આ મુશ્કેલ પરીક્ષાઓને પાર કરીને બને છે કોઈ અંબાણીનો ડ્રાઈવર, પછી મળે છે આવું જોરદાર જીવન.

ગયા વર્ષે જ મુકેશ અંબાણી અલિબાબા ગ્રૂપના સંસ્થાપક જૈકમાંને પાછળ પાડીને એશિયામાં સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. ફોર્બ્સ મેગેઝિનના હાલના લિસ્ટમાં મુકેશ અંબાણીનો દુનિયાભરના આરબપતિઓમાં ૧૩ મો નંબર છે. ભારતમાં મુકેશ અંબાણીની વિલાસ ભરેલી જિંદગીમાં દરેકનો રસ હોય છે. હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન ચર્ચાઓમાં રહ્યા.

એક અનુમાન મુજબ, ઈશા અંબાણીના પિતાએ પોતાની પુત્રીના લગ્નમાં આશરે ૭૨૦ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. અંબાણી પરિવારના ઘરનું નામ ઇન્ટીલિયા છે. જે દુનિયાના સૌથી મોંઘા ઘરમાનું એક છે. આજે અમે તમને મુકેશ અંબાણીના ડ્રાઇવરના પગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કેવી રીતે થાય છે ડ્રાઇવરની નિયુક્તિ? :-

દરેકને સૌથી એશિયાઈ અમીરના ડ્રાઇવરની સેવા આપવાનો મોકો નથી મળતો, મુકેશ અંબાણીના ડ્રાઇવરની પસંદગી વિધિવત રીતે કરવામાં આવે છે. મુકેશ અંબાણી માટે ગાડી ચલાવવા વાળા વ્યક્તિની પસંદગી કરવામાં માટે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કંપનીઓની જવાબદારી હોય છે કે તેઓ સરખી રીતે ડ્રાઇવરની પસંદગી કરે, આ વાત માટે પુરી જવાબદારીથી ડ્રાઈવરની શોધ કરવામાં આવે છે કે ક્યાંક પસંદ કરેલો ડ્રાઇવર કોઈ ગુનેગાર તો નથીને.

આ કંપનીઓ ડ્રાઈવરને ટ્રેનિંગ પણ આપે છે. ડ્રાઇવરે અમુક પરીક્ષાઓ પણ આપવી પડે છે. પુરી પ્રક્રિયાઓ પછી જ ડ્રાઈવરને નિયુક્ત કરવામાં આવે છે. પગારની વાત કરીએ તો મુકેશ અંબાણીના ડ્રાઈવરને દર મહિને ૨ લાખ રૂપિયા આપવામાં આવે છે. વર્ષના હિસાબે જોઈએ તો ૨૪ લાખ રૂપિયાનો પગાર મળે છે.

સલમાન ખાનના બોડીગાર્ડને પણ દર મહિને મળે છે ૧૫ લાખ રૂપિયાનો પગાર :-

તમને જણાવી દઈએ કે સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ પોતાના પગાર માટે મોટા ભાગે ખુશ રહે છે. શેરા છેલ્લા ૨૦ વર્ષથી સલમાન ખાન સાથે જ રહે છે. એમને આશરે ૧૫ લાખ રૂપિયા દર મહિને એટલે કે એક વર્ષના આશરે ૨ કરોડ રૂપિયાની કમાણી થાય છે. સલમાન ખાન જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી માટે તેઓ ભારતના પ્રવાસ દરમિયાન શેરા બોડીગાર્ડ રાખી ચુક્યા છે. આ લિસ્ટમાં જસ્ટિન બીબર, માઇકલ જેક્શન, વિલ સ્મિથ, પેરિસ હિલ્ટન અને જેકી ચૈન જેવા નામ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.