આ લોકો સાથે કરશો ખોટો વાદ-વિવાદ, તો હાથમાં આવેલું સુખ મળી જશે ધૂળમાં

 

કેટલાક લોકો હોય છે જે નાની-નાની વાતે વિવાદ કરી લેતા હોય છે. તેઓ એમ જાણી જોઈને નથી કરતા પણ એવો જ તેમનો સ્વભાવ હોય છે. મનુસ્મૃતિ પ્રમાણે 15 લોકો એવા બતાવ્યા છે, જેમની સાથે ક્યારેય વાગ-વિવાદ ન કરવો જોઈએ. આ 15 લોકો આ પ્રકારે છે-

શ્લોકઃ–

ऋत्विक्पुरोहिताचार्यैर्मातुलातिथिसंश्रितैः।

बालवृद्धातुरैर्वैधैर्ज्ञातिसम्बन्धिबांन्धवैः।।

मातापितृभ्यां यामीभिर्भ्रात्रा पुत्रेण भार्यया।

दुहित्रा दासवर्गेण विवादं न समाचरेत्।।

એટલે કેઃ- 1-યજ્ઞ કરનાર, 2- પુરોહિત, 3- આચાર્ય, 4- અતિથિયો, 5-માતા, 6- પિતા, 7- મામા વગેરે સંબંધીઓ, 8- ભાઈઓ,9- બહેન, 11- પુત્રી, 12-પત્ની, 13- પુત્રવધુ, 14- જમાઈ તથા 15- ઘરના સેવક અર્થાત નોકરો સાથે ક્યારેય વાદ-વિવાદ ન કરવો જોઈએ.

યજ્ઞ કરનાર

યજ્ઞ કરનાર બ્રાહ્મણ સન્માન યોગ્ય છે. જો તેમની સાથે વિવાદ કરશો તો તમારા સન્માનમાં કમી આવશે. માટે યજ્ઞ કરનાર બ્રાહ્મણ સાથે ક્યારેય વિવાદ કરવો જઈએ નહિ.

પુરોહિત

યજ્ઞ, પૂજા વગેરે ધાર્મિક કામને સંપન્ન કરવા માટે 1 યોગ્ય વિદ્રાન એટલે કે પુરોહિતને નિયુક્ત કરવામાં આવે છે. પુરોહિતના માધ્યમથી પૂજા જેવા શુભ કામ પૂર્ણ થાય છે. માટે પુરોહિત સાથે વિવાદ કરવો નહિ.

આચાર્ય

પ્રાચીનકાળમાં બાળકોને શિક્ષા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા, જયાં આચાર્ય ભણાવતાં. આજે તે આચાર્યોનું સ્થાન સ્કૂલ ટીચર્સે લઈ લીધું છે. આચાર્ય કે સ્કૂલ ટીચર્સ સાથે વિવાદ કરવાથી વિધાર્થીઓનું ભવિષ્ય ખતરામાં પડી શકે છે.

મહેમાન

મહેમાન સાથે વિવાદ કરવો નહીં. જો કોઈ અજાણી વ્યકિત પણ ભૂલથી આપણાં ધારે આવી જાય તો તેને પણ મહેમાન જ સમજવો અને તેમનો સત્કાર કરવો. મહેમાન સાથે વિવાદ કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.

માતા માતા જ બાળકની સૌથી પહેલી શિક્ષક હોય છે. માતા 9 મહિના બાળકને પોતાના ગર્ભમાં ધારણ કરે છે અને જીવનનો પ્રથમ પાઠ ભણાવે છે. માટે જો માતાથી પણ ક્યારેય કોઈ ભૂલ થઇ જાય તો તેને પ્રેમથી સમજાવી જોઈએ, તમારાથી પણ કોઈ પ્રકારની ભૂલ થઇ જાય તો માતા થી માફી માંગી લેવી જોયે.

પિતા

પિતા પણ માતાની જેમ જ પૂજનીય છે. કોઈપણ મુશ્કેલીમાં બાળક ફસાઈ છે, ત્યારે સૌથી પહેલા તે પિતાને યાદ કરે છે અને પિતા જ તેને સમસ્યાનું સમાધાન આપે છે. માટે પિતાની સાથે ક્યારેય વાદ-વિવાદ કરવો નહીં.

