આ મશીન વડે માત્ર 35 હજારમાં શરુ કરો, મસાલા બનાવવાનો બિજનેશ.

ભારતીય ભોજનમાં મસાલાનું સ્થાન હંમેશાથી જ મહત્વનું રહ્યું છે. વિશ્વમાં ભારતીય ભોજનની ઓળખાણ તેમાં નાખવામાં આવેલા મસાલા જ છે એટલા માટે મસાલાની માગ હંમેશા માર્કેટમાં જળવાયેલી રહે છે, જો તમે તમારો પોતાનો ધંધો શરુ કરવા માગો છો? તો તમે સરળતાથી મસાલા બનાવવાનું યુનિટ લગાવી શકો છો. આ બિજનેશમાં રોકાણ ઓછું આવે છે અને નફો તમને વધુ મળી શકે છે.

તમે તમારી રોકાણની કેપેસીટી મુજબ મસાલા મેન્યુફેક્ચરીંગનો બિજનેશ શરુ કરી શકો છો. તમે આ બિજનેશને નાના પાયા ઉપર, મધ્યમ પાયા ઉપર અને મોટા પાયા ઉપર શરુ કરી શકો છો. ઘણા નાના પાયા ઉપર મસાલા મેન્યુફેક્ચરીંગ એકમ તમે તમારા ઘર ઉપર શરુ કરી શકો છો. અમારા આ મસાલાની માંગ એટલી છે કે નાનું એકમ પણ તમને લાભ પહોચાડશે.

આજે અમે તમને મસાલાની મેન્યુફેક્ચરીંગ યુનિટ નાના પાયા ઉપર ઉભું કરવાની બાબતમાં જાણકારી આપીશું. ભારતમાં તમામ પ્રકારના મસાલાને ઉગાડવામાં આવે છે. પહેલા ઘરોમાં જ મસાલા ખાંડવામાં આવતા હતા, પરંતુ હવે લોકો પાસે એટલો સમય જ નથી. એટલે જો સારી કિંમત ઉપર અને સારી કવોલેટીના મસાલા ગ્રાહકોને પુરા પડશો તો તમારા ધંધામાં તમને ફાયદો જ થશે.

આવી રીતે કરો તમારા બિજનેશનું રજીસ્ટ્રેશન :-

તમે તમારા મસાલા મેન્યુફેક્ચરીંગ યુનિટને નાના પાયા ઉપર ઉભું કરશો કે મોટા પાયા ઉપર તમારે રજીસ્ટ્રેશનની તમામ પ્રક્રિયાને ફોલો કરવી પડશે. આ બિજનેશના રજીસ્ટ્રેશનની પ્રોસેસ કાંઈક આવા પ્રકારની છે.

સૌથી પહેલા તમારે ROCનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નાના પાયા ઉપર કે ઘરેથી જ મસાલા મેન્યુફેક્ચરીંગ યુનિટ શરુ કરવા ઉપર તમે one person company લાયસન્સ પણ કરી શકો છો.

તમારે સ્થાનિક મ્યુનિસિપલ ઓથોરીટી પાસેથી ટ્રેડ લાયસન્સ પણ લેવાનું રહેશે.

ફૂડ ઓપરેટર લાયસન્સ પણ લેવું જરૂરી છે.

તમારે BIS સર્ટીફીકેટ પણ લેવું પડશે. મસાલા માટે તમને આ ISI ના જુદા જુદા પ્રકારનું માર્ગદર્શન આ મુજબ છે.

Black whole and ground (કાળા મરી) ISI-1798-1961

Chilli powder (મરચા પાવડર) ISI-2445-1963

Coriander powder (ધાણા પાવડર) ISI-2444-1963

Curry powder (કરી પાવડર) ISI-1909-1961

Turmeric powder (હળદર પાવડર) ISI-2446-1963

Methods of sampling and test of Spices and condiment ISI-1997-196

CFTRI, Mysore, એ એક ટેકનીકલીની માર્ગદર્શનની જાણકારી બહાર પાડી છે, જે AGMARK ના સર્ટીફીકેશન માટે જરૂરી ગણવામાં આવે છે.

મશીનરી અને કાચો માલ :-

મસાલાના પ્રોડક્શન એરિયા માટે લગભગ ૭૫ સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર રહે છે. પેકિંગ એરિયા અને ગોડાઉન માટે ૧૫૦ સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે. મસાલા ગ્રાઈન્ડ કરવા માટે અને તેને પોર્સેસ કરવા માટે સિમ્પલ મશીનરી અને સાધનોની જરૂર પડે છે.

મસાલાના મેન્યુફેક્ચરીંગ માટે તમારે dis integrator ઇન્સ્ટોલ કરવું પડશે. તેની સાથે જ સ્પાઈસ ગ્રાઈન્ડર અને પાઉચ સીલીંગ મશીનની પણ જરૂર પડશે. મસાલાને જોખવા માટે વજન કરવાનું મશીન હોવું પણ જરૂરી છે. તેના માટે તમે સંપૂર્ણ રીતે ઓટોમેટિક મશીન પણ લઇ શકો છો. તેમાં ગ્રાઈંડેડ, વજન માપવા અને પેકિંગ બધા એક પ્રોસેસમાં પોતાની રીતે મહત્વના રહેશે.

કાચા માલમાં તમારે આખી હળદર, આખા કાળા મરી, મરચા, આખા ધાણા વગેરેની જરૂર રહેશે. જેટલો સારો તમારો કાચો માલ હશે એટલી જ સારી ક્વોલિટી તમારા પ્રોડક્ટની પણ રહેશે.

મસાલા બનાવવાની પ્રોસેસ :-

મસાલા બનાવવાની પ્રોસેસમાં આખા મસાલા સાથે સાફ કરવા પછી તેને સૂકવવા, સાફ અને સુકાયેલા મસાલામાં મસાલા માંથી કાંકરા કે માટી નીકળી જાય છે. પછી તે મસાલાને તડકામાં સૂકવવામાં આવે છે. ત્યાર પછી મસાલાને ગ્રાઈન્ડ કરવામાં આવે છે. મસાલા ગ્રાઈન્ડ કરવાનું મશીન ૩૫,૦૦૦ રૂપિયા થી ૮૫,૦૦૦ માં મળી શકે છે, જે એક દિવસમાં ૩૫ કિલોથી લઇને ૭૦ કિલો સુધી મસાલો બહાર કાઢે છે. મસાલા બનાવવાની ક્ષમતા મશીનના આકાર ઉપર પણ આધાર રાખે છે.