આ છે વર્ષ 2020 ના સૌથી અશુભ દિવસ, આ 4 રાશિવાળા રહો સાવધાન.

નવા વર્ષની શરુઆત થઇ ચુકી છે આ ૨૦૨૦ને લઈને તમામ લોકો ઘણા ઉત્સાહિત છે. નવા વર્ષની તરફ લોકો ઘણી આશાઓ સાથે જુવે છે. આ વર્ષને લઈને જાત જાતની ભવિષ્યવાણીઓ કરવામાં આવી ચુકી છે. આ વર્ષ ૬ ગ્રહણ લાગશે અને ઘણા ગ્રહોનું ભ્રમણ થશે. લોકોના જીવન ઉપર તે બધાની સકારાત્મક અને નકારાત્મક બંને અસર પડશે.

જ્યોતિષ મુજબ ૨૦૨૦માં ઘણા સતર્ક રહેવાની જરૂર છે. જ્યોતિષની ગણતરીએ આ વર્ષની થોડી ખાસ તારીખો ઉપર ગ્રહની અદલા બદલીની અસર આ ગ્રહોની રાશીના લોકો ઉપર પડશે. આ રાશીના લોકોએ આ તારીખો ઉપર ખાસ સાવચેતીઓ રાખવી પડશે.

પંડિત અરુણેશ કુમાર પાસેથી જાણીએ કે વર્ષ ૨૦૨૦માં સૌથી ખરાબ તારીખ કઈ કઈ છે અને તે કઈ રાશીના લોકો ઉપર અસર કરશે.

૧૨ જાન્યુઆરી

આ દિવસ બુધ, શની અને પ્લુટો એક સાથે મકર રાશીમાં આવશે, આ યોગ ૧૦ જાન્યુઆરીના રોજ થનારા ચંદ્રગ્રહણની તરત પછી ઉભી થઇ રહ્યી છે. આ દિવસ મકર રાશી વાળાની કોઈ ચોરી પકડાઈ શકે છે. તમારા જીવનમાં પ્રેમ ત્રિકોણ બની શકે છે કે પછી કોઈ એવી ઘટના બની શકે છે. જેના વિષે તમે વિચાર્યું પણ નહિ હોય.

૨૩ માર્ચ

આ દિવસ મકર રાશીમાં મંગલ અને પ્લુટો સાથે આવી રહ્યા છે. આજના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં તમારે વધુ સાવચેતી રાખવી પડશે. ઓફીસમાં કોઈ સાથી કર્મચારી કે સાથી સાથે એટલો અણબનાવ થઇ શકે છે. તેની સાથે તમારા સંબંધ એકદમ ખરાબ થઇ જશે. ૨૩ માર્ચની સાંજ સુધી તમે કોઈ વાતથી એટલા દુઃખી થઇ શકો છો કે તમે રડવા લાગશો.

૩૧ માર્ચ

આ દિવસ મંગલ અને શની ગ્રહ એક સાથે કુંભ રાશીમાં આવી રહ્યા છે. આ દિવસ તમારી સાથે કોઈ અનોખી ઘટના બની શકે છે. આજના દિવસે કાંઈક એવું બનશે કે સાચું, ખોટું અને ખરાબને લઈને તમારી વિચારસરણી બદલાઈ જશે.

૧૩ જુન

આજનો દિવસ મીન રાશીમાં મંગલ અને નેપ્ચુન એક સાથે આવી રહ્યા છે. તે બંને ગ્રહ જયારે એક સાથે આવે છે. તો એક બીજાની ઉર્જા ખલાસ કરી નાખે છે. આ બંને એક સાથે આવવું સારું નથી માનવામાં આવતું, આ દિવસ મીન રાશીના લોકો કોઈ પણ દિશામાં આગળ નથી વધી શકતા અને જીવનના દરેક ક્ષેત્રમાં પોતાને અસહાયનો અનુભવ કરશે.

૧૩ ઓગસ્ટ, ૯ ઓક્ટોમ્બર અને ૨૩ ડીસેમ્બર

આ તારીખોમાં મંગલ ગ્રહ મેષ રાશી અને પ્લુટો મકર રાશીમાં આવશે. જેની અસર આ બંને રાશી વાળા ઉપર અનુભવ કરી શકશે. તે દરમિયાન તમારામાં એક પ્રકારની બેચેની રહેશે અને તમે કામથી લઈને સંબંધોમાં સ્વાર્થી બની જશો.

૨૧ ડીસેમ્બર

આ દિવસ બૃહસ્પતી અને શની કુંભ રાશીમાં આવવાના સંકેત બની રહ્યા છે. આ સંયોગ દર ૧૯ વર્ષ પછી આવે છે અને તેની સાથે આવવું ઘાતક માનવામાં આવે છે. આ સ્થિતિમાં આ રાશીના લોકોનું ભવિષ્ય ગડમથલમાં પડી શકે છે. આ દિવસ તમારી પાર્ટનરશીપમાં પણ તનાવ આવી શકે છે.

૩૧ ડીસેમ્બર

આ દિવસ શુક્ર ગ્રહ ધન રાશીના લોકો ઉપર ખાસ અસર પાડશે. ૩૧ ડીસેમ્બરના રોજ આ રાશીના લોકોને પોતાને પ્રેમ અને ધનની બાબતમાં ફસાયેલા રહેશે. તમે એક વખત ફરી પાછળ જઈને કોઈ ખોટો નિર્ણય લઇ શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.