આ ખિસકોલી 8 વર્ષ સુધી આ પરિવારને દરરોજ મળવા આવે છે, બારીને ખખડાવે છે અને બેસી રહે છે ત્યાં સુધી જ્યાં સુધી કોઈ જોઈના લે.

જિંદગીની સૌથી મોટી ખુશીને ખિસકોલીએ તે પરીવાર સાથે શેયર કરી.

સાઉથ કેરોલીના (અમેરિકા) શહેરમાં રહેવાવાળા બ્રેટલી હેરિસન અને એના પરિવારે એક નાની ખિસકોલીને મદદ કરી જયારે તેના પર એક ઘુવડે તેના ઉપર હુમલો કર્યો હતો અને તે ઘાયલ હાલતમાં એમના ઘરની બહાર છુપાઈ હતી. આ ઘટના વર્ષ ૨૦૦૯ ની છે અને તે સમયે એ નાની ખિસકોલીની ઉંમર માત્ર ૪ અઠવાડિયા જેટલી હશે. હેરિસનના પરિવારે તેને બચાવી એનો ઈલાજ કરાવ્યો હતો. જો કે એ સમયે એમને ખબર નહિ હતી કે આ મદદ દ્વારા તેઓ જીન્દગીભરનો સંબંધ બનાવી રહ્યા છે.

જોડાય ગયો અજાણ્યો સંબંધ…

હેરિસનના પરિવારને જયારે તે ખિસકોલી મળી હતી, ત્યારે તે ઘણી નાની અને ઘાયલ હાલતમાં હતી. જેના પછી એ લોકોએ ત્યાં સુધી એમની સાથે રાખી, જ્યાં સુધીએ પુરી રીતે સારી ના થઇ ગઈ. એમણે એના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખ્યું. ત્યાં સુધી કે તેમણે એનું નામ રાખીને એને ‘બેલા’ કહેવાનું શરૂ કરી દીધું.

થોડા મહિનાઓ બાદ વર્ષ ૨૦૧૦ માં જયારે ઉનાળામાં બેલા પુરી રીતે સારી થઈ ગઈ ત્યારે એ પરિવારે તેને એમના ઘર પાસે જ જંગલમાં છોડી દીધી. એમને લાગ્યું કે હવે બેલા સાથે કદાચ ફરીવાર મુલાકાત નહિ થાય. પરંતુ એમનો આ વિચાર થોડાજ દિવસોમાં ખોટો સાબિત થયો.

ઘરના સભ્યો જેવી થઈ ગઈ ‘બેલા’ :-

પોતાનો જીવ બચાવવાવાળા એ પરિવાર સાથે થોડા જ દિવસોમાં એટલો બધો લગાવ થઈ ગયો કે તેને જંગલમાં છોડ્યા પછી પણ એમને મળવા તે આવતી બેલા રોજ એમના ઘરે આવતી અને ત્યાં સુધી બારી પાસે બેસી રહેતી, જ્યાં સુધી કોઈ તેને જોય નહિ. આ સિલસિલો ૮ વર્ષ સુધી ચાલ્યો.

એ પરિવાર માટે પોતાનાપણું જોવાથી એમ લાગવા લાગ્યું કે તેઓ પણ એ ખિસકોલી તે પરિવારને પોતાનું માને છે. ત્યાં સુધી કે જ્યારે તે લોકો ગાર્ડનમાં બેસતા હતા, ત્યારે ત્યાં પહોંચીને એમની સાથે રમવા લાગતી. અને તેઓ તેને તેનું ગમતું ખાવાનું આપતા હતા.

સૌથી મોટી ખુશ ખબરી પણ આ પરિવાર સાથે શેયર કરી. :-

હંમેશાની જેમેક દિવસ બેલા જયારે એ લોકોના ઘરે પહોચી તો તેઓ એ જોયું કે એના પગમાં વાગ્યું છે. એ પછી ફરી એકવાર એમણે તેને જ્યાં સુધીએ સારી ના થાય, ત્યાં સુધી પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું તે પરિવાર ફરી તેની દેખભાળ રાખવા લાગ્યો.

ઈલાજ શરૂ થયા થોડા દિવસ બાદ એક દિવસ એ પરિવારે ખિસકોલીના હાલ જોવા એને પિંજરામાં જોઈ તો તેઓ દંગ રહી ગયા. પિંજરામાં બેલા સાથે ત્રણ નાની નાની ખિસકોલી હાજર હતી બેલાએ પોતાની જિંદગીની સૌથી મોટી ખુશી અને મહત્વ પળો પણ એ લોકો સાથે શેયર કર્યા.

હવે બેલા જાતે ઇચ્છતી હતી કે એના બચ્ચા પણ એ જ ઘરમાં જન્મે કે આ સંજોગ પણ બની શકે, આ વિશે કાંઈ કહી શકાય નહીં. પરંતુ એની અને એના બચ્ચાઓની કાળજી ત્યાં સરખી રીતે થઈ શકતી હતી નહિ. કદાચ એ વાત તે પણ સમજતી હશે. પોતાના નવા પરિવાર સાથે બેલા ત્યાં સુધી ત્યાં રહી જ્યાં સુધી એના બચ્ચા માળામાં રહેવા લાયક થઇ ગયા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.