આ કારણોને કારણે આજે આખું વિશ્વ માને છે કે એક માત્ર હિન્દૂ ધર્મ છે જે વિજ્ઞાન પર આધારિત છે.

વૈજ્ઞાનિક કારણ : એક દિવસ ડીસ્કવરી ઉપર જેનેટિક બીમારીઓ સાથે સંબંધિત એક જ્ઞાનવર્ધક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં એક અમેરિકી વૈજ્ઞાનિકે કહ્યું કે જેનેટિક બીમારી ન થાય તેનો એક જ ઈલાજ છે અને તે છે ‘સેપરેશન ઓફ જીંસ’ એટલે કે પોતાના નજીકના સંબંધિઓમાં લગ્ન ન કરવા જોઈએ કેમ કે નજીકના સંબંધિઓમાં જીંસ સેપરેટ (વિભાજન) નથી થઇ શકતું અને જીન્સ લીંકેજડ બીમારીઓ જેવી કે હિમોફેલીયા, કલર વ્હાઈંડનેસ અને અલ્બોનીજ્મ હોવાના ૧૦૦% ચાન્સ હોય છે.

પછી વધુ આનંદ થયો જયારે તે કાર્યક્રમમાં એ બતાવવામાં આવ્યું કે ખરેખર ‘હિંદુ ધર્મ’ માં હજારો હજારો વર્ષ પહેલા જીંસ અને ડીએનએ વિષે કેવું લખવામાં આવ્યું છે? હિન્દુત્વમાં ગોત્ર હોય છે અને એક ગોત્રના લોકો એકબીજા સાથે લગ્ન નથી કરી શકતા. જેથી જીંસ સેપરેટ (વિભાજીત) રહે. તે વૈજ્ઞાનિકે કહ્યું કે આજે આખા વિશ્વને માનવું પડ્યું કે ‘હિંદુધર્મ’ જ વિશ્વનો એકમાત્ર એવો ધર્મ છે જે ‘વિજ્ઞાન’ ઉપર આધારિત છે.

૧. કાન વિંધાવવાની પરંપરા : ભારતમાં લગભગ તમામ ધર્મોમાં કાન વીંધવાની પરંપરા છે. વૈજ્ઞાનિક તર્કશાસ્ત્રીઓ મને છે કે તેનાતી વિચરવાની શક્તિ વધે છે. જો કે ડોકટરોનું માનવું છે કે તેનાથી વાણી સારી થાય છે અને કાન માંથી થઇને મગજ સુધી જવા વાળી નસોનો રક્તસંચાર નિયંત્રિત રહે છે.

૨. માથા ઉપર કુમકુમ,તિલક : મહિલાઓ અને પુરુષો માથા ઉપર કુમકુમ કે તિલક લગાવે છે વૈજ્ઞાનિક તર્ક આંખોના વચ્ચેથી માથા સુધી એક નસ જાય છે. કુમકુમ કે તિલક લગાવવાથી તે જગ્યાની ઉર્જા જળવાયેલી રહે છે. માથા ઉપર તિલક લગાવતી વખતે જયારે અંગુઠો કે આંગળીથી દબાણ પડે છે, ત્યારે ચહેરાની ત્વચાને રક્ત સપ્લાઈ કરવા વાળી માંસપેશીઓ સક્રિય થઇ જાય છે. તેનાથી ચહેરાની કોશિકાઓ સુધી સારી રીતે લોહી પહોચે.

૩. જમીન ઉપર બેસીને ભોજન : ભારતીય સંસ્કૃતિ મુજબ જમીન ઉપર બેસીને ભોજન કરવું સારી વાત હોય છે વેજ્ઞાનિક તર્ક પલોઠી વાળીને બેસવું એક પ્રકારનું યોગ આસન છે. આ પોઝીશનમાં બેસવાથી મગજ શાંત રહે છે અને ભોજન કરતી વખતે મગજ શાંત હોય તો પાચન ક્રિયા સારી રહે છે. આ પોઝીશનમાં બેસતા આપોઆપ મગજ માંથી સિગ્નલ પેટ સુધી જાય છે, કે પેટ ભોજન માટે તૈયાર થઇ જાય.

૪. હાથ જોડીને નમસ્તે કરવું : જયારે કોઈને મળીએ છીએ તો હાથ જોડીને નમસ્તે કરવું અથવા નમસ્કાર કરે છે. વેજ્ઞાનિક તર્ક જયારે તમામ આંગળીઓના છેડા એક બીજાના સંપર્કમાં આવે છે અને તેની ઉપર દબાણ પડે છે. એક્યુપ્રેશરને કારણે એની સીધી અસર આપણી આંખો, કાન અને મગજ ઉપર થાય છે. જેથી સામે વાળા વ્યક્તિને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ.

બીજો તર્ક એ કે હાથ મિલાવાને(પશ્ચિમ સભ્યતા) બદલે તમે નમસ્તે કરો છો, તો સામે વાળાના શરીરના જીવાણું તમારા સુધી નથી પહોચી શકતા. જો સામે વાળાને સવાઈન ફ્લુ પણ છે, તો પણ તે વાયરસ તમારા સુધી નથી પહોચતા.

