આ ભૂલો જેના કારણે ઘરમાં થાય છે, દરિદ્રતાનો વાસ.

જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ અને ચંદ્રને સ્ત્રી કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ અને ચંદ્રની પૂજા કરવાથી મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શુક્ર અને ચંદ્રની પ્રસન્નતા માટે ઘરમાં કાળા અને વાદળી રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. પોતાના ઘરમાં દક્ષીણ પૂર્વ ભાગમાં રસોઈ જરૂર બનાવો. દરરોજ રસોડામાં કામ કરતા પહેલા ઘરની મહિલાઓ ઘરની એ દિશામાં એક દીવડો જરૂર પ્રગટાવો. ત્યાર પછી જ રસોડાના કામની શરુઆત કરો.

ઘરની મહિલાઓ રસોડામાં સ્નાન કર્યા વગર કોઈપણ કામ ન કરે. હંમેશા પોતાના રસોડામાં માં અન્નપૂર્ણાનો ફોટો જરૂર સ્થાપિત કરો. જયારે પણ કામ શરુ કરો ત્યારે સૌથી પહેલા માં અન્નપૂર્ણાના દર્શન કરો. એમ કરવાથી ઘરના તમામ લોકો સ્વસ્થ રહેશે, અને ભોજન પણ સ્વાદિષ્ટ બનશે. અને સાથે સાથે ભગવાન લક્ષ્મીનારાયણજીની કૃપા જરૂર પ્રાપ્ત થશે.

કઈ છે એ નાની નાની ભૂલો :

જે ઘરમાં મહિલાઓનું સમ્માન થતું નથી, ત્યાં શુક્ર અને ચંદ્રની અશુભતાને કારણે ઘરમાં ગરીબીનો વાસ થાય છે.

ઘરના દક્ષીણ પૂર્વ ખૂણામાં એટલે આગ્નેય ખૂણામાં પાણી ભરેલું રાખવાથી ત્યાં વાસ્તુ દોષ ઉભો થાય છે. જેનાથી ઘરમાં હંમેશા માટે ગરીબીનો વાસ થઇ જાય છે.

દરરોજ રાત્રે મોડી રાત સુધી જાગવું અને સવારે મોડેથી ઉઠવાથી પણ શની અને ચંદ્રના દુષ્પ્રભાવ આવવાને કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે.

ઘરમાં નાની નાની વાતો ઉપર અંદરો અંદર થતા ઝગડાને કારણે પણ ઘરની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થવા લાગે છે.

ઘરમાં આમ તેમ ગંદા કપડાનું હોવું અને તૂટલી ફૂટેલી વસ્તુ ભેગી કરીને રાખવાથી પણ માં લક્ષ્મી નારાજ થાય છે.

ખાસ કરીને તમારી પત્નીનું સમ્માન ન કરવાથી માં લક્ષ્મી તમારા ઘરનો રસ્તો જ ભૂલી જાય છે, અને તમારે ધન માટે આમ તેમ ભટકવું પડે છે.

લક્ષ્મીનારાયણજીને પ્રસન્ન કરવાના ઉપાય :

સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરો.

ત્યારબાદ ઘઉંના લોટનો એક દીવડો બનાવો.

એ દીવડામાં સૂતરનું કોકડાની વાટ સાથે દેશી ઘી અને દેશી કપૂર રાખો.

ત્યારબાદ શ્રી લક્ષ્મીનારાયણજી સામે આ દીવડો પ્રગટાવો.

ॐ ह्रीं श्रीं महालक्ष्मये નમઃ મંત્રનો ૧૦૮ વખત લાલ આસન ઉપર બેસીને પાઠ કરો.

આ કામ માટે તમારું મોઢું ઉત્તર દિશા તરફ રાખો, અને કરોડરજ્જુના હાડકાને સીધું રાખો.

શ્રી લક્ષ્મીનારાયણજી પાસે તમારા ઘરમાં અન્ન, ધન અને બરકત માટે પ્રાર્થના કરો.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો મહામંત્ર :

શુક્લ પક્ષને શુક્રવારના દિવસે સાંજના સમયે સ્નાન કરીને એક લાલ આસન ઉપર બેસો, અને તમારું મોઢું ઉત્તર દિશા કે પૂર્વ દિશા તરફ રાખો.

હવે તમારી સામે સવા મીટરનું લાલ કાપડ પાથરીને તેની ઉપર લક્ષ્મીનારાયણજીનો ફોટો સ્થાપિત કરો. અને એની સામે ગાયના ઘી નો દીવડો પ્રગટાવો.

પછી એક શુદ્ધ સ્ફટિકની માળાથી ॐ दारिद्रध्वंसनी नमः મંત્રનો પાંચ વાર જાપ કરો.

જાપ કર્યા પછી ભગવાન લક્ષ્મીનારાયણને ગુલાબનું અત્તર અર્પણ કરો અને તે અત્તરનો દરરોજ ઉપયોગ કરો.

તેમજ જરૂરિયાતમંદ લોકોને આખા ચોખાની ખીર જરૂર વહેંચો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.