આ કામોને કરી શકતા હતા ફક્ત રામભક્ત હનુમાન, જાણો કયા કયા છે તે કાર્ય

કળિયુગમાં મહાબલી હનુમાનજી એક માત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તોનો અવાજ સૌથી પહેલા સાંભળે છે, તે પોતાના ભક્તો ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ હંમેશા જાળવી રાખે છે, તેના કારણે જ હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે, તે પોતાના ભક્તોના તમામ કષ્ટ દુર કરે છે, એટલું જ નહિ જો શિવપુરણ મુજબ જોવામાં આવે તો ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામજીની મદદ કરવા અને દુષ્ટજનોનો નાશ કરવામાં પણ હનુમાનજીની મહત્વની ભૂમિકા હતી.

હનુમાનજીને શિવજીનો અવતાર માનવામાં આવે છે, તે શિવજીના શ્રેષ્ઠ અવતારો માંથી એક છે, જયારે ભગવાન શ્રીરામજી અને લક્ષ્મણજી ઉપર કોઈ મુશ્કેલી આવી ત્યારે હનુમાનજીએ પોતાની બુદ્ધી અને પરાક્રમથી તમામ મુશ્કેલીઓનું સમાધાન કર્યું, હનુમાનજીના પરાક્રમથી જ શ્રીરામને રાવણ ઉપર વિજય પ્રાપ્ત થયો હતો.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી થોડા એવા કાર્યો વિષે જાણકારી આપવાના છીએ જે માત્ર રામ ભક્ત હનુમાનજી જ કરી શકતા હતા, આ કાર્યો કરવા બીજા કોઈની હેસિયતની વાત ન હતી.

આવો જાણીએ ક્યા ક્યા કાર્યો માત્ર રામભક્ત હનુમાનજી કરી શકતા હતા

રામાયણ કાળમાં જયારે માતા સીતાજીની શોધ થઇ રહી હતી ત્યારે દરિયા કાંઠા ઉપર અંગદ, જામવંત, હનુમાનજી પણ પહોચી ગયા હતા, ૧૦૦ યોજન વિશાળ સમુદ્રને જોઈને સૌનો ઉત્સાહ ઓછો થઇ ગયો હતો, કોઈપણ આટલા મોટા સમુદ્રને પાર કરી શકતા ન હતા, ત્યારે જામવંતે હનુમાનજીને તેમની શક્તિ અને પરાક્રમનું સ્મરણ કરાવ્યું હતું, ત્યારે હનુમાનજીએ ૧૦૦ યોજન વિશાળ સમુદ્રને એક છલાંગમાં પાર કરીને સીતા માતાની શોધ કરી હતી.

જયારે હનુમાનજીએ સીતા માતાની શોધ કરી હતી ત્યારે તેમણે અશોક વાટિકાને ખેદાન મેદાન કરી દીધી હતી, હનુમાનજીએ એવું એટલા માટે કર્યું હતું કેમ કે તે પોતાના દુશ્મનોની શક્તિનો તાગ મેળવવા માંગતા હતા, જયારે રાવણના સૈનિકો હનુમાનજીને પકડવા આવ્યા તો તેમણે તે બધાનો વધ કરી દીધો હતો.

જયારે તે વાતની જાણ રાવણને થઈ ત્યારે રાવણ જંબુમાળી નામના રાક્ષસને હનુમાનજીને પકડીને લાવવાનું કહ્યું હતું પરંતુ હનુમાનજીએ તેનો પણ વધ કરી દીધો હતો, ત્યારે રાવણે પોતાના પુત્ર અક્ષય કુમારને મોકલ્યો હતો, જયારે અક્ષય કુમાર હનુમાનજીને પકડીને રાવણ સમક્ષ લાવ્યા ત્યારે રાવણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવા માટે પોતાના સૈનિકોને કહ્યું, ત્યારે હનુમાનજીએ આખી લંકાને સળગાવી દીધી હતી.

જયારે લક્ષ્મણજી મૂર્છિત થઇ ગયા હતા ત્યારે તેમનો જીવ બચાવવા માટે હનુમાનજી જ ઔષધી લઈને આવ્યા હતા. એ સમયે જામવંતે હનુમાનજીને કહ્યું કે તમે જલ્દી હિમાલય પર્વતના ઋષભ અને કૈલાશ શિખર ઉપર એક ઔષધી જોવા મળશે,તે લઈને આવો, આ ઔષધીની સુંગંધથી જ લક્ષ્મણ પુનઃ સ્વસ્થ થઇ જશે, જામવંતજીના કહેવાથી હનુમાનજી તરત જ પર્વત લેવા ચાલી નીકળ્યા, રસ્તામાં તેમને ઘણી મુશ્કેલીઓ આવી હતી પરંતુ તેમણે પોતાની બુદ્ધી અને પરાક્રમનો ઉપયોગ કરી અને તે પર્વત સહીત ઔષધી લઈને આવી ગયા હતા.

મહાબલી હનુમાનજીએ ઘણા બધા પરાક્રમી રાક્ષસોનો વધ કર્યો હતો, હનુમાનજી અને રાવણ વચ્ચે પણ ભયંકર યુદ્ધ થયું હતું, રામાયણ મુજબ જોવામાં આવે તો હનુમાનજીની થપ્પડથી રાવણ ધ્રુજી ઉઠ્યો હતો, મહાબલી હનુમાનજીના આ પરાક્રમને જોઇને ત્યાં હાજર તમામ વાનરોમાં આનંદ છવાઈ ગયો હતો, હનુમાનજીને બુદ્ધિશાળી અને પરાક્રમી માનવામાં આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.