આ ભારતીય બોલરે 131 બોલમાં આપ્યા નહિ એક પણ રન, આ છે ઇતિહાસનો સૌથી કંજૂસ બોલર.

બાપુ નાડકર્ણી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક એવો નામ છે, જે અદભુત રિકોર્ડ રાખે છે. તેમને સૌથી કંજૂસ બોલર તરીકે પણ હંમેશા યાદ કરવામાં આવે છે. તે ટેસ્ટમાં સતત 131 બોલમાં એક પણ રન ન આપવાની કીર્તિમાન રાખે છે. બાપુ નાડકર્ણીએ 56 વર્ષ પહેલા 12 જાન્યુઆરીએ આ કારનામો કર્યો હતો. બાપુ 4 એપ્રિલએ પોતાના 87મોં જન્મદિવસ મનાવશે.

બાપુએ અંગ્રેજોને રન માટે તરસાવ્યું હતું.

બાપુએ પોતાની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગની દ્વારા 1964 માં મદ્રાસ નહેરુ સ્ટેડિયમમાં અંગ્રેજોને રન માટે તરસાવ્યાં હતા. અહીં રમવામાં આવેલ ટેસ્ટ મેચ દરમિયાન તેમણે એક પછી એક 131 બોલ ફેંકી, જેના પર એક પણ રન બનાવી શકી નહિ. આ ઇનિંગ્સમાં તેમને કુલ 32 ઓવર માં 27 મેડન ફેંક્યા, જેમાં સતત 21 મેડન ઓવર હતી. અને 5 રન જ આપ્યા હતા. તેમની બોલિંગ વિશ્લેષણ રહ્યું 32-27-5-0

મદ્રાસ ટેસ્ટ : બાપુ નાગકર્ણીના ચાર સ્પેલ

પહેલા સ્પેલ : 3-3-0-0

બીજો સ્પેલ : 7-5-2-0

ત્રીજો સ્પેલ : 19-18-1-0

ચોથો સ્પેલ : 3-1-2-0

તેમની ચકિત કરી દેનારી ખાસિયત

તે નેટ્સ પર સિક્કો રાખીને બોલિંગ કરતા હતા. તેમના ડાબા હાથની ફીરકી એટલી સીધી હતી કે બોલ ત્યાં જ પડતી હતી. ટેસ્ટ કરિયરમાં બાપુની 1.67 રન પ્રતિ ઓવરની ઈકોનોમી રહી. બાપુ 41 ટેસ્ટ રમ્યા, 9165 બોલમાં 2559 રન આપ્યા અને 88 વિકેટ લીધા.

બેટ્સમેન અને ફિલ્ડિંગ પણ ગજબનું

ક્રિકેટના દરેક ડિપાર્ટમેન્ટમાં માહિર બાપુ ન ફક્ત પોતાના સ્પિનથી બેસ્ટમેનને બાંધ્યું પણ તેમની બેટિંગ પણ ગજબની હતી. તે એક હિંમતી ફિલ્ડર પણ હતા. જે ફિલ્ડ પર બેટ્સમેનના સામે પણ ઉભા રહ્યા હતા. બાપુ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1963-64 સિરીઝમાં કાનપુરમાં નાબાદ 122 રનની પારી રમીની ભારતન હારથી બચાવ્યું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.