આ છે બિહારની 10 સૌથી સુંદર અભિનેત્રીઓ, સુંદરતામાં બોલીવુડ હિરોઈનો પર પડે છે ભારે

આજે અમે તમને ઇન્ડિયન ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની દુનિયામાં કામ કરવા વાળી સુંદર અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે બિહાર રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. અમને આશા છે કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવશે, આવો જોઈએ સુંદરીઓની એક ઝલક.

નેહા શર્મા

નેહા શર્માનો જન્મ બિહારના ભાગલપુર શહેરમાં થયો હતો, નેહાએ પોતાની કારકિર્દીની શરુઆત મહેશ ભટ્ટ કેંપની ફિલ્મથી કરી હતી. પરંતુ નેહા શર્માને બીજી ફિલ્મ માટે ઘણો લાંબા સમયની રાહ જોવી પડી. નેહા શર્માને ‘ક્યા સુપર ફૂલ હે હમ’ ફિલ્મ પછી ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને હિરોઈન તરીકે ઓળખાણ મળી.

શિલ્પા શુંક્લા

શિલ્પા શુક્લા પહેલી વખત શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઇંડિયા’ માં જોવા મળી હતી. શિલ્પાનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ બિહારના વૈશાલી રાજ્યમાં થયો હતો. નેહાએ દિલ્હી યુનીવર્સીટી માંથી ગ્રેજયુએશન અને માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી થીએટર અને દુરદર્શનની થોડી સીરીયલોમાં કામ કર્યું. ૧૬ વર્ષની ઉંમરમાં જ શિલ્પાએ મોડલિંગ કરવાનું શરુ કરી દીધું હતું.

શ્રુતિ ઝા

સાદગી ભરેલા અંદાઝ અને ભોળી એવી અદાઓ સાથે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનારી શ્રુતિ ઝા આજકાલ નાના પડદાનો પ્રસિદ્ધ ચહેરો બની ગઈ છે. શ્રુતિ ઝાનો જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૬માં બિહારના બેગુસરાય શહેરમાં થયો હતો. શ્રુતિ ઝા એ પોતાના અભિનય કારકિર્દીની શરુઆત ૨૦૦૭માં ડિઝની ઇંડિયાની ટીવી સીરિઝ ‘ધૂમ મચાયે ધૂમ’થી પોતાના અભિનયની શરુઆત કરી હતી. ૨૦૧૪માં આવેલી ‘કુમકુમ ભાગ્ય’ સીરીયલથી શ્રુતિ ઝાને એક નવી ઓળખ મળી.

નીતુ ચંદ્રા

નીતુ ચંદ્રાએ ફિલ્મ ‘ગરમ મસાલા’ માં સ્વીટીનું પાત્ર ભજવીને લોકો વચ્ચે પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું. ‘ગરમ મસાલા’ ફિલ્મના સુપરહિટ થવાથી અભિનેત્રી નીતુએ ‘ટ્રાફિક સિગ્નલ’, ‘રન’ અને ‘નો પ્રોબ્લેમ’ જેવી ફિલ્મોના પણ કામ કર્યું. ત્યાર પછી નીતુ ચંદ્રાએ સાઉથની ફિલ્મો તરફ જતી રહી હતી. તે પણ બિહારની છે.

રતન રાજપૂત

રતન રાજપૂત મૂળ બિહારના વસંતપુરના બેરી ગામની રહેવાસી છે. ૨૦ એપ્રિલ ૧૯૮૭ના રોજ રતન રાજપૂતનો જન્મ થયો હતો. ૨૦૦૯માં ઝી ટીવી ઉપર પ્રસારિત થયેલી સીરીયલ ‘અગલે જન્મ મોહે બેટીયા હી કીજો’ માં કામ કર્યા પછી રતન રાજપૂતે એક નવી ઓળખ ઉભી કરી. આ સીરીયલમાં રતને લાલીનું પાત્ર ભજવ્યું હતું. થોડા દિવસો પહેલા રતન ‘સંતોષી માં’ સીરીયલમાં પણ જોવા મળી હતી.

છવી પાંડે

છવી પાંડે પટનાની રહેવાસી છે. છવીએ પોતાની શરૂઆતનો અભ્યાસ પટનાના સેંટ જોસેફ કોન્વેન્ટમાંથી પૂરો કર્યો. ત્યાર પછી છવીએ મગધ મહિલા કોલેજ માંથી ગ્રેજયુઈશન પૂરું કર્યું. છવી એક સારી ગાયક પણ છે. છવીની સિંગીંગથી લાલુ પ્રસાદ યાદવ એટલા પ્રભાવિત થયા કે તેમણે છવીને સરકારી નોકરી અપાવી દીધી. છવીના પિતા છવીને ગાયિકા બનાવવા માંગતા હતા પણ નસીબે છવીને હિરોઈન બનાવી દીધી.

સંદલી સિન્હા

સંદલી સિન્હાએ પોતાના જોરદાર અભિનય માસુમ આંખો અને હાસ્યથી લોકોના દિલોમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવી લીધું. તેમણે પહેલી વખત ‘તુમ બિન’ ફિલ્મમાં કામ કર્યું હતું. સંદલી સિન્હાનો જન્મ મુઝફરપુરમાં થયો હતો. ‘તુમ બિન’ ફિલ્મ હીટ થયા પછી સંદલીની કારકિર્દીને કાંઈ વિશેષ સફળતા ન મળી શકી. આજના સમયમાં સંદલી બિઝનેસ સંભાળી રહી છે.

આયશા શર્મા

આયશા શર્મા હજુ સુધી ‘તુમ બિન ૨’ ઉપરાંત બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ અભિનેત્રી નેહા શર્માની બહેન છે. આજકાલ આયશા શર્મા મોડલિંગ કરી રહી છે. આયશાના પિતાનું નામ અજીત શર્મા છે અને તે બિહારના ઘણા મોટા નેતા છે.

શિલ્પા સિંહ

શિલ્પા સિંહ બિહારના સમસ્તીપુર જીલ્લાની રહેવાસી છે. તેણે વર્ષ ૨૦૧૨માં મિસ યુનિવર્સ હરીફાઈમાં ભાગ લીધો હતો, જેમાં તે ટોપ ૧૬ સુધી પહોચી હતી, આજકાલ શિલ્પા ઇન્ફોસિસ કંપનીમાં કામ કરી રહી છે અને સાથે જ સુષ્મિતા સેન સાથે એક હેલ્થ પ્રોજેક્ટ ઉપર પણ કામ કરી રહી છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા શત્રુઘ્ન સિંહાની દીકરી છે. તે પોતે પણ ઘણી જ પ્રસિદ્ધ હિરોઈન છે. તેમણે અત્યાર સુધી એકથી એક ચઢીયાતી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. સોનાક્ષી બિહારના પટના શહેરની રહેવાસી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.