આ છે બોલીવુડના ટોપ 11 મેકઅપ આર્ટિસ્ટ, આમની ભારે મેકઅપ ફી સાંભળી ઘરે બોલાવવાની હિંમત નહિ થાય.

બોલીવુડ કલાકારોની સુંદરતા વધારવામાં મેકઅપ આર્ટીસ્ટનો ઘણો મોટો ફાળો હોય છે, પછી ભલે કોઈ ફિલ્મ હોય, જાહેરાત હોય, ઈવેંટ હોય કે લગ્ન જ કેમ ન હોય, તે મેકઅપ આર્ટીસ્ટ પોતાના હાથ માંથી એવો જાદુ ચલાવે છે કે ચુડેલ પણ સ્વર્ગની પરી દેખાવા લાગી જાય. પોતાના આ ટેલેન્ટ માટે બોલીવુડના મકઅપ આર્ટીસ્ટ ઘણી મોટી રકમ વસુલે છે.

મલ્લિકા ભટ્ટ :-

મલ્લિકા ભટ્ટ કરીના કપૂર, બિપાશા બસુ, મીરા ખાન અને શિલ્પા શેટ્ટી જેવા મોટા કલાકારોના મેકઅપ કરવા માટે જાણીતી છે. તે એક મેકઅપ સેશનના ૩૦ હજાર રૂપિયા વસુલ કરે છે, જયારે બ્રાઈડલ (દુલ્હન) મેકઅપ કરવો હોય તો ૧ લાખ રૂપિયા લે છે.

નર્મતા સોની :-

સેલીબ્રેટીઝના મેકઅપ કરવા માટે નર્મતા ઘણી ડીમાંડમાં રહે છે. નર્મતા લાઈટ પરંતુ સુંદર મેકઅપ કરવા માટે જાણીતી છે. તે સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, દીપિકા પાદુકોણ અને કાજોલ સુધીના મેકઅપ કરી ચુકી છે. તેના મેકઅપની ફી ૪૦ હજારથી શરુ થાય છે.

અનુ કૌશિક :-

અનુ દુનિયાની સૌથી સુંદર મહિલા એશ્વર્યા રાયનો મેકઅપ કરી ચુકી છે. તેની સાથે જ તે રાની મુખર્જી, દેના પેંટી અને સ્વરા ભાસ્કર જેવા કલાકારોના મેકઅપ પણ કરે છે. અનુ લગ્નના મેકઅપ માટે ૫૦ હજાર રૂપિયા જયારે પ્રીવેડિંગ મેકઅપના ૩૫ હજાર ચાર્જ કરે છે. જો તમે ડેસ્ટીનેશન વેડિંગ કરી રહ્યા છો, તો તે ચાર્જ ડબલ થાય છે.

કોરી વાલિયા :-

કોરી એક સેલીબ્રેટી મેકઅપ આર્ટીસ્ટ છે, જે પોતાના ફિલ્ડમાં ઘણા વધુ એક્સપર્ટ છે. તે પોતાના હાઈ ફેશન અને એડીટોરીયલ મેકઅપ લુક માટે ઓળખાય છે. તે દેશની સૌથી વધુ ડીમાંડમાં રહેતી બ્રાઈડલ મેકઅપ આર્ટીસ્ટ પણ છે. તે પોતાના મેકઅપના ૨૦ થી ૨૫ હજાર લે છે.

ક્લીન્ટ ફર્નાન્ડીસ :-

જયારે નો મેકઅપની વાત થાય છે, તો ક્લીન્ટથી સારું કોઈ નથી. તે એકદમ નેચરલ મેકઅપ કરવા માટે ઓળખાય છે. કંગના રનૌત, કટરીના કેફ અને માનુષી છીલ્લર જેવા કલાકારો તેની પાસે મેકઅપ કરાવી ચુક્યા છે. તે પોતાના મેકઅપના ૭૫ હજારથી ૧ લાખ ૫૦ હજાર રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

અંબિકા પિલ્લઈ :-

છેલ્લા ૨૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કલાકારોના મેકઅપ કરી રહેલી અંબિકા પોતાની ફિલ્ડની નિષ્ણાંત છે, તે ઘણા મોટા કલાકારોના મેકઅપ કરી ચુકી છે. તે કામના તે ૨૫થી ૪૦ હજાર રૂપિયા ફી લે છે.

પુનીત બી સૈની :-

પુનીત જ તે વ્યક્તિ છે, જેમણે અનુષ્કા શર્માના લગ્નમાં મેકઅપ કર્યો હતો. તે આલિયા ભટ્ટનો મેકઅપ પણ કરી ચુક્યા છે. આ સારા કામ માટે તે ૭૫ હજારથી ૧ લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

ડેનિયલ :-

ડેનિયલ જર્મનના રહેવાસી છે પરંતુ બોલીવુડમાં વર્તમાનમાં સૌથી વધુ ડીમાંડમાં રહેવા વાળા મેકઅપ આર્ટીસ્ટ છે. તેની મેકઅપની આખી ટીમ છે, જે ઉત્તમ કામ કરે છે. મુંબઈમાં તે ૭૫ હજાર ચાર્જ લે છે, જયારે શહેરની બહાર ૧ લાખ રૂપિયા લે છે.

સવલીન મનચંદા :-

સવલીન ઘણી જ લાઈટ અને હળવો એવો મેકઅપ વાળો લુક આપવાનો પ્રયાસ કરે છે. આ કામના તે ૫૦ હજારથી ૭૫ હજાર રૂપિયા લે છે.

મિક્કી કોન્ટ્રાકટર :-

મિક્કી એશ્વર્યા રાય માટે છેલ્લા ઘણા વર્ષોથી મેકઅપ કરતી આવી રહી છે. તે નો મેકઅપ લુક આપવામાં નિષ્ણાંત છે. તેની ફી ૨૫ હજારથી શરુ થાય છે.

ઓજસ રજની :-

છેલ્લા ૧૮ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી ઓજસ પોતાના કામની ઉસ્તાદ ખેલાડી છે. તેની ફી ૪૫ હજાર રૂપિયા છે. તે ઘણા મોટા કલાકારોના મેકઅપ કરી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.