તો આ છે ડોક્ટરની ગંદી હેન્ડ રાઇટિંગ નું કારણ, જેનાથી લોકો રહે છે પરેશાન જાણો ઉપાય

 

એકવાર એક ગામડા ના કાકા સરનામું લખેલી પર્ચી લઇ ને સરનામું પૂછતા તા લોકો ને એ વનચતુ નોતું એટલે કોઈએ કીધું કે મેડિકલ વાળા ને વંચાવો એ બધું ઉકેલી દેશે કાકા મેડિકલ વાળા ને પર્ચી બતાવી તો મેડિકલ વાળો સીધું કે છે લો કાકા આ દવા 200 રૂપિયા આપો ઓલા કાકા કે છે આ સરનામું છે ટોપા આ દવા નું કાગળ નહિ……. આ તો થઇ મજાક ની વાત પણ ચાલો જાણીયે ડોક્ટર ના ખરાબ અક્ષર નું કારણ

જીવનમાં આપણા બધાનું ક્યારેને ક્યારે ડોકટરના દવાખાના ચક્કર ખાવા પડે છે, સાથે તેમના ગન્દા લખાણથી, જયારે આપણે બીમાર હોય ત્યારે ડોક્ટરની પાસે જવું પડે છે તો એ મૌખિક સૂચનાઓ સાથે દવાઓ માટે પ્રિસ્ક્રિપશન લખે છે અને આ પ્રિસ્ક્રિપશન હમેશા જ બહુ અલગ હેન્ડરાઈટિંગમાં લખ્યું હોય છે જેને જોઈને આ ખ્યાલ આવે છે કે આટલા ભણેલા ડોકટર ની હેન્ડરાઈટિંગ આટલી ખરાબ કેમ હોય છે. જો તમારા મનમાં પણ આ ખ્યાલ આવે છે તો ચાલો આજે અમે તમને આનું સાચું કારણ જણાવી દઈએ.

સામાન્ય માણસ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપશન વાંચવાનું મુશ્કિલ છે. તે તો ખાલી કેમિસ્ટ વાળા અથવા તો કોઈ મીડીકલનો જાણકાર માણસ જ સમજી શકે છે. તમને જણાવી દઈએ કે આ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના મુજબ બધા ડોક્ટર્સ ને આ ગાઇડલાઇન આપવામાં આવી છે કે તેમને પોતાના પ્રિસ્ક્રિપશન સ્પષ્ટ અને કેપિટલ લેટર્સ માં લખવું પડશે અને સાથે જ ડોક્ટરને પોતાના દરેક દર્દીને પ્રિસ્ક્રિપશન પુરી રીતે સમજાવવું પડશે કે કઈ દવા કઈ બીમારી માટે છે અને તેનું નામ શું છે. પણ આ કામ વધારે ડોક્ટર્સ કરતા નથી અને તેમનું લખેલું પ્રિસ્ક્રિપશન દર્દી માટે કોયડો બની જાય છે. (એટલે એજ ઉકેલ છે કે ડોક્ટર ને ગાઈડલાઈન સમજાવો)

ચાલો હમણાં આ કોયડા બનેલ પ્રિસ્ક્રિપશન અને ગંદી હેન્ડરાઈટિંગ નું કારણ જાણીએ. તાજેતરમાં જયારે એક મહિલા ડોક્ટરને આ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો કે ડોકટર બનતા પહેલા મેડિકલ સ્ટુડન્ટ ઘણી મેહનત કરે છે, કારણકે તેમને ઘણા ઓછા સમયમાં મોટી પરીક્ષા પુરી કરવી પડે છે અને આ કારણે તેમને જલ્દી લખવાની આદત પડી જાય છે અને તે ઘણી ઝડપથી લખવાના કારણે તેમની હેન્ડરાઈટિંગ ખરાબ થઇ જાય છે. જે સામાન્ય વ્યક્તિને ખબર પડતી નથી.

આની સાથે બીજો સવાલ એ ઉઠ્યો છે કે કેમિસ્ટ અને મેડિકલના જાણકાર કેવી રીતે ડોક્ટરની ખરાબ માં ખરાબ હેન્ડરાઈટિંગને સમજી જાય છે તો તેનો જવાબ એ છે કે વધારેપડતા ડોકટર જલ્દી લખવા માટે કેટલાક કોડ નો ઉપયોગ કરે છે અને મેડિકલ ભાષામાં આ કોડને કોઈ મેડિકલ નો જાણકાર જ સમજી શકે છે. કેમિસ્ટ વાળાને આ પ્રેક્ટિસ થઇ જાય છે કે આ કઈ દવાનું નામ છે અને તેને કેવી રીતે લખવામાં આવ્યું છે. આ કારણ છે કે જયારે તમે કોઈ કેમિસ્ટને પોતાનું પ્રિસ્ક્રિપશન બતાવો છો તો તે ઝડપથી તમારી દવાનું નામ વાંચીને તમને આપી દે છે.