આ છે દુનિયાનું સૌથી મોટું મંદિર, જ્યાંની દીવાલો પર અંકિત છે રામાયણ અને મહાભારતની સ્ટોરીઓ

ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. અહિયાં ઘણા બધા મંદિરો રહેલા છે, જે પોતાની અંદર સંસ્કૃતિક અને ધાર્મિક વારસો જળવાયેલો છે અને આ મંદિરોમાં ફરવા અને દર્શન કરવા આખી દુનિયાના લોકો આવે છે. આ મંદિરોને જોવા માટે દેશ વિદેશ માંથી લોકો આવે છે. પણ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નથી. પરંતુ કંબોડિયામાં રહેલું છે.

કંબોડીયામાં રહેલા આ મંદિરનું નામ અંકોરવાટ છે. અંકોરવાટ નામનું આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે અહિયાં આ મંદિરમાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે. આ મંદિર પ્રત્યે લોકોની એટલી શ્રદ્ધા છે કે આખી દુનિયાના લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને અહીયાની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે.

કંબોડીયામાં રહેલા આ મંદિરનું નામ ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જોડવામાં આવ્યું છે. પહેલા આ મંદિરનું નામ યશોધર પુર હતું. એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ કરવા માટે ૫૦થી એક કરોડ રેતીના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પથ્થરનું વજન લગભગ દોઢ ટન છે. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ફ્રાંસને આઝાદી મળ્યા પછી આ મંદિરને કંબોડીયા તરીકે ઓળખવામાં આવ્યું છે.

આ મંદિરનો ફોટો કંબોડીયાના નેશનલ ફ્લેગ ઉપર પણ છપાયેલો છે. જો આ મંદિરના ઈતિહાસની વાત કરવામાં આવે તો ૧૧મી સદીમાં અહિયાં સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીયનું સામ્રાજ્ય સ્થાપિત હતું.

સર્વ વર્મને આ મંદિર બનાવરાવ્યું હતું. આ મંદિર મીકાંક નદીના કાંઠે બનેલું છે. આ મંદિરને ટાઈમ મેગેઝીને વિશ્વના પાંચ આશ્ચર્યજનક વસ્તુમાં સામેલ કર્યું હતું. તે ઉપરાંત ૧૯૯૨માં આ મંદિર યુનેસ્કોએ વિશ્વ વારસામાં પણ સામેલ કર્યું છે.

તમને જાણીએ નવાઈ થશે આ મંદિરની દીવાલો ઉપર રામાયણ અને મહાભારતની વાર્તાઓ કંડારાયેલી છે અને સાથે જ આ મંદિરની દીવાલો ઉપર દેવતાઓ અને અસુરોના મધ્ય થયેલા અમૃત મંથનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર દુનિયાનું સૌથી મોટું પૂજા સ્થળ છે અને સંસારનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન પુરાતાત્વિક સ્થળ પણ માનવામાં આવે છે.

કંબોડીયાના ઘણા પ્રસિદ્ધ અને પુરાતાત્વિક મહત્વ વાળા આ ઘણું પ્રાચીન મંદિર અંકોરવાટ ફરવા માટે દર વર્ષે દેશ વિદેશ માંથી લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ પર્યટકોમાં સૌથી વધુ સંખ્યા ચીની તુરીસ્તોની હોય છે. વિદેશો માંથી આવેલા ટુરિસ્ટોમાં ગયા વર્ષે સૌથી વધુ ચીની ટુરિસ્ટોની સંખ્યા હતી.

ગયા વર્ષે લગભગ ૬૬૨૮૫ અંકોરવાટ દર્શન કરવા ગયા હતા. ભગવાન વિષ્ણુને સમર્પિત અંકોરવાટ મંદિર એટલું સુંદર છે કે અહિયાં ગયા પછી પાછા આવવાની ઈચ્છા જ નથી થતી. અહિયાં આવ્યા પછી લોકો ભગવાન વિષ્ણુની ભક્તિ અને આ મંદીરની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ બની જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.