આ છે કોહીનુરથી મોટો 900 કરોડનો હીરો.

તમે આજ સુધી કેટલો મોટો હીરો જોયો છે? કોઈ ના કાનમાં પહેરેલા જોયા હશે, કોઈના કાનની વાળી વાળીઓમાં હીરા પહેરેલા જોયા હશે. વધુમાં વધુ કોઈને હીરાનો હાર પહેરેલા જોયા હશે.

પરંતુ શું તમે જાણો છો? કે જુના જમાનામાં હૈદરાબાદના નિઝામ હીરાનો ઉપયોગ ‘પેપર વેટ’ તરીકે કરતા હતા.

એટલું જ નહિ એક નિઝામ તો અંગ્રેજોનોની નજર માંથી છુપાવવા માટે બુટમાં પહેરતા હતા. વિશ્વાસ નથી આવતો, તો તમે પોતે પણ તમારી ખુલ્લી આંખોથી જોઈ શકો છો હવે આ હીરાને. આ હીરાનું એક નામ પણ છે. જેકબ ડાયમંડ

દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં હૈદરાબાદના નિઝામના આભૂષણોનું પ્રદર્શન ભરાયું છે. તે હીરો દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ચાલતા પ્રદર્શનમાં રાખ્યો છે.

તે છે દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો છે. તે સાઈઝમાં કોહીનુરથી મોટો છે અને આ હીરાની આજની કિંમત સાંભળીને કદાચ તમે પણ પાછળના ઝીરો ગણવા લાગી જશો. આ હીરાની કિંમત છે ૯૦૦ કરોડ રૂપિયા.

હાલમાં આ હીરાની માલિકી હક્ક ભારત સરકાર પાસે છે.

‘જેકબ ડાયમંડ’ ની કહાની :-

પરંતુ ભારત સરકારને કેવી રીતે મળ્યો આ હીરાનો માલિકી હક્ક તેની કહાની પણ જાણવા જેવી છે.

હૈદરાબાદના છઠ્ઠા નિઝામ મહબૂબ અલી ખાં પાશા એ તેને જેકબ નામના હીરાના વેપારી પાસેથી ખરીદ્યો હતો. એટલા માટે આ હીરાનું નામ જેકબ ડાયમંડ પડી ગયું. આમ તો આ હીરાને ઈંપીરીયલ કે ગ્રેટ વાઈટ અને વિક્ટોરિયા નામથી પણ ઓળખવામાં આવે છે.

આ હીરો દક્ષીણ આફ્રિકાના કિંબર્લિ ખાણમાં મળ્યો હતો. ચકાશતા પહેલા આ હીરાનું વજન ૪૫૭.૫ કેરેટ હતું અને તે સમયે વિશ્વમાં સૌથી મોટા હીરા માંથી એક માનવામાં આવતો હતો.

ત્યાર પછી આ હીરાની ચોરી થઇ ગઈ અને તેને પહેલા લંડન અને પછી હોલેન્ડની એક કંપનીને વેચી દેવામાં આવ્યો. તેને હોલેન્ડની મહારાણી સામે પણ ચકાસવામાં આવ્યો અને ત્યારે તેનું વજન ૧૮૪.૫ કેરેટ રહી ગયું.

વાત ૧૮૯૦ ની છે. મેલ્કમ જેકબ નામના હીરાના વેપારી એ હૈદરાબાદના છઠ્ઠા નિઝામ મહબૂબ અલી ખાં પાશાને આ હીરાનો એક નમુનો દેખાડ્યો અને સાચા હીરાને વેચવા માટે ૧ કરોડ ૨૦ લાખની માંગણી મૂકી. પરંતુ નિઝામ માત્ર ૪૬ લાખ જ આપવા માટે તૈયાર થયા. આમ તો એટલામાં સોદો નક્કી થઇ ગયો.

અડધી રકમ લીધા પછી જેકબ પાસેથી હીરો મંગાવી પણ લીધો, પરંતુ નિઝામ એ પાછળથી આ હીરો લેવાની ના કહી દીધી અને પોતાના પૈસા પાછા માગ્યા.

ખાસ કરીને તેની પાછળના કારણ માંથી એક એ પણ બતાવવામાં આવે છે કે બ્રિટીશ રેજીડેંટ આ હીરાને ખરીદવાના વિરોધમાં હતા કેમ કે નિઝામ ઉપર દેવું હતું.

જેકબ એ પૈસા પાછા ન મોકલવા માટે કલકત્તાની ઉપરની કોર્ટમાં કેસ દાખલ કર્યો. અને ૧૮૯૨ માં નિઝામને એ હીરો મળી જ ગયો.

જેકબ હીરા ઉપરાંત અહિયાં કફલીંક, સીરપેચ, હાર, ઝૂમખાં, કંગન અને વીંટીઓ પણ છે.

દિલ્હીમાં આ પ્રદર્શન ત્રીજી વખત થયું છે. તે પહેલા ૨૦૦૭ માં આ હીરાનું પ્રદર્શન થયું હતું.