આ અભિનેતાઓએ પટાવી બોલિવૂડની સૌથી અમીર છોકરીઓ અને બની ગયા સૌથી અમીર જમાઈ.

આ અભિનેતાઓના લગ્ન તે અભિનેત્રીઓ સાથે થયા છે. જે શાહી કુટુંબ માંથી આવે છે. તેની સાથે લગ્ન કરીને આ અભિનેતા સૌથી શ્રીમંત કુટુંબના જમાઈ બન્યા.

આપણી ભારતીય સંસ્કૃતિમાં સંબંધોને ખૂબ મહત્વ આપવામાં આવે છે. બૉલીવુડમાં પણ સંબંધોને સારી રીતે બતાવવામાં આવે છે. વાત કરીએ જમાઈની તો, ભારતીય સંસ્કૃતિમાં જમાઈને ઘણું મહત્વનું સ્થાન મળે છે. જમાઈનું ઘરમાં આવવાથી તેમની આગતા સાગતા કરવામાં આવે છે. પ્રયાસ કરવામાં આવે છે કે જમાઈની આગતા સાગતામાં કોઈ ખામી ન રહે. વાત કરીએ બૉલીવુડની તો, બૉલીવુડમાં કંઈક એવા અભિનેતાઓ રહેલા છે. જે સૌથી વધુ શ્રીમંત કુટુંબના જમાઈ બનેલા છે.

આ બધા કલાકારોએ પોતાની ઈચ્છા મુજબ પોતાના સાથીની પસંદગી કરી અને આજે સૌથી શ્રીમંત કુટુંબના જમાઈ બની બેઠા. એવું નથી કે આ સ્ટાર્સ પહેલાથી ઓછા ફેમસ હતા. અમે આજની પોસ્ટમાં જે સ્ટારોની વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ પહેલાથી જ ફેમેસ છે અને વિશ્વભરના લોકો તેમને ઓળખે છે. તેઓ પાસે પૈસાની કોઈ કમી નથી. પરંતુ આ કુટુંબના જમાઈ બનીને તેમનું જીવન પહેલાથી પણ વધુ સારું બની ગયુ છે.

આ કુટુંબ સાથે પોતાનું નામ જોડીને તેમનો માન મોભો ઘણો વધી ગયો છે. આજની આ પોસ્ટમાં અમે આવા જ કેટલાક અભિનેતાઓ વિશે વાત કરીશું. આવો જાણીએ બોલીવુડના એ અભિનેતાઓ વિષે જે આજે એક શ્રીમંત કુટુંબના જમાઈ છે.

અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્ના :- આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બૉલીવુડના ખેલાડીઓ અક્ષય કુમારનું. રાજેશ ખન્ના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર માનવામાં આવતા હતા અને અક્ષયકુમાર તેમના જમાઈ છે. અક્ષય ટ્વિંકલના લગ્ન 17 જાન્યુઆરી વર્ષ 2001 માં થયા હતા. આજે બૉલીવુડનું સૌથી આઈડીયલ કપલ માનવામાં આવે છે.

ધનુષ અને એશ્વર્યા :- સાઉથના સુપરસ્ટાર ધનુષ સાઉથના પહેલા સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે. ધનુષ કો ‘કોલાવારી ડી’ ગીત પછી દુનિયાભરના લોકો ઓળખવા લાગ્યા હતા. ત્યાર પછી ફિલ્મ ‘રાંઝના’ થી તેમણે ડેબ્યુ કર્યું. તેઓએ વર્ષ 2004 માં રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતાં.

શર્મન જોશી અને પ્રેરણા ચોપડા જોશી :- શર્મન જોશી પોતાના જમાનાનાં માશહુર વિલેન પ્રેમ ચોપરાના જમાઈ છે. થ્રી ઇડિયટ્સ અને ગોલમાલમાં કામ કર્યા પછી તેમનું નામ સફળ અભિનેતાઓની યાદીમાં ઉમેરાઈ ગયું છે. વર્ષ 2000 માં શર્મન જોશીએ પ્રેરણા ચોપડા સાથે લગ્ન કર્યા હતા.

કુણાલ કપૂર અને નૈના કપૂર :- આ નામ કદાચ તમારા માટે ચોંકાવનારૂ હોઈ શકે છે. રંગ દે બસંતીમાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી કુનાલ સૌનું દિલ જીતી ચુક્યો છે. લગ્ન પછી કુનાલ એક મોટા કુટુંબના જમાઈ બની ગયા છે. તેમણે મહાનાયક અમિતાભ બચ્ચનના નાના ભાઇ અજીતાભ બચ્ચનની દીકરી નૈના સાથે લગ્ન કર્યા છે. તે અજીતાભ બચ્ચનના જમાઈ છે.

અજય દેવગન અને કજોલ દેવગન :- અજય દેવગનને લોકો એક્શન હીરો તરીકે વધુ ઓળખે છે. માત્ર ઍક્શન જ નહીં, તેમણે કોમેડીમાં પણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. અજય દેવગન એ વર્ષ 1999 માં કાજોલ સાથે લગ્ન કરી લીધાં અને તેના જમાનાની જાણીતી અભિનેત્રી તનુજાના જમાઈ બની ગયા. આજે બંનેની જોડી બોલીવુડમાં સુપરહિટ છે.

કુણાલ ખેમુ અને સોહા અલી ખાન :- કુણાલ ખેમુ અને સોહા અલી ખાનના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. સોહા અલી ખાન પટોડી કુટુંબની દીકરી છે. તેવામાં સોહા સાથે લગ્ન કરીને કુણાલ ખેમુ માટે કોઈ જેકપોટથી ઓછું ન હતું. અત્યારે બંનેની એક વ્હાલી એવી દીકરી પણ છે જેનું નામ ઈનાયા છે. સોહા વારંવાર સોશિયલ મીડિયા ઉપર તેની દીકરી સાથે ફોટા નાખતી રહે છે.