જીવનમાં કોઈ તકલીફ આવે તો તે તકલીફથી દુઃખી થવાને બદલે તેનો ઉકેલ કાઢવો જોઈએ, લાલ પુસ્તકમાં દરેક તકલીફોનો ઉકેલ કરવા તેની સાથે જોડાયેલા તુટકા જણાવવામાં આવ્યા છે અને આ તુટકા કરવાથી તકલીફો દુર કરી શકાય છે. લાલ પુસ્તક મુજબ જાનવરોની સેવા કરવાથી અને તેને ભોજન કરાવવાથી ઘણી સમસ્યાઓ હલ થઇ જાય છે. તો આવો જાણીએ કે ક્યા જાનવરને ભોજન કરાવવાથી કઈ મુશ્કેલી દુર થઇ જાય છે.
ગાયને ખવડાવો રોટલી
આપણા ગ્રંથોમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ગાયની અંદર ઘણા બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયની સેવા કરવાથી પાપો માંથી મુક્તિ મળી જાય છે અને જીવન સફળ થઇ જાય છે. એટલું જ નહિ ગાયની સેવા કરવાથી કુંડળીના દોષો પણ દુર કરી શકાય છે. જે લોકોના ઘરોમાં હંમેશા તણાવનું વાતાવરણ રહેતું હોય છે તે લોકો ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવતા રહે. ગોળ અને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને ઝગડા દુર થઇ હાય છે.
તે ઉપરાંત ગાયને ચારો નાખવાથી કુંડળી દોષ પણ દુર થઇ જાય છે અને ગ્રહ શાંત બની રહે છે. એટલું જ નહિ જે લોકો ગાયની પૂજા કરે છે તે લોકોના ઘરમાં ક્યારેય પણ ધનની ખામી નથી રહેતી અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે ઘરમાં થઇ જાય છે.
પક્ષીઓને નાખો અનાજ
પક્ષીઓને અનાજ નાખવું સારું ગણવામાં આવે છે અને એમ કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. જે લોકોની કુંડળીમાં શની ગ્રહ ભારે હોય છે તે લોકો કાગડાને તેલ વાળી રોટલી ખવડાવતા રહો. કાગડાને તેલ વાળી રોટલી નાખવાથી શની ગ્રહ શાંત થઇ જાય છે. તે ઉપરાંત ચકલીને દાણા નાખવાથી ધંધામાં પ્રગતી થાય છે અને આરોગ્ય સારું જળવાઈ રહે છે. જયારે કબુતરને અનાજ નાખવાથી જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે.
માછલીઓને નાખો લોટ
માછલીઓને લોટની ગોળીઓ નાખવાથી દરેક પ્રકારના રોગ દુર થઇ જાય છે. તે ઉપરાંત બુધ ગ્રહ ભારે હોય ત્યારે જો માછલીઓને લોટ નાખવામાં આવે તો તે ગ્રહ શાંત થઇ જાય છે અને તે ગ્રહના પ્રકોપથી રક્ષણ થાય છે.
કુતરાને રોટલી ખવડાવો
કાળા કુતરાને રોટલી ખવડાવવાથી શની, કેતુ અને રાહુ ગ્રહ શાંત થઇ જાય છે. એટલા માટે જે વ્યક્તિની કુંડળીમાં આ ત્રણ ગ્રહ ભારે છે તો તે લોકો કાળા કુતરાને શનિવારના દિવસે તેલમાં તળેલી રોટલી કે આખી પૂરી ખાવા માટે આપો. એવું માનવામાં આવે છે કે જો તમારા હાથથી આપવામાં આવેલી રોટલી કુતરા ખાઈ લે તો આ ગ્રહોનો દોષ દુર થઇ જાય છે.
કીડીઓને લોટ નાખો
કીડીઓને લોટ નાખવાથી કુંડળીઓમાં ગ્રહ શાંત બની રહે છે અને આરોગ્ય પણ તંદુરસ્ત રહે છે. એટલા માટે તમે રોજ સવાર સાંજના સમયે કીડીઓને લોટ નાખતા રહો. આમ કરવાથી દરેક મનોકામના પણ પૂરી થઇ જાય છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.