આ દિવસે વાળ કાપવા હોય છે સૌથી શુભ, થઇ શકો છો માલામાલ.

વાળ કપાવવાની પ્રક્રિયા માંથી તો દરેકને ક્યારેકને ક્યારેક તો પસાર થવું જ પડે છે. એટલા માટે લોકો રજાનો દિવસ પસંદ કરે છે. રજાનો દિવસ એટલે રવિવારનો દિવસ લોકો વાળ કપાવવા માટે વધુ પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ખરેખર વાળ ક્યા દિવસે કપાવવા જોઈએ? આમ તો આપણા જીવનમાં ઘટતી દરેક ઘટના આપણી સાથે જોડાયેલી જ હોય છે. એટલું જ નહિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા જીવનને સંપૂર્ણ અસર પણ કરે છે. આજે અમે તમને વાળ કાપવાને લઇને થોડી ખાસ વાતો જણાવીશું.

મહાભારતના અનુશાસન પર્વ મુજબ રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ હોય છે. તેવામાં જો તમે આ દિવસે દાઢી, વાળ કે નખ કાપો છો, તો હવેથી તે કરવાનું એકદમથી બંધ કરી દો. કેમ કે શાસ્ત્રો મુજબ આ દિવસ કરવામાં આવેલા કોઈપણ કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. એટલી જ નહિ તમારુ ભેગું કરેલું ધન પણ બરબાદ થઇ શકે છે. રવિવારનો દિવસ આમ તો ખાસ હોય છે, પરંતુ નખ અને વાળ બિલકુલ પણ ન કાપવા જોઈએ.

હવે તમારી સામે સૌથી મોટી સમસ્યા એ ઉભી થઈ ગઈ છે કે તમે ખરેખર ક્યા દિવસે વાળ કે નખ કપાવી શકો છો? તો તમારે દુ:ખી થવાની જરૂર નથી, કેમ કે અમે તમને આજે દિવસ મુજબ વાળ ક્યા દિવસે કપાવવા શુભ હોય છે, તેના વિષે જણાવીશું, જો તમે શુભ દિવસે વાળ કપાવશો તો તમને વધુ ફાયદો થશે. સાથે જ તમે ધનવાન પણ બની શકો છો.

૧. સોમવારનો દિવસ :-

સોમવારનો દિવસ ભોલેનાથનો હોય છે. ભોલેનાથને વાળ અને દાઢી સાથે ઘણો પ્રેમ છે. તેવામાં તે દિવસે વાળ ન કપાવવા જોઈએ. આ દિવસે વાળ કપાવવા શુભ નથી માનવામાં આવતા, કેમ કે તે દિવસે વાળ કપાવવાથી તમને માનસિક તકલીફ થઇ શકે છે. સાથે જ ભોલેનાથ નારાજ પણ થઇ જશે.

૨. મંગળવારનો દિવસ :-

મંગળવારને દિવસે ભૂલથી પણ વાળ ન કપાવવા જોઈએ, કેમ કે એમ કરવાથી તમારી ઉમર ઓછી થઇ જાય છે. સાથે જ તમારું અચાનકથી મૃત્યુ પણ થઇ જાય છે. તેવામાં મંગળવારના દિવસે તમે વાળ કપાવવાથી તમે કોઈપણ સંજોગોમાં દુર રહેશો. નહિ તો સમસ્યા વધી શકે છે.

૩. બુધવારનો દિવસ :-

બુધવારનો દિવસ વાળા કાપવા માટે શુભ હોય છે. તે દિવસે તમારે વાળ કે નખ કપાવવા જોઈએ. તે દિવસ આ કામ કરવાથી ધન ધન્ય અને ઘરની ખુશાલીમાં વૃદ્ધી થાય છે. સાથે જ તમારા ઘરમાં કોઈપણ પ્રકારની કોઈપણ મુશ્કેલી નથી આવતી. ઘર પરિવારમાં શાંતિ જળવાયેલી રહે છે. તેવામાં વાળ બુધવારે જ કપાવવા જોઈએ.

૪. ગુરુવારનો દિવસ :-

ગુરુવારના દિવસે વાળ કપાવવા ઘણું અશુભ માનવામાં આવે છે. તેવામાં જો તમે આ દિવસે કાંઈ કરશો તો તમને નુકશાન થશે. ધન હાની સાથે જ તમારા માન સન્માન ઉપર પણ અસર પડે છે. તેવામાં તમારે આ દિવસે નખ અને વાળ ન કપાવવા જોઈએ.

૫. શુક્રવારનો દિવસ :-

શુક્રવારનો દિવસ વાળ કાપવા માટે શુભ હોય છે. આ દીવસે તમામ શુભ કામ કરવા જોઈએ. શાસ્ત્રો મુજબ જો તમારા વાળ કે નખ કાપવા જ છે, તો તેના માટે શુક્રવારનો જ દિવસ પસંદ કરવો જોઈએ. કેમ કે આ દિવસ આ કામ કરવાથી તમારા જીવનમાં પ્રગતી થશે. તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.

૬. શનિવારનો દિવસ :-

શનિવારના દિવસે તો ભૂલથી પણ તમારે આ કામ ન કરવા જોઈએ, કેમ કે તે દિવસ વાળ કાપવા માટે ઘણો જ વધુ અશુભ માનવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસ જો તમારા વાળ કે નાખ કાપો, તો તમારી ઉપર શનીનો પ્રકોપ વરસી શકે છે, જો કે તમારા માટે કોઈ પણ પ્રકારનું ફાયદાકારક નથી.