આ મહિને વૃશ્ચિક રાશિમાં રહેશે મંગળ, 7 ફેબ્રુઆરી સુધી પરેશાન રહેશે આ 5 રાશિ વાળા

મંગળ અત્યારે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ મંગળની જ રાશિ છે. આ રાશિમાં મંગળ 7 ફેબ્રુઆરી સુધી રહેશે. આ પહેલા 25 ડિસેમ્બરે મંગળ પોતાની રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં આવ્યો હતો. જ્યોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા અનુસાર મંગળની વર્તમાન સ્થિતિની અસર બધી રાશિઓ પર પડશે. જેથી 5 રાશિઓ માટે સમય ઠીક નથી. તેમજ 5 રાશિઓને ધન લાભ અને પ્રગતિ મળી શકે છે. એના સિવાય 2 રાશિઓનો મિશ્રિત સમય રહેશે.

પંડિત ભટ્ટ અનુસાર 7 ફેબ્રુઆરી સુધી 12 રાશિઓ પર કાંઈક આવી રહેશે મંગળની અસર :

મેષ રાશિ :

નોકરી અને બિઝનેસમાં તારાઓનો સાથ નહિ મળી શકે. લેવડ-દેવડ અને રોકાણને લઈને સાવધાન રહેવું પડશે. અમુક લોકો તમારા વિરુદ્ધ ષડયંત્ર બનાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ વાળો સમય હોઈ શકે છે. માનસિક તણાવ વધી શકે છે. આ દિવસોમાં કોઈ પણ નવું કામ શરુ કરવાથી બચવું પડશે. ઉતાવળ અને ગુસ્સામાં કોઈ નિર્ણય ન લો.

વૃષભ રાશિ :

વૃશ્ચિક રાશિમાં મંગળના આવવાથી ગુસ્સો વધી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ તમારે સાચવીને રહેવું પડશે. પેટ સાથે સંબંધિત રોગ થવાની સંભાવના છે. વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. માનસિક તણાવ રહેશે. ઊંઘની કમીને કારણે પરેશાની થઈ શકે છે. બિઝનેસમાં તમને સારો ફાયદો મળી શકે છે. તેમજ નોકરી વાળાને અધિકારીઓની મદદ અને પ્રશંસા મળી શકે છે.

મિથુન રાશિ :

મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે ઘણી બાબતોમાં શુભ રહેશે. મંગળને કારણે તમારું સાહસ અને પરાક્રમ વધી શકે છે. નોકરી કરતા અને બિઝનેસ કરતા લોકો સારી યોજનાઓ અને મહેનતથી પોતાના કામ પુરા કરી લેશે અને એમને ફાયદો પણ મળી શકે છે. એની સાથે જ નવી યોજનાઓ બનાવશો, જેના પર કામ શરુ થઈ શકે છે. મહેનત કરશો તો તમારા નસીબનો સાથ મળી શકે છે. મિત્રો અને આસપાસના લોકોની મદદ મળી શકે છે. આ દિવસોમાં તમને આગળ વધવાના અવસર મળી શકે છે.

કર્ક રાશિ :

મંગળના રાશિ પરિવર્તનથી તમારી સકારાત્મક ઉર્જા વધશે. પારિવારિક મામલામાં પણ સમય સારો રહેશે. નોકરી કરતા લોકોને એમના કરેલા સારા કામોનું ફળ મળશે. દાંપત્ય જીવન માટે સારો સમય છે, પણ સંતાન સંબંધી પરેશાની અને ચિંતા બની રહેશે. તમારા સ્વભાવમાં ગુસ્સો અને તેજી રહેશે. તમે એક્ટિવ રહેશો. તમારા કામ અને વાત કરવાની રીતથી અમુક લોકો પ્રભાવિત થઈ શકે છે.

સિંહ રાશિ :

મંગળના રાશિ પરિવર્તન થવાથી તમારે સાચવીને રહેવું પડશે. આ ગ્રહના કારણે પારિવારિક મુશ્કેલી થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સમય ઠીક કહી શકાય નહિ. નોકરી અને બિઝનેસમાં તમારે વધારે મહેનત કરવી પડશે. સાચવીને રહેવું પડશે. ઘણા મામલામાં સ્થિતિ તમારા પક્ષમાં નહિ હોય. ગોચર કુંડળીના ચોથા ભાવમાં મંગળ હોવાથી ફાલતુ ખર્ચા અને તણાવ વાળો સમય હોઈ શકે છે. સમજી વિચારીને બોલવું પડશે. તમારે પોતાના પર કંટ્રોલ પણ કરવું પડશે.

