આ છે તે બધા દેશ જ્યાં જશો તો તમારો પગાર પણ થશે ઓછામાં ઓછો 15 લાખ રૂપિયા.

ભારતમાં બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે, અને કામ મળી પણ જાય તો તમને તેમના કામ કરતા ઓછો જ પગાર આપવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો વધારે પૈસા કમાવવા માટે વિદેશ નોકરી કરવા માટે નીકળી પડે છે. પણ તેમને ખબર હોતી નથી કે તમને કયા દેશમાં સૌથી વધારે આવક મેળવી શકે છે. એટલા માટે આજે અમે તમને દુનિયાના એવા દેશો વિષે જણાવવાનાં છીએ, જ્યાં તમારા કામ કરવાથી સ્થિતિ સારી હોય અને કામ અનુસાર પગાર આપવામાં આવે.

ચાલો જાણી લઈએ એવા દુનિયાનાં કયા દેશ છે, જે તમને આપણા ભારત કરતા વધારે આવક આપી શકે છે.

આખી દુનિયામાં આ એક જ એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે પગાર આપવામાં આવે છે. અહીંયા કામ કરનારા કર્મચારીને ફક્ત એક કલાકના 730 રૂપિયા આપવામાં આવે છે.

કેનેડા :

દુનિયામાં જો સૌથી વધારે તેલ ઉત્પાદન કરે છે તે છે કેનેડા. કેનેડાની પાસે ઝીંક, યુરેનિયમ, ગોલ્ડ, નિકેલ, એલ્યુમિનિયમનો પણ મોટો ભંડાર છે. કેનેડામાં ટેક્સ કાપ્યા પછી તમારો સરેરાશ વાર્ષિક પગાર 11 લાખ 17 હજાર હોય છે, અને તમારે આ દેશમાં ફક્ત અઠવાડિયામાં 40 કલાક કામ કરવાનું રહે છે.

સ્વિત્ઝરલેન્ડ :

સ્વિત્ઝરલેન્ડને દુનિયાનો સૌથી પૈસાદાર દેશ માનવામાં આવે છે. આ દેશ સરકારી પારદર્શિકા, જીવનની ગુણવત્તા, આર્થિક અને માનવ વિકાસ માટે જાણીતો છે. સ્વિત્ઝરલેન્ડમાં એક વ્યક્તિની સરેરાશ ઇનકમ 33,491 સ્વિસ ફ્રેન્ક છે. સાથે ત્યાં અઠવાડિયામાં કામ કરવાનો સમય પણ નક્કી કરેલો છે, અને ત્યાં કામ કરવા વાળાને મહત્તમ 35 કલાક જ અઠવાડિયામાં કામ કરવું પડે છે. આ હિસાબથી એક વર્ષમાં તમે અહીંયા ઓછામાં ઓછા 23 લાખ રૂપિયા કમાઈ શકો છો.

ઓસ્ટ્રિયા :

કોઈ દેશને પોતાના લોકોને કેટલું મહત્વ આપવું જોઈએ, આનું સૌથી સારું ઉદાહરણ ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયામાં ઉચ્ચ સ્તરની ઈંડસ્ટ્રી કામ કરે છે. ઓસ્ટ્રિયામાં લોકો ટેક્સ કપાયા પછી વાર્ષિક સરેરાશ 31,173 ડોલર કમાઈ લે છે. ઓસ્ટ્રિયામાં પણ ટેક્સ અને સોસીયલ સિક્યોરિટી કોનટ્રીબ્યુશન માટે 49.4 ટકા ટેક્સ આપવો પડે છે.

ટેક્સ આપ્યા પછી પણ તમે અહીંયા એક વર્ષમાં 24 લાખ રૂપિયા કમાઈ શકો છો.

નેઘરલેન્ડ :

આ દેશમાં તમને વાર્ષિક પગાર લગભગ 14 લાખ 77 હજાર મળી જાય છે. અને આ દેશમાં અઠવાડિયાના ફક્ત 48 કલાક કામ કરવાનું રહે છે. એટલે રવિવાર નહિ ગણવામાં આવે તો દિવસના ફક્ત 8 કલાક કામ કરવાથી તમે આટલા પૈસા કમાઈ લો છો.

ઓસ્ટ્રેલિયા :

ઓસ્ટ્રેલિયાને દુનિયામાં તેલ અને મિનરલનો સૌથી મોટો નિર્યાતક દેશ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં સરેરાશ એક વ્યક્તિ વાર્ષિક 22136 ઓસ્ટ્રેલિયન ડોલર પગાર મળે છે. આ પગાર 27.7 ટકા ટેક્સ કાપીને પછી મળે છે. ઓસ્ટ્રેલિયામાં દર અઠવાડિયે 38 કલાક કામ કરવું પડે છે. તમે એક વર્ષ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરીને ઓછામાં ઓછું 14 લાખ 61 લાખ રૂપિયા કમાઈ શકો છો.

