન પણ તમને ઘણો લાભ અપાવી શકે છે. વાદ વિવાદમાં ન પડો. નહી તો વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સો અને વાણી ઉપર નિયંત્રણ રાખો. તમારે તમારા પિતાની સલાહનું સ્વાગત કરવું જોઈએ. જે લોકો સંગીત અને ગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેને કોઈ મોટી પ્રસિદ્ધી મળવાની શક્યતા ઉભી થઇ રહી છે.

પ્રેમની બાબતમાં : આ અઠવાડિયે તમે તમારા પ્રેમને એક નવું રૂપ આપી શકો છો.

કારકિર્દીની બાબતમાં : ભાગીદારીમાં ધંધો કરવા વાળા માટે આ અઠવાડિયું સારું છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું સારું છે. ખાવા પીવા ઉપર ધ્યાન આપો.

ધન રાશી :

આ અઠવાડિયે કુટુંબમાં આંતરિક માથાકૂટ વધી શકે છે. પૈસા ઉધાર આપવામાં વધુ ઉદારતા સારી નહિ રહે. શારીરિક કષ્ટ શક્ય છે. વહન સાવચેતી પૂર્વક ચલાવો. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો નહિ, તો નુકશાન સહન કરવું પડી શકે છે. જે લોકો પ્રાઇવેટ જોબ કરે છે, આજે તેને બોસ તરફથી પ્રશંસા મળશે. તમે બાળકો સાથે ક્યાંક ફરવાનું આયોજન બનાવશો. દુશ્મનો વિજય મેળવશે. રહેણી કરણી દુઃખદાયક રહેશે.

પ્રેમની બાબતમાં : આ અઠવાડીએ જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.

કારકિર્દીની બાબતમાં : નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ ઉભા થઇ રહ્યા છે.

આરોગ્યની બાબતમાં : માથું અને આંખોમાં દુઃખાવો થઇ શકે છે. પાચન શક્તિ બગડી શકે છે.

મકર રાશી :

મકર રાશી વાળા આ અઠવાડિયે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખે. દેવા માંથી છુટકારો મળી શકે છે. આદ્યાત્મિક સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. ભાગ્ય તમને સાથ આપવા માટે તત્પર રહેશે. નવી તક પ્રાપ્ત થશે. નકામાં કાર્યોમાં સમય બગડશે. વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. તમે જેટલી મહેનત કરશો તેનો ફાયદો તમને જલ્દી જ મળશે. માનસિક શાંતિ તો રહેશે, પરંતુ મનમાં નકારાત્મક વિચારોની અસર જળવાઈ રહેશે.

પ્રેમની બાબતમાં : લવમેટ માટે આ અઠવાડિયું સારું રહેશે.

કારકિર્દીની બાબતમાં : નોકરી અને ધંધામાં નવી યોજનાઓ ઉપર વિચાર થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને સાવચેત રહેવું પડશે. માનસિક થાક અને તનાવ રહી શકે છે.

કુંભ રાશી :

આ અઠવાડીએ આત્મવિશ્વાસથી ભરપુર રહેશો. કાર્યક્ષેત્રમાં તકલીફ આવી શકે છે. કોર્ટ અને કચેરીના કાર્ય સારા રહેશે. કુટુંબના સભ્યોનો પુરતો સહકાર મળશે. ધન પ્રાપ્તિના વિશેષ યોગ, વાણી ઉપર સંયમ જાળવી રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થવામાં મદદ મળશે. સંતાનોના અભ્યાસ અને આરોગ્યના વિષયમાં ચિંતા રહેશે. જમીન સંપત્તિના પ્રશ્નો હલ થશે. કોઈ નવી વસ્તુની ખરીદી શક્ય છે.

પ્રેમની બાબતમાં : પ્રેમી પાસેથી જે ઈચ્છો છો, તેની માંગણી અને જિદ્દ ન કરો, નહિ તો સંબંધ બગડી શકે છે.

કારકિર્દીની બાબતમાં : વેપાર અને નીકરીમાં આગળ વધવાનો પ્રયાસ કરશો, પરંતુ મહેનતના પ્રમાણમાં ફળ નહિ મળે.

આરોગ્યની બાબતમાં : આંખો સંબંધિત ફરિયાદ થવાની શક્યતા છે.

મીન રાશી :

આ અઠવાડિયું સારો નફો થવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત થશે. નોકરીમાં અધિકારીઓનો સહકાર મળવાથી કાર્ય કરવા માટે ઉત્સાહ જળવાઈ રહેશે. આર્થિક યોજનાઓ સારું રીતે પૂર્ણ કરી શકશો. કોર્ટ કચેરીના નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ભાઈઓનો કામમાં સહયોગ મળશે. મનમાં નકારાત્મક વિચારોની અસર થઇ શકે છે. વાતચીતમાં સંયમ રહે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબધોને લઈને વિવાદ થઇ શકે છે. તનાવ વધી શકે છે.

કારકિર્દીની બાબતમાં : આવક-ખર્ચનું સંતુલન જાળવીને ચાલો. વેપાર અને નીકરીમાં સ્થિતિ સામાન્ય રહેશે.

આરોગ્યની બાબતમાં : હાથ પગના દુઃખાવા થઇ શકે છે. આરોગ્યમાં પણ ઉતાર ચડાવના યોગ ઉભા થઇ રહ્યા છે.

નોંધ : તમારી કુંડળી અને રાશીના ગ્રહોના આધાર ઉપર તમારા જીવનમાં બની રહેલી ઘટનાઓમાં સાપ્તાહિક રાશિફળ ૯ ડીસેમ્બરથી ૧૫ ડીસેમ્બર સાથે થોડી ભિન્નતા થઇ શકે છે. સંપૂર્ણ જાણકારી માટે પંડિત કે જ્યોતિષને મળી શકો છો.