આ મંદિરમાં થાય છે શિવના અંગુઠાની પૂજા, એમના દરબારમાં જે જાય છે, તેમની ઈચ્છા શંભુ કરે છે પૂરી.

દરેક વ્યક્તિ તે વાત સારી રીતે જાણે છે કે ભગવાન શિવજીની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે, દેશભરમાં ભગવાન શિવજીના ઘણા બધા મંદિરો રહેલા છે, જ્યાં લોકો જઈને શિવલિંગ તરીકે તેમની પૂજા અર્ચના કરીને મનગમતા ફળની પ્રાપ્તિ કરે છે, દેશભરમાં ભગવાન શિવજીના મંદિરો માંથી એક એવા મંદિર વિષે આજે અમે તમને જાણકારી આપવાના છીએ, જ્યાં ભગવાન શિવજીના રૂપમાં શિવલિંગ નહિ પરંતુ અંગુઠાની પૂજા કરવામાં આવે છે, ભગવાન શિવજીના આ મંદીરમાં લોકો અંગુઠાની પૂજા કરે છે.

આજે અમે તમને જે શિવ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર માઉન્ટ આબુમાં અચલગઢના ડુંગરોમાં આવેલું છે, જેને અચલેશ્વર મંદિર કહેવામાં આવે છે, આ પૌરાણીક અચલગઢ મંદિરની ઘણી માન્યતા પ્રચલિત છે, અહિયાં શિવજીના અંગુઠાની પૂજા કરવામાં આવે છે, ભગવાન શિવજીના અંગુઠાનું નિશાન મંદિરમાં આજે પણ જોઈ શકાય છે, આમ તો અહિયાં ભગવાન શિવજીના નાના મંદિરથી લઈને મોટા મંદિરો સુધી ૧૦૮ મંદિર આવેલા છે, તેના કારણે જ તેને અર્ધકાશી પણ કહેવામાં આવે છે.

શિવજીના આ મંદિરમાં સોમવારના દિવસે ભક્તોની ઘણી ભીડ રહે છે પરંતુ મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના દરબારમાં લાખો લોકોની સંખ્યામાં ભક્ત આવે છે, એવું કહેવામાં આવે છે કે જે ભક્ત શિવજીના દરબારમાં આવે છે તેમની તમામ મનોકામનાઓ શિવજી પૂરી કરે છે.

આ મંદિરની પાછળ એક પૌરાણીક કહાની પણ બતાવવામાં આવે છે, જયારે અર્બુદ પર્વત ઉપર આવેલા નંદી વર્ધન હિલને લાગ્યું તો હિમાલયમાં તપસ્યા કરી રહેલા ભગવાન શિવજીની તપસ્યા ભંગ થઇ ગઈ હતી કેમ કે આ પર્વત ઉપર ભગવાન શિવજીની વ્હાલી ગાય કામઘેનુ અને બળદ નંદી હતા, ત્યારે ભગવાન શિવજીએ ગાય અને નંદીને બચાવવા માટે હિમાલય માંથી જ અંગુઠો ફેલાવી દીધો હતો ત્યારે અર્બુદ પર્વત બની થઇ ગયો હતો.

આ મંદિરમાં ભગવાન શિવજીના પગના નિશાન આજે પણ જોવા મળે છે, આ મંદિરની અંદર ભગવાન શિવજી અંગુઠાના સ્વરૂપમાં બિરાજમાન છે, શિવરાત્રીના દિવસોમાં ભક્ત વિશેષ રૂપમાં અહિયાં દર્શન કરવા માટે આવે છે.

જો તમે આ મંદિરમાં ક્યારેય દર્શન કરવા માટે જશો તો તમે અહિયાં ભગવાન શિવજીના અંગુઠાનું નિશાન જોઈ શકો છો, તેમના અંગુઠાની નીચે એક કુદરતી ખાડો પણ જોવા મળે છે, એવું કહેવામાં આવે છે કે આ ખાડામાં કેટલું પણ પાણી નાખવામાં આવે પરંતુ તે ક્યારેય ભરાતો નથી, ભક્ત તે ખાડામાં પાણી અર્પણ કરે છે પરંતુ તે બધું પાણી ક્યા જતું રહે છે, તેના વિષે હજુ સુધી કોઈને પણ જાણકારી નથી, આ રહસ્ય હજુ સુધી રહસ્ય બનેલું છે.

અચલેશ્વર મંદિરમાં દુરદુરથી ભક્તો શિવજીના દર્શન કરવા માટે આવે છે અને ભગવાન શિવજીના અંગુઠાના દ્રશ કરીને જીવનની તમામ તકલીફો માંથી છુટકારો પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે, જે ભક્ત તેમના દરબારમાં આવે છે તે ક્યારેય ખાલી હાથ નથી પાછા ફરતા. ભગવાન શિવજી સૌની મનોકામનાઓ પૂરી કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.