ભસ્મ આરતી ઘણી વિશેષ હોય છે, એ તો તમે બધા જાણો છો. પરંતુ શું તમે જાણો છો? કે છેવટે ભસ્મ આરતી કેમ અને ક્યા કારણે કરવામાં આવે છે? તેની પાછળનું કારણ ઘણું વિશેષ છે. ભગવાન શંકર દેવોના દેવ કહેવાય છે. ભગવાન શંકરની પૂજા માટે ભસ્મ ઘણી જ વિશેષ અને પ્રિય વસ્તુ છે. શિવ પુરાણ મુજબ સૃષ્ટિનો સાર ભસ્મ છે. એક દિવસ સંપૂર્ણ સૃષ્ટિ આ રાખના સ્વરૂપમાં પરિવર્તિત થઇ જવાની છે. આ સૃષ્ટિનો સાર ભસ્મ એટલે રાખને શિવજી હંમેશા ધારણ કરી રાખે છે. તેનો એ અર્થ છે કે એક દિવસ આ સંપૂર્ણ સૃષ્ટિ શિવજીમાં વિલીન થઇ જવાની છે. ખાસ કરીને મહાકાલની આરતી ભસ્મથી થવા પાછળ એવી માન્યતા છે કે મહાકાલ શ્મશાનના સાધક છે અને તે તેમનો શણગાર અને આભુષણ છે અને તેને રોજ સવારે જગાડવાની વિધિ છે. એટલા માટે ભસ્મારતી સવારે ૪ વાગ્યે થાય છે.
ભગવાન શંકરને ભસ્મ ચડાવવા વિષે પૌરાણીક કથાઓમાં કહેવામાં આવે છે, જયારે સતી એ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાન શંકર તેના શરીરને પોતાના હાથોમાં લઇ તેના વિયોગમાં હતા તે દરમિયાન ભગવાન વિષ્ણુ દ્વારા દેવી સતીના શરીરને છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યું હતું અને જે સ્થાન ઉપર દેવી સતીના શરીરના અંગ પડ્યા ત્યાં આજે પણ દેવીના શક્તિપીઠ સ્થાપિત છે.
ભગવાન એ દેવી સતીનાં શરીરને ભસ્મમાં પરિવર્તિત કરી ભગવાન શંકરના શરીર ઉપર લગાવી દીધી. જે ભગવાન શિવની દેવીની છેલ્લી નિશાની માનીને પોતાના શરીર ઉપર લગાવી દીધી. તે ભસ્મને લઇને એ પણ કહેવામાં આવે છે કે જે રીતે ભગવાન શંકર વિનાશ અને મૃત્યુના દેવતા છે, દુનિયામાં મોહ માયાનો ત્યાગ કરવાનો સંદેશ આપે છે અને જીવનના અંતમાં બધું જ રાખ થઇ જવા વિષે સંદેશ આપે છે. ભગવાન શંકર વિધ્વંશ અને વિનાશના દેવતા છે અને રાખ પણ એક પ્રકારનો વિનાશ એટલે કે અંત જ દર્શાવે છે એટલા માટે તમની ભસ્મ આરતી કરવામાં આવે છે.
શરીર ઉપર ભસ્મ ઘસવાનો અર્થ છે કે જીવનમાં ક્યાય પણ ઘમંડની જરૂર નથી કેમ કે એક દિવસ બધું જ ભસ્મ થઇ જશે. શિવજીની પૂજામાં ભસ્મ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. બાર જ્યોતિર્લીંગ માંથી એક ઉજ્જૈન આવેલા મહાકાલેશ્વરમંદિરમાં દરરોજ વિશેષ પ્રકારે ભસ્મ આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતી, એક રહસ્યમયી, અસ્વાભાવિક અને અસામાન્ય અનુષ્ઠાન છે અને આખા વિશ્વમાં માત્ર ઉજ્જેનના મહાકાલ મંદિરમાં જ કરવામાં આવે છે. જ્યોતિર્લીંગ એટલે તે સ્થળ જ્યાં ભગવાન શિવ એ સ્વયં લિંગમ સ્થાપિત કર્યું હતું.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.