આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

અહીં થાય છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, જાણો ક્યાં આવેલું છે આ મંદિર અને અન્ય ખાસ જાણકારી વિષે

છત્તીસગઢના બિલાસપુરમાં એક એવું મંદિર છે, જ્યાં આઠ મુખ વાળા શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો આવીને ભગવાન શિવની આઠ મુખી મૂર્તિની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આઠ મુખી ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના તરત પૂરી થઇ જાય છે.

શ્રાવણ મહિના દરમિયાન આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે. આ મંદિરનું નામ અષ્ટમુખી શિવ મંદિર છે અને ઘણા લોકો આ મંદિરને પંચાયતી મંદિર તરીકે પણ ઓળખે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શંકરની અષ્ટમુખી મૂર્તિ ચૈતુરગઢથી લાવવામાં આવી હતી અને તેના આઠ મુખ છે, જેના કારણે તેને અષ્ટમુખી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ મોટું અને સુંદર છે.

આ મંદિર ઘણા વર્ષો જૂનું છે

અષ્ટમુખી શિવ મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરના પુજારીના જણાવ્યા મુજબ આ મંદિર લગભગ 125 વર્ષ જૂનું છે. આ મંદિરમાં રાખવામાં આવેલા આઠ મુખી શિવલિંગ 10 ફૂટ ઊંચા છે અને તે એક અજોડ શિવલિંગ છે.

ભગવાન શિવના 8 મુખ વાળા આ શિવલિંગ જીવનના 4 તબક્કાઓ રજૂ કરે છે. જે આ મુજબ છે, પૂર્વનું મુખ બાળ અવસ્થા દર્શાવે છે, દક્ષિણનું મુખ કિશોર અવસ્થા દર્શાવે છે, પશ્ચિમનું મુખ યુવાવસ્થા અને ઉત્તર મુખ વૃદ્ધાવસ્થા દર્શાવે છે. આ મંદિરમાં આવતા લોકોનું માનવું છે કે આ મંદિરમાં આવવાથી અષ્ટમુખી પશુપતિનાથના દર્શનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

શ્રાવણ માસ દરમિયાન દૂર-દૂરથી આવે છે લોકો

શ્રાવણ મહિના દરમિયાન આ મંદિરમાં દૂર-દૂરથી લોકો આવે છે અને શિવ ભગવાનની પૂજા કરે છે. અહિયાં શ્રાવણ માસના પહેલા સોમવારના દિવસે આ મંદિરમાં ખૂબ ભીડ થાય છે અને ભગવાનને બિલ્લીપત્ર, ફૂલ, ફળ, પાણી અને દૂધ ચડાવવામાં આવે છે. એટલું જ નહીં, ખાસ તહેવારો દરમિયાન અહીંયા શિવને લાડુ અને ખીરનો ભોગ પણ ચડાવવામાં આવે છે અને સાથે જ શિવની મહાઆરતી કરવામાં આવે છે.

વિશેષ પૂજા થાય છે

સોમવારનો દિવસ ભગવાન શિવ સાથે સંકળાયેલ છે અને સોમવારના દિવસે આ મંદિરમાં ભગવાન શિવના મહારુદ્રાભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ ભગવાન શિવની આરતી કરવામાં આવે છે અને શિવ સાથે જોડાયેલા મંત્રોચ્ચાર કરવામાં આવે છે. એટલું જ નહીં રોજ શિવપુરાણની કથા પણ વાંચીને ભક્તોને સંભળાવવામાં આવે છે.

ભક્તોના મતે, આ મંદીરમાં આવીને લોકો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે એવા ભક્તોને શિવ ભગવાન ખાલી હાથે પાછા ફરવા દેતા નથી અને આ જ કારણ છે કે આ મંદિર ઉપર લાખો લોકો વિશ્વાસ ધરાવે છે અને લોકો શ્રાવણ મહિનામાં આ મંદિરમાં આવીને ભગવાન શિવની પૂજા કરે છે.

તમે પણ તમારા જીવનમાં એકવાર છત્તીસગઢના બિલાસપુરમાં આવેલા આ મંદિરની મુલાકાત જરૂર લો અને ભગવાન શિવના 8-મુખ વાળા શિવલિંગની પૂજા કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.