આ છે સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની ગ્લેમરસ બહેન, સુંદરતામાં મોટી-મોટી હિરોઇનોને આપે છે માત

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ઋષભ પંત ટીમ ઇંડિયાના સ્ટાર વિકેટ કીપર અને બેટ્સમેન છે. ઓછા સમયમાં ઋષભ પંતે ઘર ઘરમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. ઋષભ પંત ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. લોકો તો એવું પણ કહેવા લાગ્યા છે કે ઋષભ પંત આવનાર સમયમાં મહેન્દ્ર સિંહ ધોની બની શકે છે, ઘણી જ નાની ઉંમરમાં ઋષભ પંતે સફળતા પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ પંતના જણાવ્યા મુજબ તો તેને આ સ્થાન ઉપર પહોચાડવા માટે તેની બહેનનો ઘણો મોટો હાથ રહેલો છે.

ઋષભ પંતની એક અતિસુંદર બહેન છે જેનું નામ સાક્ષી પંત છે. સાક્ષી દેખાવમાં કોઈ પણ બોલીવુડની હિરોઈનથી પાછી પડે તેવી નથી. સાક્ષી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. વધારે ફેમસ ન હોવા છતાં પણ સાક્ષીના ઈંસ્ટાગ્રામ ઉપર હજારો ફોલોઅર્સ છે.

૧૯ કિલો ઘટાડ્યું વજન

હાલમાં જ સાક્ષી પોતાનું ૧૯ કિલો વજન ઘટાડવાને લઈને ચર્ચામાં આવી હતી. માત્ર ૭ મહિનામાં સાક્ષીએ પોતાનું ૧૯ કિલો વજન ઓછું કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાનો એક વજન ઓછો કર્યા પહેલાનો અને પછીનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે કેપ્શન આપ્યું હતું. જર્ની ફ્રોમ કેટ ટુ ફીટ.

સાથે જ તેમણે લખ્યું, હું નથી કરી શકતી એવી ધારણા મનમાંથી કાઢી નાખો, કેમ કે તમે બધું જ કરી શકો છો, આજની આ પોસ્ટમાં અમે તમારા માટે સાક્ષીના થોડા ગ્લેમરસ ફોટા લઈને આવ્યા છીએ. તમે પણ જુવો સાક્ષી પોતાના આ નવા અવતારમાં કેટલી ગ્લેમરસ દેખાય છે.

જુવો ફોટા :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.