આ ગાયનું ઘી વેચાઈ રહ્યું છે 4 હજાર રૂપિયા કિલો, આ વાંચી ને ચોંકી ગયા છે લોકો

સામાન્ય રીતે બજારમાં ગાયનું ઘી ૪૦૦-૫૦૦ રૂપિયે કિલો મળે છે. પરંતુ શું તમને ખબર છે ઉત્તરાખંડમાં એક એવી પણ ગાય છે જેનું એક કિલો ઘી ખરીદવા તમારે ૪ હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. જી હા, બજારમાં મળી રહેલ ૪૦૦ રૂપિયે કિલો વાળા ઘીની જગ્યાએ બદ્રી પ્રજાતિની ગાયનું ઘી ખરીદવા તમારે ૧૦ ગણા વધારે પૈસા આપવા પડશે.

ખરેખર ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં બદ્રી પ્રજાતિની ગાય જોવા મળે છે અને ગાયની આ પ્રજાતિ ત્યાં ઘણી ઝડપથી ઓછી થઈ રહી છે. આ પ્રજાતિને બચાવવા માટે નારીયાલ ગામ પશુ પ્રજનન કેન્દ્રનો પ્રયાસ રંગ લાવ્યો અને હવે અહીંયા આ પ્રજાતિની ૧૪૦ ગાય હાજર છે.

બદ્રી ગાયોથી હવે દરરોજ આશરે ૧૨૫ લીટર દૂધ મળે છે આના પહેલા ૨૪ રૂપિયે પ્રતિ મીટર હિસાબે દૂધ વેચવામાં આવતું હતું. પછી પશુ પ્રજનન કેન્દ્રએ બદ્રી ગાયના દૂધનું લેબમાં સેમ્પલીંગ કરાવ્યું, તો લેબ ટેસ્ટમાં બદ્રી ગાયના દૂધમાં ઇ૨ પ્રોટીનના સાથે અન્ય પોષક તત્ત્વની ઉપલબ્ધતા અને ગુણવત્તાના આધાર ઉપર પશુપાલન વિભાગે આના દૂધને ખરીદવા માટે નિવેદન આપ્યું. આના પછી પશુપાલન વિભાગે દૂધની પેટન્ટ કરાવી જેના પછી ગાઝિયાબાદ ની એક કંપનીએ ૪૧ રૂપિયે પ્રતિ લિટરના દરે દૂધ લેવાનું શરૂ કર્યું.

આ દૂધથી નારીયાલ ગામની સ્થાનિક મહિલાઓ જ કંપની માટે જૈવિક ઘી તૈયાર કરવા લાગી જેનાથી સ્થાનિક સ્તર પર તેમને રોજગાર પણ મળવા લાગ્યો. આ ગાયના ઘીની માંગને જોતા કંપની એ તેને ઓનલાઇન પણ વેચવાનું શરૂ કરી દીધું. જોકે સામાન્ય ઘીની સરખામણીમાં આમ વધારે પોષકતત્વો મળે છે. આથી તેની કિંમત ૪ હજાર રૂપિયે પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે પશુપાલન વિભાગ ના સફળ પ્રયત્નો પછી ફરી લોકો બદ્રી ગાય પાળવા લાગ્યા છે. પહેલા ગામમાં લોકો બદ્રી ગાયને એકલી છોડીને વધારે દૂધ આપતી જર્સી કે પછી બીજી પ્રજાતિની ગાયો પાળવાનું શરૂ કરી દીધું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.