આ એડથી મળ્યો હતો સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીમાં બ્રેક, જેકીની પત્ની સાથે સમુદ્રમાં લગાવી હતી ડૂબકી.

સલમાન ખાન બોલીવુડના સૌથી સુપરહિટ અભિનેતા માનવામાં આવે છે. સલમાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકથી એક ચડીયાતી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તે એક ઘણા સારા અભિનેતા હોવા સાથે સાથે એક ઘણા સારા માણસ પણ છે. સલમાન ખાનનો જન્મ દિવસ ૨૭ ડીસેમ્બરનો હોય છે.

આજે સલમાનની ઉંમર ૫૪ વર્ષ થઇ ગઈ છે, તેવામાં આજે અમે તમને સલમાનના જીવન સાથે જોડાયેલી ઘણી જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ. સલમાન ખાનને પોતાની કારકિર્દીનો પહેલો બ્રેક જાહેરાત નિર્માતા સુરેન્દ્રનાથે આપ્યો હતો. કૈલાશે સલમાન ખાનને એક ટીવી જાહેરાત માટે લોન્ચ કર્યો હતો.

જાહેરાત પછી કૈલાશ સુરેન્દ્રનાથ જ સલમાન ખાનના ગુરુ પણ બની ગયા. તારા શર્મા શો માં સલમાન ખાને તે વાતનો ખુલાસો કર્યો કે તેણે પોતાની કારકિર્દીનો પહેલો બ્રેક કેવી રીતે મળ્યો હતો. સલમાન ખાને જણાવ્યું કે એક વખત એક છોકરીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરવાને કારણે જ તેને આ જાહેરાતમાં કામ મળ્યું હતું. સલમાન ખાન જણાવે છે કે, ૧ દિવસ હું રોક ક્લબમાં સ્વીમીંગ કરવા ગયો હતો.

ત્યાં એક છોકરી લાલ કલરની સાડી પહેરીને તેની પાસેથી નીકળી, સલમાન આગળ જણાવે છે કે હું તે છોકરીની સુંદરતા જોઇને તેનો વધુ દીવાનો બની ગયો કે તે છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે મેં સ્વીમીંગ પુલ ઉપરથી છલાંગ લગાવી દીધી અને ઘણું જ વિચિત્ર રીતે સ્વીમીંગ કરવા લાગ્યો.

સલમાન ખાન આગળ જણાવે છે, જયારે હું સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરી બીજી તરફ ગયો, તો મેં જોયું કે છોકરી ત્યાંથી જઈ ચુકી હતી. ત્યાર પછી મને ફોર પ્રોડક્શન માંથી ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે તે મને એક જાહેરાતમાં કાસ્ટ કરવા માંગે છે. તે સાંભળીને હું આશ્ચર્યચકિત રહી ગયો કે મને અચાનક જાહેરાતની ઓફર કેવી રીતે મળી ગઈ. હું મારી આંટીને સાથે લઈને કૈલાશને મળવા ગયો, સલમાન આગળ જણાવે છે કે મેં તેને કહ્યું, ઠીક છે હું જાહેરાતમાં કામ કરી લઈશ, પણ તમને મારો નંબર ક્યાંથી મળ્યો.

salman khan 1st ad

Posted by Bollywood Ka Khabari on Wednesday, January 1, 2020

ત્યારે તે લોકોએ મને જણાવ્યું કે તું જે છોકરીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે મારી ગર્લફ્રેન્ડ છે. તેણે મને કહ્યું કે તું સારું સ્વીમીંગ કરે છે, તે જાહેરાતનું શુટિંગ માલદીવમાં કરવા માંગતા હતા અને તેમણે કોઈ એવો વ્યક્તિ જોઈએ જેને ઘણું સારું સ્વીમીંગ કરતા આવડતું હોય. સલમાન જણાવે છે, આ જાહેરાતમાં જેકી શ્રોફની પત્ની એક સાથે સમુદ્રની અંદર જઈને સ્વીમીંગ કરે છે, તો એવી રીતે હું કેમેરા સામે પહેલી વખત આવ્યો.

થોડા દિવસો પહેલા જ સલમાનની દબંગ સીરીઝની આગામી ફિલ્મ ‘દબંગ 3’ રીલીઝ થઇ છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 બોક્સ ઓફીસ ઉપર સારી કમાણી કરી રહી છે. તે ઉપરાંત વહેલી તકે સલમાનની ફિલ્મ ‘રાધે’ પણ રીલીઝ થવાની છે. ‘રાધે’ ફિલ્મના ડાયરેક્ટર પ્રભુદેવા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.