આ છે દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ, જ્યાં એક વખતમાં જ થશે કેન્સરની ટ્યુમરનો ભુક્કો.

કેન્સરના દર્દીઓ માટે ખુશખબરી, ટૂંક સમયમાં જ દેશમાં શરૂ થાય છે. હેવી આયન રેડિયોથેરેપી, અમેરિકા દેશ પણ નથી આ તકનીક ઉપલબ્ધ

આપણા દેશની રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં વહેલી તકે જ જાપાની ટેકનીક હેઠળ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવશે અને આ ટેકનીકની મદદથી કેન્સરના દર્દીઓની સારવાર વગર કોઈ ઓપરેશનની હશે.

વર્ષ 2021 સુધીમાં આ ટેક્નોલૉજીમાં હરિયાણાના બાઢ્સા આવલા નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં આ ટેકનોલોજી આવી જશે. કેન્સરની ગાંઠ એકવારમાં સમાપ્ત કરવા વાળી આ ટેકનીક હજુ સુધી અમેરિકા દેશમાં ઉપલબ્ધ નથી. પરંતુ ટૂંક સમયમાં આ ભારતમાં ઉપલબ્ધ થવાની છે.

શું છે આ ટેકનીક :-

આ ટેકનીકનું નામ હેવી આયન રેડિયોથેરેપી છે અને આ એક પ્રોટોન થેરેપી છે. તેની મદદથી કેન્સરનાં દર્દીઓની ગાંઠ વગર ઓપરેશને દુર કરવામાં આવે છે. આ ખૂબ આધુનિક ટેકનીક છે. આ ટેકનીક ઑપરેશન કરતાં વધુ અસરકારક છે. હેવી આયન રેડિયોથેરેપીની મદદથી માત્ર કેન્સરની ગાંઠ ઉપર જ અસર થાય છે અને આ ગાંઠની આસપાસનો ભાગ એકદમ સારો રહે છે.

આ ટેકનીકનો ઉપયોગ કરતી વખતે રેડીએશન ગાંઠની બીજી બાજુ સુધી નથી જઈ શકતું અને માત્ર ગાંઠ વાળો ભાગ જ તેનાથી પ્રભાવિત થાય છે. ઓપરેશન પછી તેમાં દર્દીને સાજા થવામાં ઘણો સમય લાગે છે અને આ ટેકનીકની મદદથી દર્દી પાંચ અઠવાડિયાની અંદર સાજો થઇ જાય છે.

એનસીઆઈના ડિરેક્ટર ડો. જીકે રથ એ આ ટેકનીક વિશે મીડિયાને માહિતી આપી અને કહ્યું કે 2021 ના અંત સુધીમાં આ સેવા શરૂ થઇ જશે. ભારતે જાપાન દેશ સાથે આ ટેકનીકનો કરાર કરી લીધો છે અને ત્રણ વર્ષમાં આ સુવિધા સામાન્ય જનતા માટે ઉપલબ્ધ બનશે.

આપણા દેશના રાષ્ટ્રીય કેન્સર સંસ્થા (એનસીઆઇ) માં આ ટેકનીક આવી જવાથી આપણા દેશનું નામ તે મુખ્ય દેશોમાં સમાવેશ કરવામાં આવશે. જ્યાં આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી માત્ર ચાર જ એવા દેશો છે. જેની હોસ્પિટલોમાં હેવી આયન રેડિયોથેરેપી હેઠળ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ દેશ જાપાન, ચીન, ઇટલી અને જર્મની છે અને હવે ભારત પણ આ દેશોની યાદીમાં જોડાવા જઈ રહ્યો છે.

દરરોજ 60 દર્દીઓનું થઇ રહ્યું છે રજિસ્ટ્રેશન :-

રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનું ઉદઘાટન આ વર્ષે પી.એમ. મોદી દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં રોજના લગભગ 60 કેન્સરનાં દર્દીઓનું રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. પરંતુ હજુ સુધી આ હોસ્પિટલમાં ઓપરેશનની સુવિધા શરૂ થઈ શકી નથી. જેના કારણે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હમણાં દિલ્હીના એમ્મમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ હોસ્પિટલમાં બનાવવા અને આ હોસ્પિટલમાં રાખવામાં આવેલ મશીનો માટે સરકાર દ્વારા રૂ. 2,035 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં દિલ્હીમાં આવેલી એમ્સ જેવી બનાવવામાં આવેલ છે. આ હોસ્પિટલન શરૂ થવાથી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના લોકોને દિલ્હી આવીને પોતાની સારવાર કરાવવાની જરૂર નહિ પડે.

રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં હજુ સુધી 50 પથારીની સુવિધા જ શરૂ થઇ શકી છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આ હોસ્પિટલમાં 400 પથારીની વ્યવસ્થા થઇ જશે. ઈજજરની નજીક આવેલી આ હોસ્પિટલમાં દાખલ થવા વાળા દર્દી પાસે થી સામાન્ય રીતે ૧૦ રૂપિયા ફી તરીકે લેવામાં આવી રહી છે.