બોલિવૂડની 5 એવી એકટ્રેસ જે ખાઈ ચુકી છે જેલની હવા, નામ જાણીને દંગ થઇ જશો તમે

જેલ, કોર્ટ-કચેરી, ડોકટર અને પોલીસ એક સામાન્ય માણસ માટે ખુબ મોટી હોય છે પરંતુ રાજનેતાઓ અને ફિલ્મી દુનિયા માટે તેમા આવવા જવાનું એક સામાન્ય વાત છે. અહીંયા કોઈની સાથે છૂટાછેડા થઇ જાય અને તે કોર્ટના ચક્કર લગાવતો રહે એનાથી પણ કોઈ ફર્ક પડતો નથી. તમે હજુ સુધી સલમાન ખાન અને સંજય દત્ત ને ઘણી વાર જેલ જતા કે કોર્ટના ચક્કર લગાવતા જોયા હશે પણ બોલિવૂડ અભિનેત્રીઓ વિષે જયારે જોયું કે સાંભળ્યું છે? હા, આજે અમે તમને બોલિવૂડની 5 એવી એક્ટ્રેસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે જેલના ચક્કર લગાવી ચુકી છે, ચાલો જાણી લઈએ એ કોણ છે.

બોલિવૂડની 5 એવી એકટ્રેસ જે ગઈ છે જેલ

1. શ્વેતા બસુ પ્રસાદ :

નિર્દેશક-નિર્માતા એકતા કપૂરની પ્રખ્યાત સિરિયલ ‘કહાની ઘર ઘર કી’ ની નાનકડી શ્રુતિ અને ફિલ્મ ‘મકડી’ ની ચાઈલ્ડ એક્ટ્રેસ પોતાના કરિયરની શરૂઆત કરવા વાળી શ્વેતાએ ઇકબાલ, ડરના જરૂરી છે અને બદ્રી નાથ કી દુલ્હનિયા જેવી પ્રખ્યાત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કેટલાક વર્ષ પહેલા આમને હૈદરાબાદ પોલીસે સેક્સ રેકેટમાં પકડી હતી. તેમને હૈદરાબાદના એક હોટલમાં પોલીસે રંગે હાથ પકડાઈ હતી, થોડા સમય પછી તે છૂટી ગઈ અને તેમણે જણાવ્યું કે હવે તે સુધારી જશે અને એવા કોઈ કામ નહિ કરે..

2. સોનાલી બેન્દ્રે :

બોલિવૂડની માસુમ ચહેરા વાળી સોનાલી બેન્દ્રેએ ‘સરફરોજ’, ‘હમ સાથ-સાથ હૈ’, ‘ડુપ્લીકેટ’ અને ‘દીલજલે’ જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1999 માં આવેલ ફિલ્મ હમ સાથ-સાથ હૈ ના કાળા હરણ શિકારના મામલામાં તેમને ઘણી વાર કોર્ટના ચક્કર લગાવવા પડ્યા હતા. આના સિવાય વર્ષ 2008 માં સોનાલીએ એક ફોટોશૂટ કરાવ્યો અને તેમણે પીળા રંગનો શોર્ટ કુર્તા પહેરેલો હતો જેમાં ૐ નમઃ સિવાય લખ્યું હતું. જયારે આ ફોટો સામે આવી તો કેટલાક લોકોએ સોનાલી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહુંચાડવાનો આરોપ લગાવ્યો. તેના વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. જેના પછી તેમને ઘણા દિવસો સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવાની સાથે જેલ પણ જવું પડ્યું હતું પછી તમને જમાનત પણ મળી ગઈ હતી.

3. મોનીકા બેદી :

બોલિવૂડ અભિનેત્રી મોનીકા બેદીના અફેયર ના કિસ્સા ગૈગસ્ટર અબુ સલેમની સાથે ખુબ હેડલાઈનમાં રહ્યા. આ મામલામાં પોલીસે તેમને ઘણી વાર પુછપરછ માટે પોલીસ સ્ટેશન જવું પડ્યું. પછી મોનિકાના વિરુદ્ધ બધા સબૂત સાચા નીકળ્યા તેમણે કેટલાક સમય સુધી જેલની હવા ખાવી પડી હતી. થોડા વર્ષો પછી તેને છોડી દેવામાં આવી હતી.

4. મધુબાલા :

ગુજરેલાં જમાનાની પ્રખ્યાત અભિનેત્રી મધુબાલાએ ‘મુગલ-એ-આઝમ’,’ચલતી કા નામ ગાડી’ અને ‘મહલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ શું તમે જાણો છો કે જેલ પણ જય ચૂકેલ છે. મધુબાલાએ વર્ષ 1957માં એક ફિલ્મ સાઈન કરી હતી જેના માટે તેમને એડવાન્સ પૈસા પણ લઇ લીધા. તેના પછી તેમણે ફિલ્મ કરી નહિ અને પૈસા પણ પાછા આપ્યા નહિ. આના કારણે ફિલ્મ પ્રોડ્યુસરે તેમના વિરુદ્ધ એફઆરઆઇ લખી અને તેમને કેટલાક દિવસ માટે જેલ જવું પડ્યું.

 

5. અલકા કૌશલ :

ટીવી સિરિયલ એક્ટ્રેસ અલકાએ ક્વીન, ઘર્મ સંકટ અને બજરંગી ભાઈજાન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ કોઈ કારણો સર તેમને જેલ જવું પડ્યું. અલકા ના ચેક ઘણી વાર બાઉન્સ થવાના કારણે વર્ષ 2017 માં તેમને કેટલાક દિવસ માટે જેલમાં રહેવું પડ્યું