આ મંદિરોમાં નથી મળતો હિન્દુઓ સિવાયને પ્રવેશ, જાણો શું છે આનું કારણ

માત્ર એટલું જ નહિ પરંતુ દક્ષીણ ભારતનું ઘણું જ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ હિંદુ સિવાયનાને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આપણો દેશ એવો દેશ છે. જે ખાસ કરીને હિંદુ દેશ છે, પરંતુ આપણા ભારતમાં સામાન્ય રીતે બધા ધર્મના લોકો રહે છે. જોવામાં આવે તો ભારતવર્ષમાં એક તરફ જ્યાં હિંદુ પોતાના ધર્મ ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે અને બીજા બધા ધર્મ જેવા કે મુસ્લિમ, શીખ, ઈશાઈ વગેરે બધા ધર્મના લોકો પણ એટલી જ આસ્થા સાથે પોતાના પાળવામાં આવતા ધર્મ પ્રત્યે પોતાની ઊંડી આસ્થા અને વિશ્વાસ ધરાવે છે અને એ કારણ છે કે એવું કહેવામાં આવે છે કે આપણો દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે.

આમ તો ખાસ કરીને આપણો દેશ એક હિંદુ દેશ છે. જ્યાં મોટાભાગે લોકો મંદિરમાં પૂજા પ્રાર્થના કરે છે અને ભગવાનમાં ઘણી આસ્થા ધરાવે છે. આમ તો મંદિર હોય કે મસ્જીદ કે પછી ગુરદ્વારા આ તમામ ધર્મિક સ્થળો ઉપર આપણા દરેક ધર્મ અને વર્ગના લોકો પોત પોતાની આસ્થા સાથે જાય છે, પરંતુ એક હિંદુ રાષ્ટ્ર થયા પછી પણ આપણા આ દેશમાં ઘણા એવા મંદિર છે. જ્યાં હિંદુ સિવાયનાને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે.

એવું કેમ છે? અને તેની પાછળ શું કારણ છે? તે જાણીને તમે પોતે પણ ઘણા ચકિત રહી જશો. તો આવો જાણીએ કે ભારતમાં ક્યા ક્યા એવા મંદિર છે? જ્યાં હિંદુ સિવાયનાને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. સૌથી પહેલા અમે વાત કરીએ છીએ ભગવાન શિવને સમર્પિત સોમનાથ મંદિર વિષે જેની ઉપર પોતે મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ચોક્કસ રીતે જ શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઘણું દુ:ખ પહોચાડે છે.

હકીકતમાં આ સંબંધમાં મંદિર ન્યાસ પરિષદનું કહેવું છે કે એવી વ્યવસ્થા સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવી છે અને કોઈપણ સ્થિતિમાં આ મંદિર ગેર-હિંદુઓ માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આમ તો કોઈ હિંદુ સિવાયને ભગવાન ભોલેનાથના આ મંદિરમાં પ્રવેશ કરવો છે, તો પહેલા મંદિરના ટ્રસ્ટ બોર્ડની મંજુરી લેવાની રહેશે.

આપણા પાડોશી દેશ નેપાળના કાઠમંડુમાં આવેલા ભગવાન ભોલેનાથનું પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર છે. જેની માન્યતા અને પ્રસિદ્ધી ઘણા દેશોમાં છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં ચાર મોઢાવાળા શિવલિંગ સ્થાપિત છે. જેનો સંબંધ કેદારનાથના શિવલિંગ સાથે પણ છે. પરંતુ દુર્ભાગ્યવશ ભગવાન શિવના આ મંદિરમાં પણ હિંદુઓ સિવાય બીજા ધર્મના લોકો નથી જઈ શકતા.

અને બીજી એક વાત કરીએ કે સુપ્રસિદ્ધ ‘ગુરવાયુર મંદિર’ છે. આ મંદિર વિષે પણ જણાવવામાં આવ્યું છે કે અહિયાં હિંદુ સિવાયના માટે પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. માત્ર એટલું જ નહિ પરંતુ દક્ષીણ ભારતનું ઘણું જ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ હિંદુઓ સીવાયનાને પ્રવેશ ઉપર મનાઈ છે. કેરલના પદ્મભસ્વામી મંદિર જ્યાં ભગવાન વિષ્ણુજીની પૂજા થાય છે અને આ મંદિર ભારતના સૌથી લોકપ્રિય મંદિરો માંથી એક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની ચર્ચા ન માત્ર આપણા દેશમાં છે, પરંતુ તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં પણ હિંદુઓ સિવાયનાને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે.

સૌજન્ય : આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે. આભાર જય હિન્દ…