આ નુકશાન થાય છે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવાથી, જાણો ભોજન કરવાના નિયમ.

1. ખાતા પહેલા ભગવાનને ઘર મંદિરમાં થાળ ધરાવીને અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને તેનો આભાર માનીને અને તમામ ભૂખ્યાને ભોજન પ્રાપ્ત થાય ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીને ભોજન કરવું જોઈએ.

2. ગૃહસ્થ માટે સવારે અને સાંજે (બે સમય) જ ભોજનનું વિધાન છે.

3. બન્ને હાથ, બન્ને પગ અને મોઢું, આ પાંચ અંગોને ધોઈને ભોજન કરવા વાળા લાંબા આયુષ્ય વાળા હોય છે.

4. ભીના પગે ખાવાથી ઉંમરમાં વૃદ્ધી થાય છે.

5. સુકા પગ, બુટ પહેરીને, ઉભા રહીને, સુતા સુતા, ચાલતા ફરતા, પથારી ઉપર બેસીને, ખોળામાં રાખીને, હાથમાં લઇને, તૂટેલા વાસણમાં, ડાબા હાથથી, મંદિરમાં, સંધ્યાના સમયે, મધ્ય રાત્રી કે અંધારામાં ભોજન ન કરવું જોઈએ.

6. રાત્રે ભરપેટ ભોજન ન કરવું જોઈએ.

7. રાતના સમયે દહીં, સેતુર અને તલનું સેવન ન કરવું જોઈએ.

8. હસતા હસતા, રડતા રડતા, બોલતા બોલતા, ઈચ્છા ન હોય તો, સૂર્યગ્રહણ કે ચન્દ્રગ્રહણના સમયે ભોજન ન કરવું જોઈએ.

9. પૂર્વ તરફ મોઢું રાખીને ખાવાથી આયુષ્ય વધે છે.

10. ઉત્તર તરફ મોઢું રાખીને ભોજન કરવાથી આયુષ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે.

11. દક્ષીણ તરફ મોઢું રાખીને ભોજન કરવાથી પ્રેતત્વની પ્રાપ્તિ થાય છે.

12. પશ્ચિમ તરફ મોઢું રાખીને ભોજન કરવાથી વ્યક્તિ રોગી થાય છે.

13. ભોજન હંમેશા એકાંતમાં જ કરવું જોઈએ.

14. જો પત્ની ભોજન કરી રહી હોય, તો તેને ન જોવી જોઈએ.

15. બાળક અને વૃદ્ધને ભોજન કરાવ્યા પછી સ્વયં ભોજન ગ્રહણ કરો.

16. સ્નાન કર્યા વગર, પૂજા, હવન કર્યા વગર ભોજન ન કરો.

17. સ્નાન કર્યા વગર શેરડી, જળ, ફળ અને ઔષધનું સેવન કરી શકો છો.

18. કોઈ સાથે એક વાસણમાં ભોજન ન કરો. (પત્ની સાથે પણ ક્યારેય નહિ) પોતાનું એઠું કોઈને ન આપો, ન તો તમે કોઈનું એઠું ખાવ.

19. કાંસાના વાસણમાં ભોજન કરવાથી (રવિવાર સિવાય) ઉંમર, બુદ્ધી, યશ અને બળનો વધારો થાય છે.

20. પીરસેલા અન્નની નિંદા ન કરો, તે જેવું પણ હોય, પ્રેમથી ભોજન કરી લેવું જોઈએ. સત્કાર પૂર્વક ખાધેલા અન્નથી બળ અને તેજની વૃદ્ધી થાય છે.

21. ઈર્ષા, ભય, ક્રોધ, રાગ અને દ્વેષના સમયે કરવામાં આવેલા ભોજન શરીરમાં વિકાર ઉત્પન્ન કરી રોગને આમંત્રિત કરે છે.

22. ભોજનમાં પહેલા ગળ્યું, વચ્ચે તીખું અને ખાટું અને છેલ્લે કડવી વસ્તુ ગ્રહણ કરો.

23. કોઈ પણ મિષ્ટાન જેવા કે હલવો, ખીર, માલપુવા વગેરે દેવતાઓ અને પિતૃને અર્પણ કરીને જ ખાવું જોઈએ.

24. જળ, મધ, દૂધ, દહીં, ઘી, ખીર અને ચણા સિવાય કોઈ પણ પદાર્થ સંપૂર્ણ રીતે ન ખાવા જોઈએ. (એટલે કે થોડું એવું થાળીમાં છોડી દેવું જોઈએ.)

25. જેની સાથે પ્રેમ ન હોય તેને ત્યાં ભોજન ક્યારે પણ ન કરો.

26. મળ મૂત્રના વેગ થવા ઉપર, કજિયાના વાતાવરણમાં, વધુ ઘોંઘાટમાં, વડના વૃક્ષની નીચે ભોજન ન કરવું જોઈએ.

27. અડધા ખાધેલા ફળ, મીઠાઈઓ વગેરે ફરી વખત ન ખાવી જોઈએ.

28. ખાવાનું છોડીને ઉઠી ગયા પછી ફરી ભોજન ન કરવું જોઈએ.

29. ગૃહસ્થે 32 ગ્રાસથી વધુ ન ખાવું જોઈએ.

30. થોડું ખાવા વાળાને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને સોંદર્ય પ્રાપ્ત થાય છે.

31. જેણે તાણ કરીને ખવરાવ્યું હોય ત્યાં ક્યારે પણ ન ખાવ.

32. કુતરાનું સ્પર્શ કરેલું, રજસ્વલા સ્ત્રીનું પીરસેલું, શ્રાદ્ધનું કાઢેલું, વાસી, મોઢેથી ફૂક મારીને ઠંડુ કરેલું, વાળ પડેલું ભોજન, અનાદર યુક્ત, તિરસ્કાર કરીને પીરસેલું ભોજન ન કરો.

33. કંજૂસનું, રાજાનું, ચરીત્યહીનના હાથનું, દારુ વેચવા વાળાનું આપેલું ભોજન ક્યારેય ન કરવું જોઈએ.

34. ભોજન બનાવવા વાળા સ્નાન કરીને જ શુદ્ધ મનથી, મંત્રનો જાપ કરતા કરતા જ રસોઈ ભોજન બનાવો અને સૌથી પહેલા ૩ રોટલી જુદી કરી (ગાય, કુતરા,અને કાગડા માટે) પછી અગ્નિ દેવને ભોગ ચડાવીને ઘર વાળાને ખવરાવો.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.