આ 4 કામ માટે કરો ગૌમૂત્રનો ઉપયોગ, ઘર ઉપર થશે લક્ષ્મી કૃપા.

જો તમે કોઈ પણ કારણ થી માનસિક તકલીફોથી ઘેરાયેલા છો. સતત મહેનત પછી પણ તમને તમારા કાર્યો માં સફળતા નથી મળી શકતી અને સતત હાર કે નિરાશા નો સામનો કરવો પડી રહ્યો છે. તો તે સ્થિતિમાં ગૌમૂત્ર તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. આવો અહિયાં જાણીએ છીએ ક્યા અને કેવી રીતે.

ગૃહ પ્રવેશના સમયે પૂજામાં ગૌમૂત્રનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કેમ કે ઘરની અંદર કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તો ગૌમૂત્રના છંટકાવથી તે દુર થઇ જાય છે. સાથે જ પરિવારના સભ્યોની ગ્રહદશાનો સારો સાથ મળે છે.

ગંગાજળમાં ગૌમૂત્ર ભેળવી ને :-

ઘરમાં રહેવાથી બેચેની નો અનુભવ થતો હોય. સતત પરિવાર માં કોઈ ને કોઈ બીમાર રહેતા હોય કે ઘર માં કજિયા નું વાતાવરણ રહેતું હોય તો તે બાબતો ને ગંભીરતા થી લઇ ને સમસ્યાઓ ના નિદાન ઉપર ધ્યાન આપો. તેની સાથે જ ગંગાજળ માં ગૌમૂત્ર ના થોડા ટીપા ભેળવી ને દરરોજ ઘર માં આ મિશ્રણ નો છંટકાવ કરો.

નજર લાગવા ઉપર :-

જો ઘરમાં કોઈ બાળક ને નજર લાગી ગઈ હોય તો તેની ઉપર ગૌમૂત્ર ના થોડા ટીપા છાંટો. તેનાથી બાળક ને રાહત મળશે અને મન શાંત થશે. તેની સાથે જ તમે બાળક ને થઇ રહેલી બીજી તકલીફો ના હિસાબે તેનો ઉપચાર પણ કરો.

ગ્રહ નક્ષત્રોની અસર :-

જો તમારા ગ્રહ તમારો સાથ ન આપી રહ્યા હોય, ખાસ કરી ને રાહુ ને કારણે જો તમારા જીવન માં સમસ્યાઓ આવી રહી હોય ત્યારે પણ તમને ગૌમૂત્ર થી લાભ થઇ શકે છે. આ સ્થિતિ માં તમે ગૌમૂત્ર ને ઘરમાં છંટકાવ કરવા સાથે જ સ્નાન ના પાણી માં ગૌમૂત્ર ના થોડા ટીપા નાખી ને સ્નાન કરો. ધીમે ધીમે રાહુ ની નકારાત્મક અસર દુર થવા લાગશે.

ગૌમૂત્ર અને આયુર્વેદ :-

આયુર્વેદ માં ગૌમૂત્ર ને ઔષધીનું સ્થાન મળેલું છે. આયુર્વેદની ઘણી દવાઓ બનાવવામાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. સાથે જ તેના સેવન ની સલાહ પણ આપવામાં આવે છે. આયુર્વેદ આ બ્રહ્માંડ ની સૌથી પ્રાચીન સારવાર પદ્ધતિ છે. દેવતાઓ ના વૈદ અશ્વિન કુમાર આ પદ્ધતિના જનક માનવામાં આવે છે. માનવ જીવનના કલ્યાણ માટે ભગવાન ધનવંતરી એ આયુર્વેદને પૃથ્વી ઉપર વિકસાવી. એટલા માટે દરેક વૈદ શ્રી ધનવંતરી ભગવાનને પોતાના આરાધ્ય માને છે.

જો તમને ગૌમુત્રના બીજા પણ ઉપયોગો ખબર હોય તો કોમેન્ટમાં આવશ્ય લખશો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)