બેલ્જીયમ :

આ દેશમાં તમે વાર્ષિક લગભગ 14 લાખ 8 હજાર રૂપિયા કમાઈ શકો છો. અને તમે આ દેશમાં અઠવાડિયામાં 40 કલાક કામ કરવું પડે છે.

જર્મની :

જર્મનીમાં સરેરાશ ઓછો પગાર એટલા માટે મળે છે, કારણ કે જર્મનીના લોકો પોતાના પગાર માંથી 49.8 ટકા ટેક્સ આપે છે. આખા યુરોપમાં જર્મની સૌથી શક્તિશાળી દેશો માંથી એક છે. તમારે જર્મનીમાં અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનું રહે છે. જર્મનીમાં સરેરાશ વાર્ષિક પગાર 31,252 યુરો છે. તેમ છતાં ત્યાં વાર્ષિક 25 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

ન્યુઝીલેન્ડ :

ન્યુઝીલેન્ડમાં તમે વાર્ષિક પગાર 12 લાખ 87 હજાર ઓછામાં ઓછા મળી રહે છે. અને આ દેશમાં તમારે અઠવાડિયામાં 40 કલાક કામ કરવાનું રહે છે.

નોર્વે :

નોર્વે દુનિયાના સૌથી અમિર દેશો માંથી એક માનવામાં આવે છે. આનું મુખ્ય કારણે તેમની પાસે રહેલ નેચરલ રીસોર્સેજ છે. નોર્વેમાં તેલ, હાઈડ્રોપાવર, ફિશિંગ અને મિનરલ વધારે માત્રામાં જોવા મળે છે. નોર્વેમાં લોકોને જે પગાર મળે છે, તેનો 37 ટકા ટેક્સ કાપી લેવામાં આવે છે. તેના પછી તેમને વાર્ષિક લગભગ 33,492 નાર્વે પગાર મળે છે. આના સિવાય અહીંયા ઓવરટાઈમ કામ કરવા પર અલગથી પૈસા આપવામાં આવે છે.

ભારતના હિસાબથી જોવા જાય તો એક વર્ષમાં ટેક્સ કાપીને 27 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

આયર્લેન્ડ :

આયર્લેન્ડમાં તમને વાર્ષિક ન્યુનતમ પગાર લગભગ 12 લાખ 60 હજાર રૂપિયા મળી જશે અને આયર્લેન્ડમાં તમારે અઠવાડિયામાં 46 કલાક કામ કરવાનું છે.

અમેરિકા :

દુનિયામાં સૌથી વધારે પગાર આપનારો દેશ અમેરિકા છે તે સૌથી ઉપર છે. અમેરિકામાં 31.6 ટકા ટેક્સ આપ્યા પછી એક વ્યક્તિને આખા વર્ષમાં ઓછામાં ઓછા 41,355 ડોલર પગાર મળી જાય છે, એટલે તમે અમેરિકામાં નાનામાં નાનું કામ પણ કરશો તો તમે એક વર્ષમાં 26 લાખ રૂપિયાથી વધારે કમાઈ શકો છો.

યુ.કે :

યુ.કેમાં લગભગ 11 લાખ 70 હજાર જેવો વાર્ષિક પગાર મળી રહે છે. યુ.કેમાં અઠવાડિયામાં 40 કલાક જ કામ કરવાનું રહે છે.

ફ્રાન્સ :

ફ્રાન્સમાં તમને 13 લાખ 60 હજાર રૂપિયા ઓછામાં ઓછા વાર્ષિક મળી રહે છે, અને ત્યાં અઠવાડિયાના 35 કલાક કામ કરવાનું રહે છે.

લગ્જમબર્ગ :

આ લિસ્ટમાં બીજો નંબર આવે છે લકજમબર્ગ. લકજમબર્ગને આખા યુરોપમાં આર્થિક કેન્દ્રના રૂપમાં જાણવામાં આવે છે. લકજમબર્ગને આખા યુરોપમાં સ્ટીલ ઉપલબ્ધ કરાવા માટે ઓળખાય છે. આ દેશમાં તમારે અઠવાડિયાના 40 કલાક કામ કરવાનું રહશે. લગ્જમબર્ગમાં એક વ્યક્તિને 38,951 યુરો વાર્ષિક પગાર તરીકે આપવામાં આવે છે.

આ પગાર વ્યક્તિને ત્યારે આપવામાં આવે છે, જયારે મૂળ પગાર માંથી 37.7 ટકા ટેક્સ કાપી લેવામાં આવે. એટલે એક વર્ષમાં તમે લગભગ 16 લાખ રૂપિયા કમાઈ શકો છો.