આ બે વસ્તુ જ મનુષ્યના પતનનું કારણ બને છે, આ સ્ટોરી દ્વારા જાણો તમારે શેનાથી બચવું જોઈએ.

આ ખેડૂતની સ્ટોરી દ્વારા સમજો કઈ બે વસ્તુને કારણે તમે આગળ નથી વધી શકતા. એક સમયની વાત છે, જયારે એક ખેડૂત એક જંગલમાં લાકડા કાપવા ગયો હતો. તે લાકડા કાપતા કાપતા જંગલમાં ઘણે અંદર જતો રહ્યો હતો. હવે ધીમે ધીમે સાંજ ઢળવા લાગી હતી અને અંધારાની ચાદર ચારે તરફ પથરાવા લાગી ગઈ હતી. અંધારું થતા જ તે જંગલમાં ખતરનાક જાનવરોનો અવાજ આવવા લાગ્યો, જેનાથી કે તે ખેડૂત તેનો જીવ બચાવીને ત્યાંથી ઉલટા પગે ભાગવા લાગ્યો.

અંધારામાં કાંઈ ન દેખાવાને કારણે તે એક કુવામાં જઈને પડ્યો, જેમાં ચાર મગર તેની ઘાત લગાવી બેઠા હતા. પરંતુ ભાગ્યના તે ધણી ખેડૂત કુવામાં જેવા પડ્યા વૃક્ષની ડાળી તેના હાથમાં આવી ગઈ જે પકડીને તે ઘણી વાર સુધી તે ઝાડ સાથે લટકી રહ્યો. તેણે મદદ માટે ઘણી બુમો પાડી પરંતુ ગાઢ જગલમાં તેની મદદ કરે તો પણ કોણ?

ત્યારે તેણે જોયું કે જે વૃક્ષની ડાળીને તેણે પકડી રાખી છે તેને બે ઉંદર કાતરી રહ્યા છે, અને જે ઝાડની ડાળીને તેણે પકડી રાખી હતી તેને એક હાથી અચાનકથી આવે છે હલાવી હલાવીને તેને ઉખાડવામાં લાગી જાય છે.

તે ઘણા હેરાન થયા તેને કાંઈ ન સમજાતું હતું ત્યારે તેણે જોયું કે વૃક્ષની ડાળી ઉપર થોડી મધમાખીઓએ મધપુડો બનાવેલો છે, જેમાંથી મધના એ ટીપા નીચે ટપકવા લાગ્યા હતા, મધના ટીપાને જોઈ તેના મોઢામાં પાણી આવી ગયું અને તે મધ ચાટવા લાગી ગયો. અજાણતા તે માણસ મધ ચાટવામાં એટલો વ્યસ્ત થઇ ગયો કે તેને તેની પરિસ્થિતિનો અંદાઝ પણ ન રહ્યો કે તે આ સમયે ક્યાં છે?

ત્યારે ભગવાને તેના રક્ષણ માટે પોતાનો એક રથ મોકલ્યો પરંતુ અજાણતામાં આ માણસ મીઠા મધના રસ પાનમાં એટલો વ્યસ્ત થઇ ગયો કે તેણે ભગવાને મોકલેલી મદદનો પણ અસ્વીકાર કરી દીધો, જેનાથી ભગવાન પોતાનો રથ લઈને ત્યાંથી પાછા ફરી ગયા. અને તે વ્યક્તિ કુવામાં પડીને મગરમચ્છોનો ભોગ બની ગયો.

એટલે કહેવાનો આશય એ છે કે તે જે જંગલ માંથી જઈ રહ્યો હતો તે છે દુનિયા એટલે સંસાર. અંધારું છે અજ્ઞાનતા, ઝાડની ડાળી છે ઉંમર, જેને દિવસ અને રાતના સમાન બે ઉંદર ખાઈ રહ્યા છે, અને ઘમંડ એટલે હાથી જે ઝાડને ઉખાડી નાખવામાં લાગેલો છે, હવે જ્યાં સુધી મધની વાત છે તે તો તમે સમજી જ ગયા હશો કે આ સંસારમાં વ્યાપ મોહમાયા. કામ, વાસના, બધું મધ સમાન છે. જે માણસને સતત પતનના રસ્તા ઉપર ધકેલી રહ્યું છે. એટલે જેમાં પડવાથી સ્વયં ભગવાન પણ તેની કોઈ મદદ નથી કરી શકતા.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.