સંબંધીઓ

સંબંધીઓ જે બાળપણથી જ આપણા ઉપર સ્નેહ રાખે છે. બાળપણમાં તેઓ આપણી જરૂરિયાતો પુરી કરે છે. માટે તેઓ બધા સન્માન કરવા યોગ્ય હોય છે. તેમની સાથે વાળ-વિવાદ કરવાથી આપણી પ્રતિષ્ઠાને ઠેસ લાગે છે.

ભાઈ

હિન્દૂ ધર્મ પ્રમાણે મોટો ભાઈ પિતા તથા નાનો ભાઈ પુત્ર સમાન હોય છે.મોટોભાઈ માર્ગદર્શન કરીને યોગ્ય રસ્તો જણાવે છે. વિપત્તિ આવે ત્યારે ભાઈ જ ભાઈની મદદ કરે છે. માટે ભાઈ નાનો હોય કે મોટો તેમની સાથે વિવાદ કરવો નહીં.

બહેન

ભારતીય સભ્યતામાં મોટી બહેન માતા અને નાની બહેનને પુત્રી મનાય છે. મોટી બહેન નાના ભાઈ-બહેનને માતાની જેમ સ્નેહ કરે છે. સંકટ સમયે યોગ્ય રસ્તો બતાવે છે. સંકટ આવે ત્યારે મોટી બહેન જ સાથ આપે છે. માટે તેની સાથે પણ વિવાદ ન કરવો.

પુત્ર

પુત્ર પિતાને પું નામના નરકમાંથી મુક્તિ આપાવે છે માટે કહેવાય છે કે – पुं नाम नरक त्रायेताति इति पुत्र: પુત્ર દ્વારા જ પિંડદાન કરવાથી પિતાને મોક્ષ પ્રાપ્ત થાય છે. પુત્ર આખા પરિવારનું માર્ગદર્શન કરે છે. માટે પુત્ર સાથે વિવાદ કરવો નહિ’.

પુત્રી

ભારતીય સંસ્કૃતિમાં પુત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય છે, તેમને પુત્રી પ્રદાન કરે છે. પુત્રી હમેશા માતા-પિતાનો સાથ નિભાવે છે. માટે પુત્રી સાથે પણ ક્યારેય વાદ-વિવાદ ન કરવો જોઈએ.

પત્ની

હિન્દૂ ધર્મમાં પત્નીને અર્ધાગિની કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે પતિના શરીરનું અડધુ અંગ. પત્ની દરેક સુખ-દુઃખમાં પતિનો સાથ નિભાવે છે. માટે મનુ સ્મૃતિ પ્રમાણે પત્ની સાથે ક્યારેય પણ વાદ-વિવાદ પણ ન કરવો જોઈએ.

પુત્ર વધુ

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુત્ર વધુને પુત્રી જ સમજવી જોઈએ. પુત્રીના અભાવમાં પુત્રવધુની જ ઘરમાં રોનક રહે છે. કુળની માન-મર્યાદા પણ પુત્રવધુના હાથમાં હોય છે. માટે પુત્રવધુથી ક્યારેય ચૂક થાય તો તેની સાથે વિવાદ કરવો નહિ.

નોકર

નોકર સાથે વિવાદ ન કરવો કેમ કે જૂનો સેવન તમારી પરિવારની અનેક ગુપ્ત વાતો જાણતો હોય છે. વિવાદ કરવાથી તે ગુપ્ત વાતો સાર્વજનિક કરી શકે છે. જેનાથી તમારા પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઇ શકે છે. માટે નોકર સાથે વિવાદ કરવો નહીં.

જમાઈ

પુત્રીના પતિને જમાઈ કહેવાય છે. ગ્રથોમાં જમાઈ પુત્ર સમાન જ મનાય છે. પુત્ર ન હોય તો જમાઈ પુત્રની બધી જવાબદારીઓ નિભાવે છે તથા ઉત્તર કર્યો ( પીંડદાન, તર્પણ, શ્રાદ્ધ વગેરે ) કરવાનો અધિકારી પણ ધરાવે છે. માટે તેની સાથે વિવાદ કરવો નહીં.