આ હતી બોલીવુડની પહેલી મહિલા કોમેડિયન, જેણે ભલ ભલાને ચટાવી દીધી હતી ધૂળ.

આજના સમયમાં બોલીવુડ ફિલ્મોમાં મહિલાઓની વાત આવતા જ લોકોના મગજમાં સૌથી પહેલા હોટ અને ગ્લેમરસ અભિનેત્રીની છાપ ઉપસી આવે છે. ફિલ્મ જગતમાં પ્રવેશ કરતા જ દરેક છોકરી ફિલ્મની મુખ્ય અભિનેત્રી બનવા માટે સંઘર્ષ કરવા લાગે છે. પરંતુ આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી બોલીવુડની પહેલી કોમેડિયન હિરોઈન માનવામાં આવે છે.

તેમણે પોતાના સુંદર અભિનયથી જુના સમયમાં પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી હતી. આજે અમે તમને બોલીવુડની પહેલી કોમેડિયન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે જેના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ ઉમાદેવી. એટલે ટુનટુન.

ટુનટુનની ફિલ્મ જગતની પહેલી કોમેડિયન માનવામાં આવે છે. તેનો ફની અંદાઝ અને મચક વાળી અદાઓથી ભરપુર ટુનટુને તે સમયમાં એક અલગ ઓળખાણ ઉભી કરી હતી. જયારે મુખ્ય અભિનેત્રીઓને પણ પોતાનું સ્થાન જમાવવા માટે જોરદાર સંઘર્ષ કરવો પડતો હતો. તે સમયમાં કોઈ મહિલાનું કોમેડી કરવું અને લોકોને ઈમ્પ્રેસ કરી લેવા સરળ ન હતું. ટુનટુન ફિલ્મોમાં પોતાને એવી રીતે દર્શાવતી હતી કે જેવા લોકોને સ્ક્રીન ઉપર દેખાતા જ તેઓ હસી પડતા હતા. એક સમય તો એવો પણ હતો જયારે ટુનટુન વગર કોઈ પણ ફિલ્મ પૂરી થઇ શકતી ન હતી.

ત્યાં સુધી ફિલ્મોમાં તેના માટે અલગ જ પાત્ર લખવામાં આવતા હતા. ટુનટુન કોમેડિયન બાઈ ચાંસથી બની ગઈ. તે નાનપણથી જ મુંબઈ જઈને સિંગર બનવા માગતી હતી. તે સમયમાં છોકરીઓને ભણવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેના નસીબમાં લખ્યું હતું કોમેડિયન બનવાનું.

ટુનટુન એક ગામમાં રહેતી હતી. જ્યાંથી તે પોતાની એક સહેલી સાથે મુંબઈ આવી. તેની સહેલીની ઓળખાણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે હતી. મુંબઈ આવ્યા પછી તેની મુલાકાત સંગીતકાર નૌશાદ સાહેબ સાથે થઇ.

અહિયાં કાંઈક એવું કર્યું જેથી તમામ લોકોના ચહેરા ઉપર હાસ્ય આવી ગયું. તેમણે નૌશાદ સાહેબ સાથે કામ કરવાની જિદ્દ કરી અને તે પણ કહ્યું જો તેને તક ન આપી, તો તે દરિયામાં પડીને આત્મહત્યા કરી લેશે. તેની વાત સાંભળ્યા પછી નૌશાદ સાહેને તેણે એક નાનો એવો ઓડીશન લીધો અને ફર્સ્ટ ઓડીશનમાં તેનો અવાજ નૌશાદ સાહેબને ઈમ્પ્રેસ કરી ગયો. તમને તે ગીત યાદ જ હશે, અફસાના લીખ રહી હું. આ ગીતને ટુનટુને ગાયુ હતું. આ ગીતને લોકોએ ઘણું પસંદ કર્યું હતું.

આજના સમયમાં પણ આ ગીત લોકોની જીભ ઉપર છે. થોડા સમય સુધી ટુનટુનનું સિંગિંગ કારકિર્દી ઘણી સારી ચાલી. ત્યાર પછી નૌશાદ સાહેબે જ ટુનટુનને અભિનય કરવાની સલાહ આપી. ટુનટુને પહેલી વખત દિલીપ કુમાર સાથે ‘બુલબુલ’ ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મમાં ટુનટુનના અભિનયની જોરદાર પ્રસંશા કરવામાં આવી. તેમણે પોતાના ફીલ્મી કારકિર્દીમાં ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. ૨૦૦૩માં ભલે ટુનટુને દુનિયા માંથી વિદાય લઇ લીધી પરંતુ આજે પણ તે પોતાની કોમેડી દ્વારા લોકોના દિલમાં જીવિત છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.