આ અઠવાડિયે ‘કોન બનેગા કરોડપતિ’ માં રચાશે ઇતિહાસ, 2 કન્ટેસ્ટન્ટ રમશે 1 કરોડનો સવાલ

ટેલીવિઝનનો મોસ્ટ પોપુલર ક્વીઝ શો ‘કોન બનેગા કરોડપતિ ૧૧’ ટીઆરપીની યાદીમાં ટોપ ઉપર રહેલો છે. ગયા અઠવાડિયાથી આ શો ટીપીઆરની યાદીમાં ટોપ બનેલો છે, જેને કારણે જ લોકોનો રસ વધતો જાય છે. ‘કોન બનેગા કરોડપતિ ૧૧’ માં હજુ સુધી કોઈ કરોડ રૂપિયાના પ્રશ્ન સુધી નથી પહોચી શક્યા, પરંતુ આ અઠવાડિયે બે કંટેસ્ટેન્ટ કરોડ રૂપિયાના પ્રશ્ન ઉપર પહોચતા જોવા મળશે, જેનો પ્રોમો રીલીઝ થઇ ગયો છે.

‘કોન બનેગા કરોડપતિ ૧૧’ માં હજુ સુધી માત્ર એક મહિલા એક કરોડ સુધીના પ્રશ્ન ઉપર પહોચી હતી, પરંતુ જવાબ ન આપી શકવાથી તેણે ગેમ છોડી દીધી હતી. ‘કોન બનેગા કરોડપતિ ૧૧’માં અમિતાભ બચ્ચન પોતાના પ્રશ્નોથી લોકોના દિલના ધબકારા વધારી દે છે.

ત્યાર પછી ઘણા કંટેસ્ટેન્ટે ભાગ લીધો, પરંતુ કોઈ પણ ૧ કરોડના પ્રશ્ન સુધી ન પહોચી શક્યા, જેને કારણે જ હજુ સુધી ‘કોન બનેગા કરોડપતિ ૧૧’નો જવાબ નથી મળી શક્યો. તેવામાં આવનારા એપિસોડનો એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે, જેમાં કંટેસ્ટેન્ટ જોવા મળી રહ્યા છે, જો કે ૧ કરોડ રૂપિયાનો પ્રશ્ન રમતા જોવા મળી રહ્યા છે.

૧૯ વર્ષના હિમાંશુ રચી શકે છે ઈતિહાસ

‘કોન બનેગા કરોડપતિ ૧૧’ના નવા પ્રોમો સોની ટીવીએ રીલીઝ કર્યો છે, જેમાં એક ૧૯ વર્ષનો છોકરો, જેનું નામ હિમાંશુ છે, તે આ ગેમ રમતો જોવા મળી રહ્યો છે. આ ગેમ તે પોતાના જીવન સાથે જોડાયેલી તમામ વાતો મુકતો જોવા મળી રહ્યો છે. અને આ પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે હિમાંશુ એક કરોડના પ્રશ્ન સુધી પહોચી શકે, પરંતુ તે જીતશે જે નહિ, તે તો આખો એપિસોડ જોયા પછી જ ખબર પડશે, પરંતુ આ પ્રોમો આવ્યા પછી લોકોની રસ વધી ગયો છે.

ખેડૂતનો દીકરો રચી શકે છે ઈતિહાસ

‘કોન બનેગા કરોડપતિ ૧૧’ના આ હપ્તામાં તમે બે એવા કંટેસ્ટેન્ટ જોશો, જે કરોડ રૂપિયાનો પ્રશ્ન રમતા જોવા મળશે. તેનાથી એક હિમાંશુ છે, જેના વિષે અમે આગળ જણાવ્યું છે. તો તે બીજો કંટેસ્ટેન્ટ બિહારનો છે, પરંતુ તેના નામ વિષે ખુલાસો સામે નથી આવ્યો. આમ તો, એવું કહેવામાં આવે છે કે ખેડૂતનો દીકરો છે અને તે આઈએએસ ઓફીસર બનવા માગે છે. આ વિડીયોમાં તે પણ દેખાડવામાં આવ્યું છે કે ૧ કરોડના પ્રશ્નના જવાબને તે લોક કરવાનું કહે છે, તેવામાં જોવાની વાત એ હશે કે શું તે કરોડપતિ બનશે કે નહિ?

ઉત્તેજના ભરેલું રહેશે આ અઠવાડિયું

‘કોન બનેગા કરોડપતિ ૧૧’ના ઈતિહાસમાં પહેલી વખત બે કંટેસ્ટેન્ટ ૧ કરોડના પ્રશ્ન ઉપર એક જ હપ્તામાં પહોચશે, જેમાં જોવાની વાત એ હશે કે છેવટે તેમાંથી કોણ બનશે કરોડપતિ કે પછી કોનું સપનું તૂટશે, પરંતુ ટીઆરપીની બાબતમાં આ અઠવાડિયું ઘણું રસપ્રદ બનવાનું છે. આ બંને કંટેસ્ટેન્ટને સોમવારથી શુક્રવાર વચ્ચે રમતા જોવા મળશે, જેને કારણે લોકોની ઉત્તેજના વધતી જોવા મળી રહી છે.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.