આ હીરોની બીજા એકટર કરતા વધુ વાઈટ ઈન્કમ છે લંડનમાં, પોતાનું પ્રાઇવેટ જેટ અને છે શાનદાર બંગલો.

અજય દેવગન શ્રીમંત કલાકારો માંથી એક છે. જેની પ્રોપર્ટી અબજોમાં છે અને લંડનમાં પણ તેમણે એક ઘર છે. જે આલીશાન છે. તે ઉપરાંત પણ અજયની લાઈફ કાંઈક આ પ્રકારની છે.

બોલીવુડને બનવાના લગભગ ૧૦૦ વર્ષ થઇ ગયા છે અને આ વર્ષોમાં ન જાણે કેટલા કલાકાર આવ્યા અને ગયા પરંતુ અમુકે પોતાની અલગ જ છાપ ઉભી કરી છે. ૯૦ ના દશકમાં ઘણા કલાકારોએ એન્ટ્રી લીધી હતી. જે માંથી ઘણા કલાકારોએ ફિલ્મોમાં દેખાવાનું છોડી દીધું પરંતુ ઘણા કલાકારો પોતાની ઉંમરની પણ કોઈ પરવા કર્યા વગર આજે પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

તેમાંથી એક છે અજય દેવગણ જેમની આવનારી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ અને તેમાં તે તબ્બુ સાથે રોમાન્સ કરશે સાથે તેમની ઉંમરથી લગભગ ૨૦ વર્ષ નાની હિરોઈન સાથે પણ રોમાંસ કરશે. અજય દેવગણ એક લોકપ્રિય એક્શન હીરો છે અને લંડનમાં આલીશાન બંગલો અને પ્રાઈવેટ જેટના માલિક છે અજય દેવગણ. જાણો તેની સાથે જોડાયેલી થોડી વાતો.

લંડનમાં આલીશાન બંગલા અને પ્રાઇવેટ જેટના માલિક છે અજય દેવગણ

૨ એપ્રિલ, ૧૯૬૯ ના રોજ દિલ્હીમાં જન્મેલા અજય દેવગણ આ વર્ષે ૫૦ વર્ષના થઇ ગયા છે. તેમણે બોલીવુડમાં ન જાણે કેટલી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૧૯૯૧ માં તેમણે પહેલી વખત ફિલ્મમાં કામ કર્યું અને આજે તેમની એક ખાસ ઓળખાણ છે. છેલ્લા ૨૮ વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં ચાપ અજય દેવગણે એક ખાસ લાઈફસ્ટાઈલ બનાવી લીધી છે. તેમના જેવી લાઈફ દરેક જીવવા માગશે. અજય દેવગણ પાસે મુંબઈમાં એક બંગલો છે. તે ઉપરાંત લંડનમાં પણ લગભગ ૫૪ કરોડનો બંગલો છે.

અજય પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ છે. જેનું નામ Hawker 800 છે. ઈન્ટરનેટ ઉપર મળેલી જાણકારી મુજબ તે જેટની કિંમત લગભગ ૮૪ કરોડ રૂપિયા છે. અજયનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે અને હવે તે જેટલી ફિલ્મો કરે છે તેને પ્રોડ્યુસ કરવાનું કામ પણ કરે છે. તેમના આ પ્રોડકસન હાઉસની કિંમત ૧૦૦ કરોડની આસપાસ છે. આ પ્રોડક્શન હાઉસે કાજોલની પહેલી ફિલ્મ હેલીકોપ્ટર ઈલા બનાવી છે.

અજય દેવગણ પાસે ૨.૮ કરોડની માસેરાટી ક્વાટ્રોપોર્ટ જીટી છે. તેમાં અજયે પોતાની અનુકુળતા મુજબ થોડા ફેરફાર કરાવ્યા છે. એવુ કહેવામાં આવે છે કે આ કાર ખરીદવા વાળા અજય દેવગણ પહેલા ભારતીય છે. વર્ષ ૨૦૦૬ માં જયારે આ કાર ઇન્ડિયામાં આવી ત્યારે તેને સૌથી શ્રીમંત વ્યક્તિ અંબાણીએ ખરીદી હતી, પરંતુ પછી તેમની પાસેથી અજય દેવગને ખરીદી લીધી હતી.

આ કારોનું કલેક્શન છે અજય પાસે :-

અજય પાસે ઘણી લકઝરી કારોનું કલેક્શન છે. આ કરોની કિંમત ૨.૭ કરોડ રૂપિયા છે. જેમાં એક મર્સીડીસ બેચ એસ ક્લાસ (૧.૪ કરોડ રૂપિયા), બીએમડબ્લ્યુ ઝેડ ૪ (૯૮ લાખ રૂપિયા), મર્સીડીસજીએએલ ક્લાસ (૯૭ લાખ રૂપિયા), મીની કપૂર એસ (૪૦ લાખ રૂપિયા), ઓડી કયુ ૭ (૮૦ લાખ રૂપિયા) કારો રહેલી છે. થોડા દિવસ પહેલા આપેલા એક ઈન્ટરવ્યુંમાં અજય દેવગને કહ્યું હતું કે તેમની પત્ની કાજોલ ઘણી કંજૂસ છે અને ઘરમાં અજય જ સૌથી વધુ ખર્ચા કરે છે. અજય ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૩ દશકથી છે અને તેમની નેટવર્થ ૨૬૦ કરોડ રૂપિયા છે.

અજય દેગણે પોતાના ફિલ્મી કેરિયરમાં ઈતિહાસ, ઈશ્ક, વિજયપથ, જાન, ગોલમાલ સીરીઝની ચાર સફળ ફિલ્મો, સિંઘમ, ગુંડારાજ, પ્યાર તો હોના હી થા, સુહાગ, દિલવાલે, ઓલ દી બેસ્ટ, સન ઓફ સરદાર, સિંઘમ-૨, જમીન, હમ દિલ દે ચુકે સનમ અને ટોટલ ધમાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

શું તમારો ફેવરેટ હિરોમાં અજય છે? તમારો ફેવરેટ હીરો કોણ છે? કોમેન્ટ બોક્ષમાં લખીને જણાવો.

આ માહિતી ન્યુજ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.