આ છે બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર્સની પત્નીઓ, બધી સુંદર અને ટેલેન્ટેડ.

ફિલ્મોમાં હંમેશા હિરો અને હિરોઈનના ડાંસ જોઈ દર્શક પણ નાચવા લાગે છે. દર્શકોના પગ નથી અટકતા તેના ડાંસ સ્ટેપ જોઇને, અને ક્યારે ક્યારે તેના આ સ્ટેપ તેના સિગ્નેચર સ્ટેપ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો? જે કલાકારોના ડાંસ ઉપર તમે નાચો છો? તે કોઈ બીજાની આંગળીઓ ઉપર નાચે છે. બોલીવુડમાં એકથી એક ચડિયાતા કોરિયોગ્રાફર્સ છે, જેને તમે માત્ર જોયા હશે. તેના ફેમીલી બેકગ્રાઉંડ શું છે? તેમની પત્ની કોણ છે? અને તેના વિષે કદાચ માહિતગાર હો. આ છે બોલીવુડના પોપુલર કોરિયોગ્રાફર્સની પત્નીઓ, તેમાંથી કોઈને તમે નહિ જોઈ હોય.

આ છે બોલીવુડના પોપુલર કોરિયોગ્રાફર્સની પત્નીઓ :-

ફિલ્મોમાં ગીતોનું ઘણું મોટું યોગદાન હોય છે અને આ ગીતોને સરસ કરવાનું કામ ઉત્તમ ડાન્સર કરે છે. આ ઉત્તમ ડાંસ દ્વારા જ આપણા હીરો અને હિરોઈન ડાંસ કરી શકે છે. તો તમારે પણ જાણવું જોઈએ કે આ કોરિયોગ્રાફર્સની રીયલ લાઈફની હિરોઈન કોણ છે.

ગણેશ આચાર્ય :-

બોલીવુડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય જે એક ફેમસ કોરિયોગ્રાફર છે. તેની પત્નીનું નામ વિધિ આચાર્ય છે. તેમણે ફિલ્મ ‘હે બ્રો’ સાથે પ્રોડ્યુસ કરીને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, આ ફિલ્મને અજય ચંદોકે નિર્દેશિત કરી હતી. ગણેશ આચાર્ય ૯૦ના દશકથી લઈને હજુ સુધી ઘણી બોલીવુડ ફિલ્મોના લોકપ્રિય ગીતોમાં ડાંસ સ્ટેપ્સ આપું ચુક્યા છે.

હાલમાં જ તેમણે ફિલ્મ ‘બાજીરામ મસ્તાની’ માં ‘મલ્હારી’ અને ફિલ્મ ‘પદમાવત’ માં ‘ખલી-બલી’ ગીતને કોરિયોગ્રાફર કર્યું હતું. ગણેશ આચાર્યને ૬૧મો ફિલ્મફેયર એવોર્ડ માટે પણ નોમીનેટ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને તેમના કામ માટે ઘણા એવોર્ડ મળી ચુક્યા છે.

મુદસ્સર ખાન :-

મુદસ્સર ખાને ફિલ્મ જય હો અને બોડીગાર્ડ જેવી ફિલ્મો માટે કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. તેની પત્નીનું નામ અભીશ્રી સેન છે તે પણ એક કોરિયોગ્રાફર છે, પરંતુ હજુ સુધી તેને બોલીવુડમાં કોઈ બ્રેક નથી મળ્યો.

ગણેશ હેગડે :-

બોલીવુડના ફેમસ કોરીયોગ્રાફર્સમાં ગણેશ હેગડેનુ નામ આવે છે. તેમણે ઓસ્કાર એવોર્ડમાં જઈ ચુકેલી ફિલ્મ લગાનને કોરિયોગ્રાફ કર્યું હતું. ગણેશ હેગડેએ 5 જુન, ૨૦૧૧ના રોજ મુંબઈના સુનયના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. જેની સાથે ૬ વર્ષોથી રીલેશનશીપમાં હતા. સુનયના ધંધાથી સ્ટાઇલીસ્ટ અને ડિઝાઈનર છે અને પોતાના પતિના કપડા તે જ ડીઝાઈન કરે છે.

રીમો ડીસુજા :-

બોલીવુડના ફેમસ કોરિયોગ્રાફર રેમો ડીસુજા જેમણે ડાયરેકશન અને પ્રોડક્શનનું પણ કામ સંભાળ્યું. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત બેકગ્રાઉન્ડ કોરિયોગ્રાફર તરીકે કર્યું હતું. તેમણે ડાંસ+ શો બનાવ્યો છે અને તે ઉપરાંત પણ ફિલ્મોને પ્રોડ્યુસ કરે છે. તેમણે લીજેલ સાથે લગ્ન કર્યા હતા. જે ઇન્ગલો ઇન્ડિયન છે. લિજેલ એક ફેશન ડિઝાઈનર છે અને તેમણે ઘણા ટેલીવિઝન શો માટે ફેશન ડીઝાઈનીંગનું કામ કર્યું છે. લિજેલે ફેટ ટુ ફીટ થઇ ગઈ છે એટલે પહેલા લિજેલનું વજન ખુબ વધારે હતું પરતું તેણે હવે પોતાનું વજન ઓછું કરી લીધું છે. તે નવા લૂકમાં ખુબ સુંદર દેખાઈ રહી છે.

અહમદ ખાન :-

વર્ષ ૧૯૮૬માં આવેલી ફિલ્મ મિસ્ટર ઇંડિયામાં બાળ કલાકાર તરીકે અભિનય કરી ચુકેલા અમજદ ખાન ઇન્ડસ્ટ્રીના પોપુલર કોરિયોગ્રાફર છે. તેમણે શાયરા ખાન સાથે લગ્ન કર્યા. જે એક મોડલ છે. અમજદ ખાને ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે ગે ડીસમેં થી એક પહેલી લીલા અને પાઠશાલા રહેલી છે. અમજદ ખાનને ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવોર્ડ્સ મળી ચુક્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.