આ જગ્યા પર ઊંધું વહે છે પાણી અને ઊંધી ચાલે છે ગાડીઓ, વૈજ્ઞાનિક પણ નથી જાણી શક્યા એનું સાચું કારણ.

આજના સમયમાં વિજ્ઞાન એ ઘણી પ્રગતી કરી લીધી છે, દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન દ્વારા કરવામાં આવેલી શોધોથી દરેક માહિતગાર છે. પરંતુ તેમ છતાં પણ આખી દુનિયામાં ઘણા એવા સ્થળ અને રહસ્ય છે. જેના વિષે આજે પણ વિજ્ઞાન કોઈ પ્રકારની કોઈ જાણ મેળવી શક્યું નથી. કુદરત દ્વારા કરવામાં આવેલા આ અદ્દભુત ચમત્કારો પાછળના સાચા કારણો અને તેમાં એવું થવાના કારણ આજ સુધી કોઈ નથી જાણી શક્યું. આજે અમે તમને એક એવા સ્થળ વિષે જણાવીશું જ્યાં પાણી ઊંધું વહે છે. તમને એ વાત સાંભળીને વિચિત્ર લાગી રહ્યું હશે, થોડી વાર માટે તો તમને આ વાત ઉપર વિશ્વાસ પણ નહિ આવે પરંતુ આ વાત એકદમ સાચી છે. તો આવો તમને જણાવીએ એ સ્થળ વિષે,

અહિયાં ઉલટું વહે છે પાણી :-

છત્તીસગઢમાં સ્થળ છે. મેનપાટ જેને ત્યાંનું શિમલા કહેવામાં આવે છે. મેનપાટને તેની કુદરતી સુંદરતા અને તિબેટ અને જનજાતીય સંસ્કૃતિનું કારણ માનવામાં આવે છે. મેનપાટમાં એક સ્થળ છે. જે લોકોમાં ઘણું પ્રચલિત થઇ રહ્યું છે અને એ સ્થળનું નામ છે ‘ઉલટા પાણી’. આ એ સ્થળ છે જ્યાં પાણી ઉલટું વહે છે. આ વાતની જાણકારી થોડા સમય પહેલા જ થઇ છે.

અને એવી થવા નું કારણ શું છે એ વાત ની માહિતી મેળવવા માટે હજુ સુધી વેજ્ઞાનિક લાગેલા છે. ઉલટા પાણી નામનું આ સ્થળ અંબિકાપુર થી ૫૬ કી.મી. દુર બિસરપાની નામના ગામમાં છે. અહિયાં ની ક્ષેત્રીય ભાષા માં બિસરપાની નો અર્થ થાય છે પાણી નું રીસાવું. અહિયાં પાણી રોડના એક કાંઠેથી ખેતરના એક ખૂણા માંથી પસાર થઇ કુદરતના સામાન્ય નિયમોથી વિપરીત ઘાટ તરફ ચડે છે. પાણી ની આ ઉલટી ધારા લગભગ ૨ કી.મી. સુધી લાંબી વહે છે.

વાહન પણ ચાલે છે ઉલટા :-

માત્ર પાણી જ નહિ પરંતુ અહિયાં થી નીકળતા રોડ ઉપર જો તમે તમારી ગાડી ને ન્યુટ્રલ માં નાખી દો તો તે પણ પોતાની જાતે ઘાટ તરફ ચાલવા લાગે છે. બંધ ગાડી ને ઘાટ તરફ પોતાની જાતે ચડતા જોવું પ્રવાસીઓ માટે ઘણું રોમાંચિત કરવા વાળું હોય છે.

હજુ સુધી નથી થયું રીચર્સ :-

અહિયાં પાણીનું આવી રીતે વહેવું ઘણું આશ્ચર્યચકિત કરવા વાળું હોય છે પરંતુ તેમ છતાં પણ અહિયાં હજુ સુધી કોઈ રીસર્ચ ટીમ આવી નથી. ભૂગોળ શાસ્ત્રીઓ નું એવું અનુમાન છે કે એવું થવાનું કારણ ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય છે પરંતુ એ પણ એક અનુમાન જ છે.

ભૂગોળના જાણકારો એ પાણીને ઉલટું વહેવાનું કારણનું મુખ્ય કારણ ગુરુત્વાકર્ષણ જ ગણાવ્યું છે. તેમનું માનવું છે કે પાણીને વિપરીત દિશામાં વહેવું ચુંબકીય ભંડારનું એ દિશામાં હોવું બની શકે છે. કેમ કે મેનપાટ જ્વાળામુખી પઠાર છે.

ગુજરાતમાં પણ આવા સ્થળ વિષે તમારા માંથી કોઈ જણાતું હોય તો કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરી બતાવે. અને આ સિવાય પણ આવા અચરજ કારી વાત તમે કોમેન્ટમાં લખી શેયર કરી શકો છો.