આ મગરને ઘણો પ્રેમ કરતા હતા ગામના લોકો, જાણો કેમ એના મારવાથી હૈયાફાટ રડવા લાગ્યા લોકો.

સામાન્ય રીતે જયારે તમને કોઈ જીવલેણ જાનવર જોવા મળે છે. તો તમે ડરી જાવ છો અને પોતાનો જીવ બચાવવા માટે અમ તેમ ભાગવા લાગો છો. એવું જ એક જીવલેણ જાનવર છે મગર, મગર આમ તો શાંત રહે છે અને પાણીમાં જોવા મળે છે પરંતુ જો તમે ભૂલથી પણ તેના કાળ એવા જડબામાં કોઈ આવી જાવ તો તે તમારા ભુક્કા બોલાવી દે છે. એટલા માટે એવા જાનવરોથી હંમેશા લોકો દુર રહેતા હોય છે. પરંતુ શું તમે કોઈ એવા મગરને જોયો છે? જે માંસને ક્યારે પણ નુકશાન નથી પહોચાડતો અને જેની સાથે એક ગામના લોકો એટલો પ્રેમ કરે છે કે તેના મરી ગયા પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. કદાચ તમને અમારી આ વાત ઉપર વિશ્વાસ નહિ આવી રહ્યો હોય. પરંતુ છત્તીસગઢના બેમતરા જીલ્લાના મોહતરા ગામમાં એવું જ કાંઈક બન્યું છે. અહિયાં એક મગરના મરી ગયા પછી બાળકોથી લઇ ને ઘરડા સુધીની આખો ભીની થઇ ગઈ. શું છે આખી બાબત આવો તમને જણાવીએ છીએ.

ભગવાનની જેમ પૂજતા હતા લોકો :-

ખાસ કરી ને ગામના તળાવમાં ઘણા વર્ષો થી એક મગર રહેતો હતો. જેનું ગામ વાળાઓ એ ‘ગંગારામ’ નામ રાખ્યું હતું. તે મગર ક્યારે પણ કોઈ ને નુકશાન પહોચાડતો ન હતો. ગામના નાના નાના બાળકો જરા પણ ડર્યા વગર તળાવ માં જતા અને નાહી ધોઈ અને રમીને પાછા આવી જતા. આજ સુધી તેણે કોઈ ને નુકશાન નથી પહોચાડ્યું. માણસ ને જવા દો ગંગારામ એ આજ સુધી કોઈ જાનવર ને પણ કોઈ નુકશાન નથી પહોચાડ્યું. એ કારણે જ તે ગામ વાળા ને ઘણો વ્હાલો હતો અને તેમણે પ્રેમ થી તેનું નામ ગંગારામ રાખી દીધું હતું. ગામના લોકો ગંગારામની પૂજા કોઈ ભગવાનની જેમ કરતા હતા. પરંતુ મંગળવારના દિવસે ગામ વાળા માટે સારો ન રહ્યો. મંગળવાર ના રોજ ગંગારામ ના મરતા જ ગામ માં માતમ છવાઈ ગયું. ગંગારામના મૃત્યુ થી દુ:ખી લોકો એ પોસ્ટમોર્ટમ કરવા વાળી ટીમ ને ગામ માં બોલાવી ત્યાર પછી ગંગારામ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

૧૩૦ વર્ષ થી વધુ હતી ઉંમર :-

આમ તો ગામ વાળા ને ગંગારામ ની સાચી ઉંમર વિષે તો ખબર ન પડી પરંતુ તેમનું કહેવું છે કે તેની ઉંમર ૧૩૦ વર્ષ થી વધુ હતી. મોહતરા ગામ એક ધાર્મિક પૌરાણીક નગરી તરીકે જીલ્લા માં પોતાની ઓળખ ધરાવે છે. કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા આ ગામ માં આવી ગયા હતા. સિદ્ધ પુરુષ મહંત ઈશ્વરીયશરણ દેવ યુપીથી આવ્યા હતા અને તે પોતાની સાથે એક પાળેલો મગર લઈને આવ્યા હતા. તેમણે ગામના તળાવમાં તેને છોડી દીધો હતો.

કહે છે કે ગંગારામ સાથે બીજા પણ મગર હતા પરંતુ સમય જતા માત્ર ગંગારામ જ બચ્યો હતો. ગામ વાળા એ જણાવ્યું કે ગંગારામ ક્યારે પણ તળાવના કાંઠે આવી ને બેસી જાય છે. એટલું જ નહિ, વરસાદ ના દિવસો માં તે ગામ ની ગલીઓ અને ખેતરો સુધી પહોચી જતો હતો. લોકો ડર્યા વગર પોતાનું કામ કરતા રહેતા હતા અને તેને પોતાના બાળક ની જેમ પાળતા હતા. ઘણી વખત ગામ વાળા ગંગારામ ને પકડી ને તળાવમાં છોડવા આવતા હતા.

તમારા ગામમાં પણ આવી કોઈ ચમત્કારિક ધટના બની હશે અથવા અત્યારે બને છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવો તો આવા હકીકતમાં બનતા ચમત્કારને બીજા લોકો પણ જાણી શકે.