૫. ભોજનની શરૂઆત તીખાથી અને અંત ગળ્યાથી : જયારે પણ કોઈ ધાર્મિક કે કુટુંબીક અનુષ્ઠાન હોય છે, તો ભોજનની શરુઆત તીખાથી અને અંત ગળ્યાથી થાય છે. વેજ્ઞાનિક તર્ક તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચન તત્વ અને અમ્લ સક્રિય થઇ જાય છે. તેનાથી પાચન તંત્ર સારી રીતે સંચાલિત થાય છે, છેલ્લે ગળ્યું ખાવાથી અમ્લની તીવ્રતા ઓછી થઇ જાય છે, તેનાથી પેટમાં બળતરા થતી નથી.

૬. પીપળાની પૂજા : બધા લોકો વિચારે છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત-પ્રેત દુર ભાગે છે : વેજ્ઞાનિક તર્ક તેની પૂજા એટલા માટે કરવામાં આવે છે, જેથી તે ઝાડ પ્રત્યે લોકોનું સન્માન વધે અને તેને કાપે નહિ પીપળો એક માત્ર એવું ઝાડ છે, જે રાત્રે પણ ઓક્સીજન પ્રવાહિત કરે છે.

૭. દક્ષીણ તરફ માથું રાખીને સુવું દક્ષીણ તરફ કોઈ પગ રાખીને સુવે છે, તો લોકો કહે છે કે ખરાબ સપના આવશે ભૂત પ્રેતનો પડછાયો આવશે, પૂર્વજનું સ્થાન, વગેરે એટલા માટે ઉત્તર તરફ પગ રાખીને સુવો.

વેજ્ઞાનિક તર્ક : જયારે આપણે ઉત્તર તરફ માથું રાખીને સુઈએ છીએ, ત્યારે આપણું શરીર પૃથ્વીના ચુંબકીય તરંગોની સીધમાં આવી જાય છે. શરીરમાં રહેલા આયરન એટલે લોહ મગજ તરફ સંચારિત થવા લાગે છે તેનાથી અલજાઈમર, પરકીંસન, કે મગજ સંબંધી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે એટલું જ નહિ લોહીનું દબાણ પણ વધી જાય છે.

૮. સૂર્ય નમસ્કાર : હિંદુઓમાં સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવવાથી નમસ્કાર કરવાની પરંપરા છે. વેજ્ઞાનિક તર્ક પાણી વચ્ચેથી આવવા વાળા સૂર્યના કિરણો જયારે આંખોમાં પહોચે છે, ત્યારે આપણી આંખોની દ્રષ્ટિ સારી રહે છે.

૯. માથા ઉપર શિખા : હિંદુ ધર્મમાં ઋષિ મુની માથા ઉપર ચોટી રાખતા હતા, આજે પણ લોકો રાખે છે વેજ્ઞાનિક તર્ક જે સ્થળ ઉપર ચોટી રાખવામાં આવે છે. તે સ્થળ ઉપર મગજની બધી નસો આવીને મળે છે, તેનાથી મગજ સ્થિર રહે છે અને માણસને ગુસ્સો નથી આવતો વિચારવાની ક્ષમતા વધે છે.

૧૦ વ્રત રાખવા : કોઈ પણ પૂજા પાઠ તહેવાર હોય તો લોકો વ્રત રાખે છે. વેજ્ઞાનિક તર્ક આયુર્વેદ મુજબ વ્રત કરવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ફળાહાર લેવાથી શરીરના ડીટોક્સીફીકેશન થાય છે, એટલે તેમાં ખરાબ તત્વ બહાર નીકળે છે. શોધકર્તાઓના જણાવ્યા મુજબ વ્રત કરવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. હ્રદય સંબંધી રોગો, ડાયાબીટીસ વગેરે રોગોમાં પણ જલ્દી નહિ થાય.

11. ચરણ સ્પર્શ કરવા : હિંદુ માન્યતા મુજબ જયારે પણ તમે કોઈ મોટા વડીલને મળો છો, તો તેના ચરણ સ્પર્શ કરો તે આપણે બાળકોને પણ શીખવાડીએ છીએ. જેથી તે મોટાનું આદર કરે વૈજ્ઞાનિક તર્ક મગજ માંથી નીકળતી ઉર્જા અને સામે વાળાના પગથી થઇને એક ચક્ર પૂરું કરે છે. તેને કોસમિક એનર્જીનો પ્રવાહ કહે છે. તેમાં બે પ્રકારે ઉર્જાનો પ્રવાહ થાય છે. મોટાના પગ માંથી થઇને નાનાના હાથ સુધી કે પછી નાનાના હાથ માંથી મોટાના પગ સુધી.

૧૨. કેમ લગાવવામાં આવે છે સિંદુર : પરણિત હિંદુ મહિલાઓ સિંદુર લગાવે છે વેજ્ઞાનિક તર્ક સિંદુરમાં હળદર, ચૂનો અને પારો હોય છે, તે મિશ્રણ શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે.

૧૩. તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે સુખ શાંતિ જળવાયેલી રહે છે. વેજ્ઞાનિક તર્ક : તુલસી ઈમ્યુન સીસ્ટમને મજબુત કરે છે ખાસ કરીને જો ઘરમાં તુલસીનો છોડ હશે, તો તેના પાંદડાનો ઉપયોગ પણ થશે અને તેનાથી બીમારીઓ દુર થાય છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.