આ એક સીનને કરવાનો આજે પણ છે સાક્ષીને અફસોસ, શરમથી થઈ ગઈ હતી પાણી પાણી.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પાર્વતીના પાત્રથી પ્રસિદ્ધિ મેળવનારી સાક્ષી તંવર એ ૧૨ જાન્યુઆરી ના રોજ પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. સાક્ષી ટીવી ઇન્ડસ્ટ્રી નું મોટું નામ અને તેમણે ઘણી હીટ સીરીયલ્સમાં કામ કર્યું છે. સાક્ષી એ ટીવી માં એક લાંબો સમય પસાર કર્યો છે અને પોતાની એક ઓળખાણ ઉભી કરી છે. તેમણે હજુ સુધી લગ્ન નથી કર્યા અને ગયા વર્ષે તેમણે ૮ મહીનાની એક બાળકીને દત્તક લીધી હતી. એ કારણે તે ઘણી ચર્ચામાં પણ હતી. આમ તો ચર્ચા તેના શોની પણ ઘણી રહી છે. એવા એક શોમાં એક એવો સીન પણ હતો. જેને લઇને સાક્ષી હંમેશા શરમ અનુભવતી રહી છે. કયો શો હતો તે અને કયો હતો તે સીન.

‘બડે અચ્છે લગતે હે’ માં ફિલ્માવ્યો હતો સીન :-

કહાની ઘર ઘર કી થી ઘર ઘરમાં ઓળખાણ બનાવનારી સાક્ષી શો ‘બડે અચ્છે લગતે હે’ માં પણ જોવા મળી હતી. આ શો પણ નાના પડદાનો હીટ શો હતો અને તેમાં તેના હીરો રામ કપૂર હતા. આ સીરીયલ ઘણા ટીઆરપી મેળવ્યા હતા અને આઘેડ ઉંમરના લોકોની વચ્ચે લગ્ન અને સબંધની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. આં શોમાં સૌથી મોટો વિવાદ ત્યારે થયો હતો, જયારે સાક્ષી તંવર એ રામ કપૂર સાથે કિસિંગ સીન આપ્યો હતો.

‘બડે અચ્છે લગતે હે’ શો માં રામ કપૂર એ એક બિજનેશમેનનું પાત્ર નિભાવ્યું હતું અને સાક્ષી એ એક મધ્યમ વર્ગની છોકરી પ્રિય શર્માનું પાત્ર નિભાવ્યું હતું. બન્ને પહેલા એક બીજાને જરાપણ પસંદ કરતા ન હતા અને સમાધાન તરીકે બન્નેના લગ્ન થઇ જાય છે. પછી બન્નેને એક બીજા સાથે પ્રેમ થઇ જાય છે. એવા વખતે તેમના પ્રેમને દર્શાવવા માટે એક ઈંટીમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હતો. જે ઘણો ચર્ચામાં રહ્યો હતો. પ્રોડ્યુસર એકતા કપૂર એ ટીવી ઉપર પહેલી વખત આટલો લાંબો લવ મેકિંગ સીન ફિલ્માવ્યો હતો.

કિસિંગ સીનથી શરમ અનુભવવા લાગ્યા હતા :-

ટીવી હંમેશાથી પારિવારિક માનવામાં આવે છે અને આખું પરિવાર તેને સાથે બેસીને જુવે છે. તેમ છતાં તેનો એકતા કપૂર એ આ શોમાં એટલો મોટો ફેરફાર લાવ્યા હતા. તે વખતે પણ અને આજે પણ નાના પડદા ઉપર કિસિંગ સીન વધુ નથી જોવા મળતા. તે સમયે બન્ને કલાકરો એ થોડા જ રિટેક્સમાં સીન પુરા કરી લીધા હતા, પરંતુ કહેવામાં આવે છે કે એ સીન આપ્યા પછી બન્ને ઘણી શરમનો અનુભવ કરવા લાગ્યા હતા. આ શોમાં બન્ને એ લીપ લોક સીન આપ્યો હતો. જેની ઉપર જોરદાર વિવાદ થયો હતો. બન્ને વચ્ચે ફિલ્માવવામાં આવેલા ઈંટીમેટ સીન ઘણો વધુ ચર્ચામાં આવ્યો હતો. ત્યાં સુધી કે તેમના ફોટા અને વિડીયો ઘણા મહિનાઓ સુધી વાયરલ થયા હતા. તે સમયે શો ની ટીઅઆરપી ઘણી બધી વધી ગઈ હતી. આ શોમાં ફિલ્માવવામાં આવેલા સીન પછી સમજો કે બીજા શો મેકર્સને લીલી ઝંડી મળી ગઈ હોય કેમ કે ત્યાર પછી થી ઘણા શો માં જોડીઓ કિસિંગ સીન આપતા જોવા મળી હતી.

સીનથી થયો હતો વિવાદ :-

શો ને સકસેસ તો મળી, પરંતુ સાક્ષી માટે તે ઘણું શરમ ભરેલું રહ્યું. કહેવામાં આવે છે કે આ શો ના શુટિંગ પછી તે ઘણો સમય સુધી રામ કપૂર સામે નજર મેળવી શકી ન હતી. કામ ની વાત કરીએ તો સાક્ષી હમણાં ઘણી વેબ સીરીઝમાં જોવા મળી ચુકી છે સાથે જ ફિલ્મ દંગલમાં આમીરની પત્ની બની તેમણે ઘણી સમાચારોમાં રહી હતી.

વીડિઓ :