વૈજ્ઞાનિકો મુજબ આ 10 જગ્યાઓ ઉપર ફોન રાખવાથી થાય છે આટલા નુકશાન

જરા વિચારી જુઓ દિવસમાં તમે સૌથી વધુ સમય કોની સાથે પસાર કરો છો? સ્કુલના મિત્રો? કોલેજના મિત્રો? ઓફીસના મિત્રો? ગર્લ ફ્રેંડ? પત્ની? મિત્રો? રૂમ પાર્ટનર? કે પછી મોબાઈલ ફોન?

જાણીતી વાત છે કે તમારો જવાબ પણ મોબાઈલ ફોન જ હશે. આ જ તે વસ્તુ છે જે દરેક સમયે આપણી નજીક હોય છે. બીજું તો ઠીક રાત્રે પણ આપણી સાથે આપણી પથારી ઉપર, આપણી પાસે સુવે છે. તે જો થોડી વાર માટે બંધ થઇ જાય તો એવું થાય છે કે આપણી આજુ બાજુની દુનિયા જ અટકી ગઈ છે.

જો જોવામાં આવે તો આપણો સ્માર્ટ ફોન આપણી સૌથી ખરાબ ટેવ માં ની એક છે. આપણા માં બાપ પણ WhatsApp ઉપર આવ્યા પછી હમેશા મોબાઈલ થી થતા નુકશાન વાળા મેસેજ આપણેને WhatsApp ઉપર ફોરવર્ડ કરતા રહે છે. પણ આપણે ક્યારેય તેની ઉપર ધ્યાન નથી આપતા. પણ મિત્રો આપણો સ્માર્ટફોન આપણને ખરેખર નુકશાન કરે છે. આ વાત તો વિજ્ઞાનિક પણ માને છે.

આજે સ્માર્ટફોન માટે થોડા નુકશાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તે જાણ્યા પછી તમે તમારા સ્માર્ટફોન થી દુર રહેવાનું શરુ કરી દેશો. મોડું ન કરો. તરત વાચી લો.

આપણામાંથી ઘણા લોકોને ઓશિકા ની નીચે ફોન રાખીને સુવાની ટેવ હોય છે. ફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન માથાનો દુખાવો અને ચક્કર આવવાને કારણે બની શકે છે. તે ઉપરાંત ઓશિકા નીચે ફોન ફાટવાના પણ ઘણા કિસ્સા સામે આવી ગયેલ છે.

થોડા સાયન્ટીસ્ટ મુજબ ‘બ્રાં’ માં ફોન રાખવો બ્રેસ્ટ કેન્સર નું કારણ બની શકે છે. તેથી મહિલાઓ એ ‘બ્રાં’ માં ફોન રાખવાથી દુર રહેવું જોઈએ.

બાળકો પાસે રાખવો

એક અભ્યાસ મુજબ બાળકો પાસે ફોન રાખવો તેના માટે નુકશાનકારક હોય છે. તેમની પાસે ફોન રાખવાથી તેને હાઈપરએક્ટીવીટી અને ડીફીસીટ ડીસઓર્ડર જેવી તકલીફો થઇ શકે છે.

પાછળના ખિસ્સામાં

ફોનને પાછળના ખિસ્સા માં રાખવાથી તે તૂટવાની શક્યતા વધી જાય છે, સાથે જ સાથે એક સંશોધન મુજબ તેના કારણે તમને પેટ અને પગમાં દુઃખાવો પણ થઇ શકે છે.

સામેના ખિસ્સામાં

સામેના ખિસ્સામાં ફોન રાખવો પુરુષ માટે નુકશાનકારક હોય છે. એક અભ્યાસ મુજબ મોબાઈલ માંથી ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડીયમ નીકળે છે, જે સ્પર્મ ઓછા અને ક્વોલેટી ને ખરાબ કરે છે.

હીપ ની પાસે

એક સંશોધન મુજબ જાંઘો ની પાસે ફોન રાખવો તમારી હીપ બોન ને નુકશાન કરી શકે છે. ફોન ને બેગમાં રાખવો જ સૌથી ઉત્તમ છે.

સ્કીન પાસે

સામાન્ય રીતે જયારે આપણે ફોન ઉપર વાત કરીએ છીએ તો ફોન માત્ર આપણા કાન સાથે જ નહિ પણ આપણા ચહેરા સાથે પણ ચિપકાવેલ હોય છે. તેનાથી ફોનના બેક્ટેરિયા આપણી સ્કીન ના કોન્ટેક માં આવી જાય છે સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન પણ આપણને નુકશાન કરી શકે છે. ફોન આપણે આપણી સ્કીન થી 0.5 -1.5 cm દુર રાખવો જોઈએ.

ઠંડી જગ્યા

વધુ ઠંડી જગ્યાએ પણ ફોન માટે સારી નથી હોતી. જયારે તમે ઠંડી જગ્યામાં ફોન લઈ જઈને પાછા ગરમ જગ્યા ઉપર ફોન લઈ જાવ તો તેમાં વોર્મ કવર લગાવીને લઇ જાવ.

ગરમ જગ્યા ઉપર

વધુ તાપમાન પણ ફોન માટે નુકશાનકારક હોય છે. ફોનને ગરમ ઋતુ માં તડકામાં રાખવો કે ઓવન ની પાસે રાખવો પણ ખુબ નુકશાનકારક હોય છે.

આખીરાત માટે ચાર્જીંગ માં લગાવીને

આખી રાત માટે ચાર્જીંગ માં ફોન લગાવીને રાખવો આપણી સ્કીન ને નુકશાન નથી કરતો પણ તેનાથી ફોનની બેટરી ને નુકશાન થઇ શકે છે. તે કાયમ માટે ખરાબ થઇ શકે છે.