આ બ્રહ્માંડમાં એકલા નથી આપણે, કોઈ છે જેમણે આપણને શોધી લીધા અને આપણાથી અત્યાર સુધી છુપાયેલા છે.

નવી દિલ્હી જાગરણ સ્પેશ્યલ. બ્રહ્માંડમાં આપણે એકલા છીએ એવું વિચારવું લગભગ આપણા મગજનો વહેમ હોઈ શકે છે. એવું કહેવાના ઘણા કારણ છે. કદાચ કોઈ એવા પણ છે, જેણે કદાચ આપણેને શોધી લીધા છે અને જે આપણાથી હજુ અજાણ છે. સૌથી પહેલા અને સૌથી મોટું કારણ તો એ છે કે ઘણી વખત આવા પ્રકારની વસ્તુ આકાશમાં જોવા મળે છે. જેનો સંબંધ પૃથ્વી સાથે નથી રહેતો.

તે ઉપરાંત આ મહિનામાં ચીનના સૌથી મોટા ટેલીસ્કોપે પણ ઊંડા બ્રહ્માંડ માંથી આવેલા થોડા વિચિત્ર સિગ્નલની જાણકારી આપી દીધી હતી. આમ તો આ બધી વાતો ઉપર વૈજ્ઞાનિક ઊંડી શોધ કરી રહ્યા છે, પરંતુ આ બધી વાતોને માનીએ છીએ કે આપણે આ બ્રહ્માંડમાં એકલા નથી.

ડીસેમ્બર ૨૦૧૭ અને માર્ચ ૨૦૧૮માં ન્યુયોર્ક ટાઈમ્સે ત્રણ વિડીયો બહાર પાડ્યો હતો. આ વિડીયોનો સંબંધ પણ તે અપરિચિત વસ્તુ સાથે હતો. આ વિડીયોમાં યુએસ નેવી પાયલટે દુર આકાશમાં થોડી વિચિત્ર એવી વસ્તુ ઉડતા જોઈ હતી. તેની સ્પીડ એટલી હતી કે તેનો પીછો કરી શકવું અશક્ય હતું.

તેમ છતાં પણ હવામાં ઉડતી અજાણી વસ્તુમાં ન તો કોઈ પણ પ્રકારના ફયુલ કે બળવા, ન એન્જીન હોવું, ન તેમાં વિંગ્સ હોવાની વાત પણ સામે આવી હતી. આ કોઈ હાઈટેક ડ્રોન હતું કે કાંઈ બીજી વસ્તુ તેના પાયલટનો પણ અંદાઝ ન હતો. તેના વિષે ન તો ક્યારેય નેવીના ઈંટેલીજેન્સ અને ન તો અમેરિકી ખાનગી વિભાગે ક્યારેય કોઈ સ્ટેટમેંટ બહાર પાડ્યું.

પરંતુ, હાલમાં જ એક ઈંટેલીજેંસી સમાચાર વેબસાઈટ બ્લેક વોલ્ટે ડેપ્યુટી ચીફ ઓફ નેવી ઓપરેશન્સ ફોર ઇન્ફોર્મેશન વારફેયરના પ્રવક્તાએ માન્યું કે નેવીએ આ ત્રણ વિડીયોમાં દેખાડવામાં આવેલી વિચિત્ર એવી વસ્તુને એક ક્રાફ્ટ કે અનઆઈડેંટીફાઈ એરિયલ ફીનોમીના તરીકે લીધું છે.

તેનો સીધો અર્થ છે કે આકાશમાં જે વસ્તુ જે આ ત્રણ વિડીયોમાં દેખાડવામાં આવી તે સાચી હતી. જે પ્રકારની થોડી આવી વસ્તુ જોવા મળી હતી. મિલેટ્રી ટ્રેનીંગ એયરસ્પેસમાં કોઈ પણ પ્રકારના બીજા વિમાન, ડ્રોન કે બીજી વસ્તુનું ઉડવા ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

આમ તો જે સમયે આવા પ્રકારની કોઈ અજાણી વસ્તુ કે યુએફઓનું આ આકાશમાં જોવા મળવાની વાત સામે આવી હતી. તે સમયે પણ તેને લઈને કોઈ સ્ટેટમેંટ બહાર પાડવામાં આવ્યા ન હતા. જે ત્રણ વિડીયોના રીલીઝ કરવાની વાત સામે આવી છે. તેને પહેલા રીલીઝ કરવા માટે પેંટાગનના એક પૂર્વ અધિકારીએ સરકાર અને સુરક્ષા વિભાગ પાસે પરવાનગી માગી હતી.

તેનો હેતુ આ વિડીયોઝને દુનિયાના બીજા દેશોની સરકારોને મોકલવો હતો. જેનાથી તેમના પણ ડેટાબેસમાં આ પ્રકારની ઘટના અને આંકડા નોંધી શકે. ૨૦૦૪માં જોવા મળેલા યુએફઓની વાત કરીએ તો તે અચાનક લગભગ ૮૦,૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર અચાનકથી આકાશમાં જોવા મળ્યું હતું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલમાંથી અનુવાદ કરી લીધેલ છે.