આ મહિલાઓએ ભૂલથી પણ ના રાખવું જોઈએ નવરાત્રીનું વ્રત, નહિ તો થઈ શકે છે કાંઈક અશુભ.

સામાન્ય રીતે હિંદુ ધર્મમાં ઘણા તહેવારો આવતા હોય છે, અને તેમાં સૌથી મોટો તહેવાર જો કોઈ હોય તો તે છે, નવરાત્રી, નવરાત્રીમાં લોકો માતા દુર્ગાની પૂજા અર્ચના પણ કરતા હોય છે.

હાલના સમયમાં માતા દુર્ગાનો પવિત્ર સમય ચાલી રહ્યો છે. શરદ નવરાત્રીનો આ પવિત્ર સમય ૯ દિવસો સુધી ચાલે છે. આ દિવસોમાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત આ સમયમાં માતા દુર્ગાની સાચા મનથી આરાધના કરે છે, તેના જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે. માતા દુર્ગાની આરાધના કરવા વાળા વ્યક્તિના જીવનમાં માત્ર આનંદ જ આનંદ આવે છે.

માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે રાખવા માંગે છે દરેક વ્યક્તિ વ્રત

નવરાત્રીના સમયમાં માતા માટે લોકો વ્રત પણ રાખે છે. ઘણા ભક્તો માતા માટે નવ દિવસના વ્રત રાખે છે, જયારે અમુક લોકો માતાની શ્રદ્ધામાં નવરાત્રી પહેલા અને છેલ્લા દિવસે વ્રત રાખે છે. વ્રત કરીને લોકો માતાની પૂજા અર્ચના કરે છે. તેનાથી માતા દુર્ગા ઘણા પ્રસન્ન થાય છે. માતા દુર્ગાને પ્રસન્ન રાખવા માટે દરેક વ્રત રાખવા માંગે છે. સામાન્ય રીતે નવરાત્રીમાં બધા લોકો વ્રત રહી શકે છે, પરંતુ અમુક એવા લોકો પણ છે, જેને નવરાત્રીના વ્રત રાખવાની મનાઈ કરવામાં આવે છે.

નવરાત્રીમાં ન રાખવા જોઈએ આ લોકોએ વ્રત

ગર્ભવતી મહિલાઓએ :

નવરાત્રીના સમયમાં ગર્ભવતી મહિલાઓએ વ્રત ન રાખવા જોઈએ. તેની પાછળ ઘણા કારણો છે પરંતુ સૌથી વધુ મહત્વ તેના વૈજ્ઞાનિક કારણ ઉપર આપવામાં આવે છે. નિષ્ણાંતોનું માનવું છે કે ગર્ભવતી મહિલાઓના વ્રત રાખવાને કારણે જ તેના થનારા બાળક ઉપર તેની ખરાબ અસર પડે છે. બાળકને નબળાઈનો સામનો કરવો પડે છે.

બીમારી લોકોએ :

આમ તો ઘણા પ્રકારની બીમારીઓ હોય છે, પરંતુ અમુક બીમારીઓ દરમિયાન ઘણી સાવચેતી રાખવાની જરૂર પડે છે. તેમાંથી એક છે ડાયાબીટીસ. ડાયાબીટીસના દર્દીઓને સમય સમયે ખાવાની સલાહ આપવામાં આવે છે. તેવામાં જો તે વ્રત રાખે છે તો તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે ડાયાબીટીસના દર્દીઓ વ્રત ન રાખવાની સલાહ આપવામાં આવે છે. જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન દેવી દેવતાઓમાં વિશ્વાસ નથી કરતા. તેમના મુજબ વ્રતનું ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી.

વૈજ્ઞાનિકો મુજબ વ્રત રાખવાથી વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે. એટલા માટે વિજ્ઞાન પણ એવું કહે છે કે અઠવાડિયામાં એક વખત દરેક વ્યક્તિએ વ્રત રાખવું જોઈએ. તેનાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને વ્યક્તિની પાચન ક્રિયા પણ મજબુત થાય છે.

જયારે તેનાથી ઉલટું હિંદુ ધર્મ એવું મને છે કે વ્રત રાખવાથી દેવી દેવતાઓ ઘણા વધુ પ્રસન્ન થાય છે. દેવી દેવતા પ્રસન્ન થઈને વ્યક્તિના તમામ દુઃખોને દુર કરીને તેને સુઃખી જીવનના આશીર્વાદ આપે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.