આ મંદિરના દેવતા સ્ટેમ્પ પેપર દ્વારા સાંભળે છે ભક્તોની અરજ…. મળે છે ન્યાય

આદ્યાત્મિક અને માન્યતાઓનો દેશ ભારતમાં શ્રદ્ધાના ઘણા રૂપ જોવા મળે છે…. જેટલી જાતની માનવ જાતિઓ અને રીત રીવાજો છે તેટલી જ જુદી જુદી રીતની પરંપરાઓ અને સંસ્કૃતિ છે અહિયાં.. જગ્યાના મહત્વ મુજબ ભક્તિ ભાવ પ્રમાણે રીવાજ બદલાઈ જાય છે.. ક્યાંક ભક્તો પોતાના ભગવાનની પ્રિય કોઈ ખાસ વસ્તુ અર્પણ કરીને પ્રાર્થના કરે છે તો ક્યાંક કોઈ બીજી રીતે ભગવાનને રાજી કરે છે. પણ આજે અમે તમને જે મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિષે જાણીને તમે પણ ચકિત થઇ જશો કેમ કે અહીયાના ભક્તોની પ્રાર્થના કઈક જુદી જ છે.

ખાસ કરીને અહિયાં ભક્તો ધૂપ, અગરબત્તી દ્વારા પૂજા આરાધના નથી કરતા પણ સીધી જ ભગવાનને સ્ટેમ્પ પેપર ઉપર પોતાની અરજી લખીને ન્યાય માંગે છે. છે ને બિલકુલ જુદું…. તો આવો આ મંદિર વિષે થોડું વિસ્તારથી જાણીએ.

ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા અલ્મોડામાં ગોલુ ભગવાનનું મંદિર છે, જેમ કે ચૈત્ય ગોલુ ભગવાનના નામથી પ્રખ્યાત છે. ગોલુ ભગવાન શિવનું એક રૂપ ભેરવનો અવતાર છે. જેને ન્યાયના ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને જે લોકો કોર્ટના વિવાદમાં ઠેક ઠેકાણે ધક્કા ખાઈ ચુક્યા હોય છે તે અહિયાં ન્યાયની આશાએ આવે છે અને માનવામાં આવે છે કે અહિયાં આવવાવાળા દરેક ભક્તોની વિનંતી આ મંદિરના ભગવાન જરૂર સાંભળે છે અને જે લોકોનો પોતાના જીવનમાં કોર્ટ કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય છે તેમની પણ અહીયાના ભગવાનના આશીર્વાદથી ન્યાય વ્યવસ્થામાં આસ્થા જાગી છે.

આ મંદીરની જૂની માન્યતા

જૂની માન્યતાઓ મુજબ જુના જમાનામાં ગોલુ ભગવાન અલ્મોડા ના રાજા હતા જેને ભગવાન ભેરવનો અવતાર માનવામાં આવતા હતા. આ રાજા અને તેમની માતાને પોતાના જીવનમાં સોતેલી માતાઓને કારણે ખુબ દુઃખ વેઠવું પડ્યું જેને કારણે તે ગોલુ ભગવાનને પોતાના સાશનકાળમાં ક્યારેય કોઈ ઉપર અન્યાય ન થવા દીધો. લોકોનો ન્યાય પદ્ધતિ ઉપર ભરોસો પણ એવો જ હતો કે સદીઓ પછી પણ ન્યાયની આશામાં અહીયાના લોકો તેને પૂજે છે… આ દેશ છે કે દુર દુરથી લોકો ન્યાયની આશામાં આવે છે.

આવી રીતે પૂરી થાય છે ભક્તોની અરજી

હજી પણ કદાચ તમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે કેવી રીતે સ્ટેમ્પ પેપર ઉપર અરજી લખીને આપવાથી વિનંતી સાંભળી લેવામાં આવે છે તો તેનું પ્રમાણ આપવા માટે અમારે તમને કાઈ કહેવાની જરૂર નથી પણ તમે આ મંદિરમાં જુઓ થોડુ દરેક વસ્તુનું પ્રમાણ છે. અહિયાં હજારોની સંખ્યામાં બાંધેલી સુંદર ઘંટીઓ અહિયાં લોકોને મળેલા ન્યાયનું પ્રતિક છે.. અહિયાં પરમ્પરા ચાલતી આવી છે જે કોઈ અહિયાં ન્યાય માંગવા આવે છે કે કોઈ ઈચ્છા પૂર્તિ માટે આવે છે.

ઈચ્છા પુરી થવાથી ઘંટીઓ ઘંટીઓ ચડાવવાની હોય છે. એટલા માટે જે પણ અહિયાં ન્યાય માંગવા આવે છે, ન્યાય મળ્યા પછી મંદીરમાં ઘંટડી જરૂર ચડાવે છે. બહારથી જોવાથી આ ગોલુ ભગવાનનું મંદિર જરૂર સાધારણ મંદિર જવું લાગશે પણ મંદિરના દરવાજા માં પગ રાખતા જ તમને અદભૂત દ્રશ્યનો અનુભવ થશે. ચારે બાજુ હજારો ની સંખ્યામાં સુંદર સુંદર મંદીરની ઘંટીઓ અને સ્ટેમ્પ પેપર લખીને બાંધેલી હજારો અરજીઓ મળશે.

અને મિત્રો કર્મ સિદ્ધાંત મહા બળવાન છે નાના માણસો પર અન્યાય કરનાર કોઈ રીતે સુખી નથી થતા એ લોકો ને ભગવાન એમના નીચ કર્મો ની સજા આપે જ છે


Posted

in

,

by