આ જોડીથી ફિલ્મો થતી હતી હિટ, પરંતુ હવે ક્યારેય સાથે પડદા પર કામ નહિ કરે આ 5 જોડીઓ.

પડદા ઉપર ઘણી જોડીઓ એવી બની જેમણે લોકોનું દિલ જીત્યું અને તેની કેમેસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ પણ આવી. આમ તો ઘણી વખત સાથે કામ કરતા રહ્યા અફેયર થવા અને પાછળથી વિવાદ થઇ જવાને કારણે તેમના સંબંધ બગડી ગયા. તેવામાં અમુક જોડીઓ છે, જેમણે પડદા ઉપર પસંદ કરવામાં આવ્યા, પરંતુ હવે તે ક્યારે પણ સાથે કામ નહી કરે. તમને જણાવી આપીએ કે એવી જ અમુક જોડીઓ વિષે જેમની જોડી હીટ તો રહી, પરંતુ હવે તે ક્યારેય સાથે કામ નહિ કરે.

શાહરૂખ – પ્રિયંકા :-

શાહરૂખ અને પ્રિયંકાની જોડી બોલીવુડમાં ઘણી મોડેથી બની, પરંતુ તેમની ફિલ્મ ડોનને ઘણી પસંદ કરવામાં આવી. આ ફિલ્મમાં શાહરૂખએ ડોન અને પ્રિયંકાએ રોમાંનું પાત્ર નિભાવ્યું હતું. આમ તો આ ફિલ્મો વચ્ચે જ શાહરૂખ અને પ્રિયંકાના અફેયરના સમાચારો આવવા લાગ્યા. જેના કારણે શાહરૂખની પત્ની ગૌરીએ પ્રિયંકાને શાહરૂખના લીસ્ટ માંથી ગુમ કરી દીધી. ગૌરીના કહેવાથી ઋત્વિકની એક્સ વાઈફ સુજેન પણ પ્રિયંકાથી દુર રહેતી હતી. ત્યાં સુધી કે તેમણે ઘણી વખત પ્રિયંકાને ઇગ્નોર પણ કરી. હાલમાં થયેલા પ્રિયંકાના લગ્નમાં શાહરૂખ ખાન આવ્યા ન હતા.

ઋત્વિક-કંગના :-

બોલીવુડની આ જોડી પણ ઘણી કાંટ્રોવર્ષીયલ રહી. બન્ને એ સાથે ક્રીશ ૩ કરી હતી અને કાઈટ્સના એક ગીતમાં કંગના એ સ્પેશ્યલ અપીયરેંસ પણ આપ્યો હતો. આમ તો તેમના અફેયરના ઝગડા એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને કંગનાએ ઋત્વિક ઉપર ઘણા બધા આરોપ પણ લગાવ્યા હતા. કંગનાનું કહેવું હતું કે ઋત્વિક એ તેની સાથે લગ્નની વાત કરી હતી અને પાછળથી ફરી ગયો હતો. ત્યાર પછી ઘણો વિવાદ થયો હતો. તેમની પણ ફિલ્મ હીટ હતી, પરંતુ તેમના ઝગડાને લઈને કહેવું મુશ્કેલ છે કે તે સાથે કામ કરે.

અક્ષય કુમાર – પ્રિયંકા ચોપડા :-

ખિલાડી કુમાર તેમની એક્શન અને કોમેડીથી ઘણું વધુ અફેયરને લઈને ચર્ચામાં રહ્યા. તેમનું નામ શિલ્પા અને રવિના ટંડન સાથે સાથે પ્રિયંકા ચોપડા સાથે પણ જોડાયું. અક્ષય અને પ્રિયંકાની સાથે અંદાજ, વક્ત, એતરાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની સાથે કરવામાં આવેલી ફિલ્મો ઘણી પસંદ કરવામાં આવી અને જોડી પણ, પરંતુ અફેયરના વિવાદને લીધે અક્ષય અને પ્રિયંકા એ આગળ સાથે કામ ન કર્યું અને ન તો કરશે.

સલમાન – એશ્વર્યા :-

અફેયરમાં સૌથી વિવાદિત અને સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડી સલમાન અને એશની. બન્નેની એક જોરદાર ફિલ્મ હતી હમ દિલ દે ચુકે સનમ. આ સેટમાં બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. ત્યાર પછી હમ તુમ્હારે હે સનમમાં એશ સલમાનના આપોજીટ જોવા મળી હતી. આમ તો તેમની જોડી ઘણી પસંદ કરવામાં આવી. પરંતુ વિવાદને લઇને હવે તેઓ પણ સાથે કામ નથી કરતા. આમ તો ઘણા બધા એક્સ હવે દુશ્મની ભૂલીને સાથે કામ કરી રહ્યા છે, પરંતુ સલમાન અને એશના કેસમાં કદાચ નથી બનવાનું.

શાહિદ – કરીના :-

એક સમયે દો જિસ્મ ઓર એક જાન રહેનારા શાહિદ અને કરીનાના રસ્તા ઘણા સમય પહેલા જ અલગ થઇ ગયા છે. બન્નેના લગ્ન થઇ ગયા હતા અને પોતાના બાળકો સાથે બન્ને પોતાના પરિવારમાં સુખી છે. આમ તો શાહિદનું નામ પ્રિયંકા સાથે પણ જોડાયું હતું, પરંતુ બધું જુનું ભૂલીને તે પ્રિયંકાના રીસેપ્શનમાં પહોચી ગયા હતા, પરંતુ કરીનાથી શહીદ દુર જ રહે છે. બન્ને એ સાથે કરવામાં આવેલી ફિલ્મ જબ વી મેટ હતી. જે પડદા ઉપર સુપરહિટ સાબિત થઇ હતી. તેમની જોડી ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ હવે એ બન્ને સ્ટાર પણ સાથે ક્યારે પણ જોવા નહિ મળે.