અમદાવાદનાં વર્ષાબેનની પાણી પૂરી છે ખૂબજ સ્વાદિષ્ટ, અને ચોખ્ખાઈ એકદમ ઘર જેવી

જેમ વર્ષાઋતુ મા વર્ષાની રાહ જોવાય તેમ પાણીપૂરી ના આશિકો વર્ષાબેન ની પાણીપૂરી ની રાહ જોવે પાણીપૂરી નુ નામ પડેને મોમા પાણી આવે એનુ નામ ગુજરાતી, એમાય વર્ષાબેનની પાણીપૂરી ની તો વાત જ અલગ છે.

સૌથી ઉત્તમ વાત, એક મહિલા આવી રીતે પોતાની આવડત ને આવી સારી રીતે ઉપયોગ કરીને એમાથી આવક ઊભી કરીને પોતાની જરુરીયાત પૂરી કરે છે .

પાણીપુરી ની લારી જોાતા જ પાણીપૂરી ખાવાનુ મન થઇ જાય તેવુ વાતાવરણ છે આ લારીનુ. વર્ષાબેન ની લારી પર દરેક વસ્તુ ની ચોખ્ખાઇ લાજવાબ છે એકદમ હાઇજેનિક સ્ટાઇલ થી પાણીપૂરી નુ વેચાણ કરે છે .અલગ અલગ જાતના પાણી બનાવે છે અને ગ્નાહકો ને સંતોષે છે.

પોતાનો જ બિઝનેશ ને પોતાની જ કમાણી થી મન કેટલુ સંતુષ્ઠ થાય છે તે વર્ષાબેન પૂરવાર કરી આપે છે.

શાયદ આ પહેલા મહિલા પાણીપૂરી વાળા હશે જેમને સાબિત કરી આપ્યૃ કે કોઇ કામ એવુ નથી કે મહિલા ના કરી શકે.

આ મોઘવારી ના જમાના મા લોકો ને હોટલ ના બિલ ના પોસાય એટલે લોકો સ્ટી્ટ ફૂડ વધારે પસંદ કરે છે એમાય ખાસ કરીને પાણીપૂરી તો લારી ની મજા જ અલગ હોય છે.

ભારત નાં શહેરો માં સ્ત્રીત ફૂડ માટે અલગ અલગ વાનગીયો જાણીતી છે. ભારત માં વિદેશી ખાણી પીણી  પીઝા, બર્ગર, જેવા બે પાંચ જ નામ છે જ્યારે ભારત નાં શહેરો નાં ગલીએ ગલીએ હજારો પ્રકાર ની ખાણીપીણી મળી રેસે.

ઈલિટ ક્લાસ નાં ગાંડા યો પીઝા બર્ગર સિવાય કાઈ ગણાવી સકસે નહિ જ્યારે ભારતીય ખાણીપીણી નાં નામ હણાવા બેસે તો  પાણીપુરી,સમોસા,વડાપાયું,ઈડલી સંભાર,ખમણ,આલુપુરી,ભજીયા(ભજીયા માં પણ કેટલીય વેરાઈટી), સેવુઉંસળ,ઉતપમાં, ઢોંસા,સેન્ડવીચ,ગાંઠીયા એમાય વણેલા ગાંઠિયા,દાબેલી, ફાફડા,દાળવડા,કુલ્ચા,પરોઠા,ભાજીપાંઉ, રગડા પેટીસ, ચાઈનીઝ ડિશ, ચાટ, ……. ખાલી નામ લખવા માં પીએચડી નાં પેપર જેટલું લખાઈ જાય એટલી ટેસ્ટી વાનગીયો છે. જેનાથી કરોડો લોકો ને રોજગાર પણ મળે છે.

ખાલી પાણીપુરી નું જ ટર્ન ઓવર ગણિયે તો રોજ નું કરોડો રૂપિયા માં જતું હશે જેનાથી કરોડો લોકો ને રોજગાર મળે છે આશા કરીયે સ્માર્ટ સીટી માં પણ આ માટે કોઈ રોક ટોક નહિ થાય. કારણ હજારો લોકો પોતાની મહેનત થી કમાતા હોય બીજા ને ખવડાવા ની સગવડ પુરી પાડતા હોય એમની રોજીરોટી પર કોઈ પણ પ્રકાર ની રોક ના લગાવી જોઈએ.

આવી રીતે લાખો કરોડો લોકોને રોજગારી પણ મળે છે .ગરીબ અને નિરક્ષર લોકો જાત મહેનત કરીને પોતાનુ ગુજરાન ચલાવી શકે છે મહિલા ઓ પોતાના બાળકો ને આવી રોજગારી થી સારી રીતે ભણાવી શકે ને આત્મનિભૅર બનાવી શકે.

વર્ષાબેન ની પાણી પૂરી લોકોને વિદેશ મા પણ મોમા પાણી લાવી દે છે .એનઆરઆઈ લોકો અમદાવાદ આવી ને પહેલા વર્ષાબેનની પાણીપૂરી ખાવાની લાલચ છોડી શકતા નથી.

પાણીપુરી બીજા રાજ્યો માં ક્યાંક ગોલગ્પ્પે નાં નામ થી ફેમશ છે. વિડીયો માં તમને સાંભળવા મળશે વર્ષાબેન ને પૂછવા માં આવ્યું કે તમે કેમ વર્ષાબેન ની પાણીપુરી એવું નામ નાં રાખ્યું તો એમને જણાવ્યું હતું કે મારે મારા નામ થી નહિ પણ કામ થી ફેમશ થવું હતું.

વર્ષા બેનની પાણીપુરી અમદાવાદ એડ્રેસ: મણીનગર, એલ જી બ્રીજની પાસે.

નીચેની વિડીયો માં ૨ મિનીટ પછી ગુજરાતીમાં વર્ષાબેનની પાણી પૂરી વિષે એમની પાસે જ સાંભળો.

વિડીયો : 1

વિડીયો : 2