આ મંદિરનો પ્રસાદ ઘરે લઈ જવાની ન કરો ભૂલ, નહિ તો મુશ્કેલીઓ નહીં છોડે તમારો પીછો.

આપણા ભારત દેશની અંદર ઘણા બધા અજોડ અને ચમત્કારી મંદિર રહેલા છે. જે પોતાના ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, એટલું જ નહીં, પણ આ મંદિરોમાં થતા ચમત્કારો આગળ તો વૈજ્ઞાનિકો પણ ઝૂકતા હોય છે. વૈજ્ઞાનિક પણ આ મંદિરના ચમત્કારોની બાબતમાં કાંઈ પણ શોધી શક્યા નથી, જો કે જોવામાં આવે તો એવા ઘણા દેવી દેવતાઓના મંદિર આપણા દેશ આખામાં રહેલા છે જેના પ્રત્યે લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છે.

અને આ મંદિરોમાં થતા ચમત્કારો જોઈને લોકોનો વિશ્વાસ મજબુત થઇ ગયો છે. આંજે અમે તમને એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ. જ્યાં લોકોની તમામ તકલીફો દુર થાય છે. પરંતુ આ મંદિરનો પ્રસાદ ઘરે ન લઇ જવો જોઈએ નહિ, તો તમારા જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થઇ જશે.

તમે લોકો એ મહાબલિ હનુમાનજીનાં ઘણાં મંદિરોના દર્શન કર્યા હશે અને આ મંદિરો વિશે સાંભળ્યું પણ હશે, પણ આજે અમે તમને મહાબલિ હનુમાનજીના એક એવા મુખ્ય મંદિર વિશે માહિતી આપવાના છીએ, જે ખૂબ જ ચમત્કારિક છે. આ મંદિર રાજસ્થાનના દોસા દૌસા જીલ્લામાં આવેલુ છે, આ મંદિરમાં મહેંદીપુર બાલાજીના નામથી લોકો ઓળખે છે.

આ મંદિર અંદર સ્થાપિત છે, મહેંદીપુર બાલાજીની ડાબી છાતીમાં એક નાનું છિદ્ર છે. જે છિદ્ર માંથી સતત પાણીનો પ્રવાહ વહેતો રહે છે અહિયાંના લોકોનું એવું માનવું છે કે આ બાલાજીનો પરસેવો છે. આ મંદિરની અંદર બાલાજી સાથે સાથે પ્રેતરાજ અને ભૈરવ મહારાજ પણ બિરાજમાન છે. ભૈરવજીને કપ્તાન કહેવામાં આવે છે. આ મંદિરનું દ્રશ્ય જે વ્યક્તિ પહેલી વખત જુવે છે. તે થોડો ભયભીત થઇ જાય છે કેમ કે અહિયાંનું દ્રશ્ય ઘણું જ ભયાનક છે.

આ મંદિરમાં લોકો તેમની ઉપરના અવરોધો અને કાળા છાયા માંથી મુક્તિ મેળવવા માટે આવે છે, આ મંદિરની અંદર ખરાબ શક્તિઓ જેમ કે ભૂત પીચાશ આવતા જ કાંપવા લાગે અહીંયા જે લોકો ઉપર કોઈ આત્માનો પડછાયો હોય છે. તે આત્માને મુક્તિ અપાવવા માટે આકરામાં આકરો દંડ મળે છે.

જો આપણે મહેંદીપુર બાલાજી મંદિરની સૌથી વિશિષ્ટ વાતની વાત કરીએ તો અહીંયા બાલાજીને લાડુ, પ્રેતરાજને ચોખા અને ભૈરવ અડદનો પ્રદાન અર્પણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે બાલાજીના પ્રસાદના લાડુ ખાતા જ ભૂત પ્રેતથી પીડિત વ્યક્તિની અંદર રહેલા ભૂત પ્રેત તડપવા લાગે છે અને ચિત્ર વિચિત્ર એવી હરેકતો કરવા લાગે છે, અહીંયા જે પ્રસાદ અપર્ણ કરવામાં આવે છે, તેને અર્જી કહેવાય છે.

મંદિરમાં પ્રસાદ અર્પણ કર્યા પછી ત્યાંથી તરત જ નિકળવાનું હોય છે, જ્યારે અર્જી નો પ્રસાદ લેતા સમય તેને પાછળની તરફ ફેંકવાનો હોય છે ત્યારે તે પ્રતિક્રિયામાં પ્રસાદ ફેંકતી વખતે પાછળની તરફ ફરીને નથી જોવામાં આવતું. આમ તો અન્ય મંદિરોમાં ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા પછી લોકો તેમના ઘરે પ્રસાદ લઇ જાય છે, પરંતુ મહેંદીપુર બાલાજીના આ મંદિરમાં અર્પણ કરવામાં આવેલા પ્રસાદ ઘરે નથી લઇ જવાતો. અહિયાંનો પ્રસાદ ઘરે લઈ જવાની મનાઈ છે.

મહેંદીપુર બાલાજીના દરબારમાં જે પણ ભૂત પ્રેતથી પીડિત વ્યક્તિ આવે છે. તેને પોતાની તમામ તકલીફો માંથી છુટકારો પ્રાપ્ત થાય છે, અહિયાં જે પણ લોકો દર્શન કરવા માટે આવે છે. તેમના માટે થોડા કડક નિયમ પણ બનાવવામાં આવ્યા છે.

અહિયાં આવવા માટે સૌથી પહેલા ઓછામાં ઓછું ૧ અઠવાડિયા પહેલા જ લસણ, ડુંગળી, ઈંડા, માંસ, દારૂ, ખાવાનું બંધ કરી દેવું જોઈએ ત્યાર પછી, જ્યારે તમે બાલાજીના દરબારમાં જઈ રહ્યા છો, તો અહીંયા સવાર અને સાંજે આરતીમાં જોડાવું જરૂર જોઈએ અને આરતીની છાંટ લેવી જોઈએ. આ બીમારીઓથી મુક્તિ અને ઉપરની બાધાઓનું રક્ષણ કરે છે.