આ દિવસથી શરુ થઈ ગયા છે શ્રાદ્ધ, 16 દિવસ સુધી ભૂલથી પણ ન કરો આ 5 કામ.

ધાર્મિક માન્યતા છે કે શ્રાદ્ધ પિતૃ પ્રત્યે મનમાં સન્માન અને શ્રદ્ધાના ભાવ રાખીને કરવા જોઈએ. આ વખતે શ્રાદ્ધ પક્ષ ૧૪ સપ્ટેમ્બરથી શરુ થયા છે. ૧૬ દિવસ સુધી ચાલતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોકો પિતૃને શ્રાદ્ધ અર્પણ કરશે. આ વખતે ૨૫ સપ્ટેમ્બરના રોજ બે શ્રાદ્ધ થશે. તારાદેવી મંદિરના મુખ્ય પુજારી કમલેશ શર્માએ જણાવ્યું કે, વર્ષમાં શ્રાદ્ધ પક્ષના ૧૬ દિવસ પિતૃ પ્રત્યે શ્રદ્ધા કરવાનો સમય છે.

એમણે જણાવ્યું કે ૨૮ સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધોનું સમાપન થશે. રાધા કૃષ્ણ ગંજ મંદિરના પુજારી ઉમેશ નોટીયાલે જણાવ્યું કે દ્વિતીય શ્રાદ્ધ ૧૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨.૨૪ વાગ્યાથી લઈને ૧૬ સપ્ટેમ્બરના બપોરે ૨.૩૬ વાગ્યા સુધી રહેશે.

એ પણ જણાવ્યું કે દ્વિતીય તિથી વધેલી છે. ૨૫ સપ્ટેમ્બરની એકાદશી અને દ્વાદશીના શ્રાદ્ધ એક સાથે થશે. ૨૮ સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવશે. ત્યાર પછી ૨૯ સપ્ટેમ્બરથી નવરાત્રી શરુ થશે જો કે ૮ ઓક્ટોમ્બર સુધી થશે.

શ્રાદ્ધ કાર્યનું તર્પણ અપરાહન પછી કરવામાં આવે છે. તે જે સનાતનને પિતૃ દોષ, કુંડળી દોષ, વેપારમાં પ્રગતી નથી થઇ રહી, બાળકોનું મન અભ્યાસમાં નથી તે વિધિ પૂર્વક પિતૃનો શ્રાદ્ધ કરે.

વૈદિક જ્યોતિષ અનુસંધાન સંસ્થાન શિમલાના પ્રમુખ ડો. મસ્ત રામ શર્માના જણાવ્યા મુજબ, શ્રાદ્ધમાં ઘણા એવા કાર્ય છે, જેને વર્જિત માનવામાં આવે છે. તે મુજબ શ્રાદ્ધમાં કોઈ પણ નવું કામ શરુ ન કરવું જોઈએ.

શ્રાદ્ધમાં નવા ઘરનું નિર્માણ અને પ્રવેશ ન કરવું જોઈએ. તેનાથી નુકશાન થાય છે. તેની સાથે જ લગ્ન સંબંધી કાર્યો પણ અશુભ માનવામાં આવે છે. તે સાથે જ કોઈ પ્રકારની ખરીદી પણ શ્રાદ્ધમાં અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં પૂજા પાઠ સાથે જન્મ દિવસ મનાવી શકે છે.

ક્યારે કયુ શ્રાદ્ધ

૧૩ સપ્ટેમ્બરના રોજ પુનમનું શ્રાદ્ધ

૧૪ સપ્ટેમ્બર પહેલું શ્રાદ્ધ

૧૫ થી ૧૬ સપ્ટેમ્બર સુધી બીજું શ્રાદ્ધ

૧૭ સપ્ટેમ્બર ત્રીજું શ્રાદ્ધ

૧૮ સપ્ટેમ્બર ચોથું શ્રાદ્ધ

૧૯ સપ્ટેમ્બર પાંચમું શ્રાદ્ધ

૨૦ સપ્ટેમ્બર છઠ્ઠું શ્રાદ્ધ

૨૧ સપ્ટેમ્બર સાતમું શ્રાદ્ધ

૨૨ સપ્ટેમ્બર આઠમું શ્રાદ્ધ

૨૩ સપ્ટેમ્બર નવમું શ્રાદ્ધ

૨૪ સપ્ટેમ્બર દશમું શ્રાદ્ધ

૨૫ સપ્ટેમ્બર એકાદશી અને દ્વાદશીનું શ્રાદ્ધ

૨૬ સપ્ટેમ્બર ત્રયોદશી શ્રાદ્ધ

૨૭ ચતુર્દશી શ્રાદ્ધ

૨૮ સર્વ પિતૃ શ્રાદ્ધ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.