કન્યા રાશિ :

તમારા માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ રહેશે. મંગળના પ્રભાવથી તમારી આવક વધી શકે છે. વિચારેલા કામ પુરા થવાના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. પૈસાની ચિંતા પુરી થઈ જશે. બિઝનેસમાં પણ પ્રગતિના અવસર મળી શકે છે. ફાયદો થશે. વૈવાહિક જીવન શુભ રહેશે. ગેરસમજ દુર થશે. લવ લાઈફ પણ સારી રહેશે. પ્રેમ બન્યો રહેશે. મંગલના પ્રભાવથી તમારો પરાક્રમ વધી શકે છે. તમે વધારે મહેનત કરશો. નવા અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

તુલા રાશિ :

મંગળના રાશિ પરિવર્તનથી તમને ફાયદો થઈ શકે છે. અટકેલા પૈસા મળવાના યોગ બની રહ્યા છે. મંગળના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ સુખ મળશે. આ દિવસોમાં તમે કોઈ એવું કામ કરી શકો છો, જે નિયમો વિરુદ્ધ હોય. સ્વાસ્થ્યની બાબતમાં તમારે સાચવીને રહેવું પડશે. સમજી વિચારીને બોલવું પડશે. મંગળને કારણે તમારી કોઈ ગુપ્ત અથવા રહસ્યની વાત ઉજાગર થવાની સંભાવના છે. ગુસ્સામાં તમે કોઈ એવી વાત પણ બોલી શકો છો, જેનાથી તમારા સંબંધ બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ :

તમારી રાશિમાં મંગલ આવી જવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. તમે આક્રમક થઈ શકો છો. તમારે સમજી વિચારીને બોલવું પડશે. નહિ તો સંબંધ બગડી શકે છે. નોકરી કરતા અને બિઝનેસ કરવા વાળા લોકોએ મહેનત વધારે કરવી પડી શકે છે, જેનાથી તમને પ્રગતિ મળશે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને રહેવું પડશે. બિઝનેસમાં પણ લેવડ-દેવડ અને રોકાણને લઈને સાવધાન રહો. આ દિવસોમાં વિવાદ જરૂર થઈ શકે છે, પણ તમે વિવાદોથી બચવામાં સફળ થઈ શકો છો.

ધનુ રાશિ :

મંગળના રાશિ પરિવર્તનથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. એના પ્રભાવથી તમારા કામકાજમાં અડચણ આવી શકે છે. પારિવારિક બાબતોને લઈને વિવાદ થઈ શકે છે. અમુક લોકો તમારી મદદ નહી કરી શકે. એના કારણે તમે દુઃખી પણ થઈ શકો છો. યાત્રાઓના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સાવધાન રહેવું પડશે. મંગળને કારણે યાત્રાઓથી ફાયદો નહિ મળી શકે. ખર્ચ વધવાની સંભાવના છે. નોકરી કરતા અને બિઝનેસ કરતા લોકોએ સાચવીને રહેવું પડશે. રોકાણ અને લેવડ દેવડમાં સાવધાન રહો.

મકર રાશિ :

મંગળના પ્રભાવથી તમારા માટે સમય સારો છે. પ્રોપર્ટી સંબંધી કામકાજમાં સફળતા મળી શકે છે. ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો. મંગળને કારણે તમને મહેનતનું ફળ મળશે. તમે જોખમ લેશો અને એનાથી તમને ફાયદો પણ મળી શકે છે. સાથે કામ કરવા વાળા અને પોતાના નીચેના હોદ્દાના લોકો તરફથી તમને મદદ મળી શકે છે. આ દિવસોમાં તમે સકારાત્મક રહેશો. વૈવાહિક જીવન માટે સમય ઠીક છે, પણ સ્વાસ્થ્યની બાબતે તમારે સાચવીને રહેવું પડશે, સંબંધિત પરેશાનીના યોગ છે.

કુંભ રાશિ :

મંગળને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. મહેનત પણ વધારે કરશો. તેમજ પારિવારિક બાબતો માટે સમય શુભ છે. મંગળના પ્રભાવથી તમને ફાયદો મળશે. તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. સંબંધીઓથી મદદ મળી શકે છે. બિઝનેસ કરવા વાળાને ફાયદો થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે સમય ઠીક છે, પણ જુના ખોટા કામોનું ફળ તમને આ સમયે મળી શકે છે. મંગળના પ્રભાવથી સકારાત્મક શારીરિક પરિવર્તન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. દેવું ઉતરી શકે છે.

મીન રાશિ :

ગોચર કુંડળીના નવમા ભાવમાં મંગળના હોવાથી તમારી મહેનત વધશે અને મહેનતની સાથે તમને નસીબનું ફળ પણ મળશે. સાથે કામ કરવા વાળા અને આસપાસના લોકોથી તમને મદદ મળી શકે છે. આ દિવસોમાં તમે એવા કામ કરશો જેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. ખાનપાન અને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. તમારે સારી આદતો અપનાવવી જોઈએ. આ દિવસોમાં માતા-પિતા તરફથી મદદ મળશે. વૈવાહિક જીવન માટે સમય ઠીક રહેશે. મંગળના પ્રભાવથી કોઈ ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.